જો તમને પણ રાત્રે આવે છે આવા સ્વપ્ન તો થઈ જાઓ ખુશ, ટૂંક સમયમાં જ બનવાના છો ધનવાન

ધાર્મિક

આપણને બધાને રાત્રે સૂતી વખતે સ્વપ્ન આવે છે. આવી સ્થિતિમાં આપણાં કેટલાંક સપનાં સાકાર થાય છે અને કેટલાંક સપનાં માત્ર સપનાં બનીને જ રહી જાય છે. સામાન્ય રીતે, આપણા સ્વપ્નમાં બનનારી ચીજો અથવા પ્રવૃત્તિઓમાં આપણી કલ્પના જ માની શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં એક શાસ્ત્ર સ્વપ્ન શાસ્ત્ર પણ છે. તે મુજબ રાત્રે આવતા સ્વપ્ન ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત આપે છે. આપણા સ્વપ્ન શુભ અને અશુભ બંને ઘટનાઓ વિશે સંકેત આપે છે.

આ સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમને તમારા સ્વપ્નમાં કેટલીક ખાસ ચીજો દેખાય, તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ તમારું નસીબ બદલાવાનું છે અને તમને આર્થિક લાભ થશે. સ્વપ્ન આપણને આવનાર સમયના સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્રમાં આ સ્વપ્નના શુભ અને અશુભ પરિણામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં જાણો આવા જ 9 સપના વિશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમને સપનામાં સાપ કરડે તો તેનો અર્થ છે કે તમે ટૂંક સમયમાં જ માલામાલ બનવાના છો. આટલું જ નહીં, જો કોઈ સાપ તમારા માથા પર કરડે તો તેનો અર્થ એ છે કે તમને ખૂબ પૈસા મળી શકે છે. એટલા પૈસા જે તમને કરોડપતિ પણ બનાવી શકે છે. આ સાથે પોતાને મળમાં લપેટાયેલા જોવું એ પણ ધનના આગમનનો સંકેત માનવામાં આવે છે.

પોતાના સ્વપ્નમાં પિતૃ દર્શન, દેવ દર્શન, ભાઈ-બહેન અને સંબંધીઓનું દેખાવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પોતાને મૃત જોવા, સાપને મારવો, લોહી નીકળતું દેખાવું, સ્વર્ગ દર્શન, સૂર્ય અથવા ચંદ્રગ્રહણ દેખાવું, સેના જોવી, વરસાદ જોવાનો અર્થ એ છે કે તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થવાની છે.

જો તમને સ્વપ્નમાં મૃત્યુ, સ્મશાનમાં અંતિમ સંસ્કાર, મૃતદેહ વગેરે દેખાય છે તો શુભ લાભ, પ્રગતિ અને તમામ પ્રકારની મનોકામનાઓ પ્રાપ્ત થાય છે. સાથે જ કોઈ લાશ દેખાવી, હાથી અથવા ઘોડાનું તમારો પીછો કરતા દેખાવું, કોઈ મોટા સમ્માન અને પ્રગતિના સંકેત આપે છે. સ્વપ્નમાં પોતાને ભંડારા કરતા જોવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં પૈસા અને અનાજ આવવાના છે. સાથે જ સ્વપ્નમાં કોઈ બાળકને ખોળામાં જોવું સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થવાના સંકેત છે.

સ્વપ્નમાં કુંવારા લોકો જો શસ્ત્ર જમીન પર પડેલું જુવે તો તેનું ફળ ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમને ઈચ્છિત જીવનસાથી મળવાના છે.

પોતાના સ્વપ્નમાં કોઈ સુંદર સ્ત્રી અથવા અપ્સરા જોવી એ પ્રેમી અથવા પ્રેમિકા સાથે મળવાના સંકેત આપે છે, સાથે જ દાંત તૂટવા, નખ કાપવા ગરીબી દૂર થવાના સંકેત છે.

સ્વપ્નમાં ટ્રેન જોવાનો અર્થ એ છે કે તમારે મુસાફરી પર જવું પડી શકે છે. સાથે જ બગીચો અથવા લીલું મેદાન જોવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તે જણાવે છે કે તમને ટૂંક સમયમાં જ તણાવ અને ચિંતામાંથી છૂટકારો મળવાનો છે.

સ્વપ્નમાં પોતાને ઉડતા જોવા તમને આત્મવિશ્વાસ વધવાના સંકેત આપે છે. આ સાથે જો તમને સ્વપ્નમાં કબૂતર દેખાય તો સમજી લેવું કે ટૂંક સમયમાં જ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો સ્વપ્નમાં તમે પોતાની કોઈ ખોવાયેલી ચીજ મેળવો છો તો તેનાથી ભવિષ્યમાં સુખ મળે છે. જો સ્વપ્નમાં વ્યક્તિ પોતાને પર્વત ચળતા જુવે છે તો આવનારા દિવસોમાં સફળતાના સંકેત છે.