આ 5 ક્રિકેટર્સ પાસે છે અખૂટ સંપત્તિ, ક્રિકેટ ઉપરાંત આ સાઈડ બિઝનેસ કરીને કરે છે કરોડોની કમાણી

રમત-જગત

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા શું છે તે કોઈને કહેવાની જરૂર નથી. ક્રિકેટ ભારત માટે એક રમત નહિં પણ એક ધર્મ સમાન છે. અહીં ક્રિકેટને પૂજવામાં આવે છે. તો ક્રિકેટના ખેલાડીઓને ભગવાન માનવામાં આવે છે. ભારતમાં કોઈ એવું બાળક નહીં હોય જેને ક્રિકેટ પસંદ ન હોય. અહીંનું દરેક બીજું બાળક ક્રિકેટર બનવા ઈચ્છે છે. ભારતીય ટીમ માટે મેચ જીતવા માટે અહીં યજ્ઞ પણ કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં ક્રિકેટરોની તસવીરો સજાવીને રાખે છે.

ભારતમાં ક્રિકેટ કેટલું પ્રખ્યાત છે, તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ભારતનું ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. જે દેશ ઈંગલેંડ એ ક્રિકેટની શરૂઆત કરી હતી તેનું બોર્ડ પણ ભારતના બોર્ડ કરતા ઘણું પાછળ છે. આટલું જ નહીં, ભારતના ખેલાડીઓ પગાર પણ સૌથી વધુ મળે છે. ક્રિકેટ ખેલાડીઓ જ્યારે આ રમતથી સન્માન અને લોકપ્રિયતા મળે છે, ત્યારે તેમની પાસે ઘણા પૈસા પણ આવે છે.

ભારતમાં એવા ઘણા ક્રિકેટર છે જે કમાણીની બાબતમાં બોલીવુડ સેલિબ્રિટીઝને પણ ટક્કર આપે છે. તે જ સમયે ભારતના કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે નિવૃત્તિ લીધા પછી પણ કરોડોની કમાણી કરી રહ્યા છે. આજે અમે તમને ભારતના એવા જ ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નિવૃત્ત થયા પછી પણ કરોડોની કમાણી કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટરો વિવિધ ક્રિકેટ અને નોન-ક્રિકેટ કરાર અને સોદા દ્વારા તેમના બેંક ખાતાને ભરેલું રાખે છે. તે જ સમયે ભારતના ક્રિકેટરોને બીસીસીઆઈ પણ ઘણા પૈસા આપે છે.

સચિન તેંડુલકર: સચિન તેંડુલકર આ નામ આખી દુનિયા જાણે છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન માત્ર ભારત જ નહીં પરંતુ ક્રિકેટની દુનિયાનો સૌથી અમીર ક્રિકેટર છે. સચિન તેંડુલકરની કુલ સંપત્તિ 1090 કરોડ રૂપિયા છે. સચિન તેંડુલકર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે. તે વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને એડથી આજે પણ પૈસા કમાઈ રહ્યો છે.

મહેન્દ્રસિંહ ધોની: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને કેપ્ટન કૂલ તરીકે જાણીતા એમએસ ધોની 767 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. માહીએ કેપ્ટન રહીને ઘણી એડ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પૈસા કમાવ્યા છે. હવે તે નિવૃત્ત થઈ ગયો છે. તે ઓઅબ બિઝનેસ કરે છે. તે દુનિનો બીજો સૌથી અમીર ક્રિકેટર છે.

વિરાટ કોહલી: વિરાટ કોહલી આ સમયે ભારતનો કેપ્ટન છે. વિરાટ કોહલી 638 કરોડની સંપત્તિનો માલિક છે. આ સાથે તે દુનિયાનો ત્રીજો સૌથી અમીર ક્રિકેટર છે. આ સાથે કોહલીની પોતાની ફેશન બ્રાન્ડ્સ વ્રોગન અને વન 8 (પુમા સાથેની ભાગીદારી) છે.

વીરેન્દ્ર સહેવાગ: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અને મુલતાનના સુલતાન તરીકે જાણીતા, વીરેન્દ્ર સહેવાગની કુલ સંપત્તિ 277 કરોડ છે. આ સાથે તે ભારતના ચોથા સૌથી અમીર ક્રિકેટર છે.

યુવરાજસિંહ: ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ખતરનાક ખેલાડી યુવરાજ સિંહ પાસે લગભગ 245 કરોડની સંપત્તિ છે. આ સાથે, તે પાંચમા ક્રમે છે. યુવરાજ સિંહ ભારતના 2011 ના વર્લ્ડ કપ વિજયના ‘વાસ્તુકાર’ હતા.