શું તમે ક્યારેય વિચાર્યું છે કે મંદિરોમાં પ્રવેશ કરતા પહેલા શા માટે સીડીઓને સ્પર્શ કરવામાં આવે છે, અહિં જાણો તેની પાછળનું કારણ

ધાર્મિક

ભારતમાં મંદિરોને એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે જ્યાં વ્યક્તિને આત્માથી લઈને આધ્યાત્મિકતા સુધીનું શુદ્ધિકરણ મળે છે. મંદિરે જવાથી મનને શાંતિ મળે છે. પરંતુ આ સિવાય ઘણી એવી ચીજો છે કે દરેક વ્યક્તિ કરે છે. જેમાંથી પહેલું છે જ્યારે તમે ક્યાંય જઇ રહ્યા છો અને વચ્ચે રસ્તામાં કોઈ મંદિર અથવા પૂજા સ્થળ આવે તો માથું નમાવીને પ્રણામ કરવા એ દરેક વ્યક્તિની આદતોમાં શામેલ છે જેને કોઈ ભૂલતું નથી. અને બીજી વાત એ છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા મંદિરની સીડીને સ્પર્શ કરવો અને મંદિરના દરવાજાની પરની ઘંટડી વગાડવી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ શા માટે કરીએ છીએ અથવા માત્ર તમારા વડીલો દ્વારા કહેવામાં આવેલી વાતનો આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહ્યા છો? મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવી, સીડીના પ્રથમ પગથિયાને સ્પર્શ કરવો આ બધા એવા કામ છે સદીઓથી લોકો એકબીજાને જોઈને કરતા આવે છે પરંતુ ભાગ્યે જ કોઈને આ પાછળના કારણોની જાણકારી હશે, તો ચાલો જાણીએ કે આ કાર્યો કરવા પાછળનું વાસ્તવિક કારણ શું છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા જ આપણે ભગવાનની પૂજા કરવાનું શરૂ કરીએ છીએ અને તેના માનમાં આપણે સીડીને સ્પર્શ કરીએ છીએ. તો કેટલાક લોકો માને છે કે આ કરીને, મંદિરમાં પ્રવેશ કરતા પહેલા અને પૂજા શરૂ કરતા પહેલા ભગવાનની પરવાનગી લઈએ છીએ અને તેમને સમ્માન આપીએ છીએ. આ બંને બાબતોથી એ સ્પષ્ટ થાય છે કે, આપણે આ બધું એટલા માટે કરીએ છીએ કારણે કે આપણે દેવતાઓને આપણા વિનમ્ર સ્વભાવનો પરિચય આપી શકીએ. મંદિરના દ્વારની પહેલી સીડી તમને મુખ્ય મંદિર અને મૂર્તિ સાથે જોડે છે.

હિન્દુ મંદિરોનું નિર્માણ એક વિશેષ પ્રણાલીનું પાલન કરીને કરવામાં આવે છે. મંદિરનું નિર્માણ ઘણા વેદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દુ મંદિર વસ્તુકલા, સ્થાપત્ય વેદ પર આધારીત છે. આ વેદ અનુસાર મંદિરનું નિર્માણ અથવા બાંધકામ એવી રીતે કરવામાં આવે છે કે મંદિરના પ્રવેશ દ્વાર પર ભગવાનના ચરણો હોય. તેથી જ મંદિરની સીડી ચડતા પહેલા તેનો સ્પર્શ કરવામાં આવે છે જેનો અર્થ એ છે કે તમે ભગવાનના ચરણોને સ્પર્શ કરી રહ્યા છો. મતલબ કે જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સીડીને સ્પર્શ કરો છો તો ધ્યાનમાં રાખજો કે તમે ભગવાનના ચરણોને સ્પર્શ કરી રહ્યા છો.

હવે જો આપણે વાત કરીએ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા ઘંટડી વગાડવાની તો એવું માનવામાં આવે છે કે મંદિરના પ્રવેશદ્વાર પર લાગેલી ઘંટડી વગાડવાથી ભગવાનના આશીર્વાદ મળે છે. તેમજ જે મંદિરો જ્યાં દરરોજ ઘંટડી વાગે છે તેમને જાગૃત દેવ મંદિરો પણ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.