શિલ્પા શેટ્ટીનું સપનું હતું દરિયા કિનારે ઘર હોય, રાજકુંદ્રા એ ગિફ્ટ કર્યો 100 કરોડનો બંગલો, જુવો તેના આ ઘરની તસવીરો

બોલિવુડ

શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં ખૂબ નામ કમાવ્યું છે. તેની દરેક ફિલ્મો હિટ રહેતી હતી. તે તેના સમયની સફળ અભિનેત્રીઓમાંની એક હતી. આ સમય દરમિયાન તે ખેલાડી કુમાર અક્ષય કુમાર સાથે રિલેશનમાં પણ રહી હતી. અક્ષય સાથેના બ્રેકઅપ બાદ તે એકલી પડી ગઈ હતી. આવી સ્થિતિમાં તેની લાઈફમાં એંટ્રી થઈ હતી રાજ કુંદ્રાની. રાજ કુંદ્રા સાથે તેની મિત્રતા વધી પછી નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરી લીધા.

રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા પછીથી જ અભિનેત્રી લક્ઝરી લાઈફ સ્ટાઈલની શોખીન છે. તે હવે તેની લાઈફસ્ટાઈલ માટે જાણીતી છે. પ્છી વાત કરીએ તેના મોંઘા શોખની કે પછી યોગની. આ સાથે શિલ્પાને એક લક્ઝુરિયસ અને સુંદર ઘર પણ પસંદ છે.

માત્ર મુંબઈમાં જ નહીં શિલ્પા અને રાજ કુંદ્રાના દુબઇ, લંડન અને કેનેડામાં પણ લક્ઝુરિયસ બંગલા છે. તેમાંથી મોટાભાગના બંગલા રાજે ત્યારે લીધા છે જ્યારે તેને શિલ્પાને ગિફ્ટ આપવાની હોય.

આજે આપણે શિલ્પાના તે બંગલા વિશે વાત કરીશું જે એક સમયે શિલ્પાનું સ્વપ્નનું ઘર હતું. તે બંગલો જે બોલીવુડના સૌથી મોંઘા સેલીબ્રિટી હોમના લિસ્ટમાં શામેલ થાય છે. આ ઘર છે શિલ્પાનું કિનારા વાળું ઘર. એટલે કે આ ઘરનું નામ કિનારા છે. શિલ્પા અને રાઝનું આ ઘર તેની લક્ઝરી સુવિધા માટે જાણીતું છે. ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે શિલ્પા શરૂઆતથી જ એક એવા ઘરમાં રહેવા ઈચ્છતિ હતી, જે દરિયા કિનારે બનેલું હોય.

એક એવું ઘર કે જેમાં મોટો સ્વિમિંગ પૂલ હોય. બગી-બગીચા અને ખૂબ મોટા રૂમ હોય. લગ્ન પછી જ શિલ્પાના આ સપનાને પૂર્ણ કરવા માટે, તેમના પતિ રાજ કુંદ્રાએ તેને આ બંગલો કિનારા ગિફ્ટ તરીકે આપ્યો.

કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો આ લક્ઝુરિયસ બંગલાની કિંમત 90 થી 100 કરોડની વચ્ચે છે. આ બંનેનું આ ઘર મુંબઈના સૌથી મોંઘા અને વીઆઇપી વિસ્તાર જુહુમાં છે. આ ઘર જોવામાં અને સુવિધાઓમાં કોઈ પણ રાજા-મહારાજાના મહેલથી ઓછું નથી.

આ ઘરની દિવાલોથી લઈને ઝુમ્મર, સોફા, પેઇન્ટિંગ્સ, હેંડીક્રાફ્ટ્સ અને ગ્લાસ ફાઉંટેન સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ઘરને સજાવવામાં રાજે કેટલા પૈસા લગાવ્યા છે જેથી તે પત્ની શિલ્પાને ખુશ રાખી શકે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી એનિમલ પ્રિન્ટની ખૂબ મોટી ફેન છે. આ ઘરને જ્યારે રાજે ખરીદ્યું હતું તે સમયે આ ઘરનું ઈંટીરિયર ડિઝાઈન ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાને કર્યુ હતું.

આ ઉપરાંત પણ શિલ્પા પોતાના ઘરને પોતાના પ્રમાણે સજાવતી રહે છે. તે દેશ-વિદેશથી સજાવવાનો સામાન લાવતી રહે છે. તેના ઘરમાં તમને ઘણી સજાવટની ચીજો પણ જોવા મળશે.

શિલ્પાના ઘરમાં મોડર્ન અને ટ્રેડિશનલ નું પરફેક્ટ મિક્સ મેચ જોવા મળે છે. શિલ્પાનું ઘર જેટલું લક્ઝુરિયસ અને સુંદર છે એટલું જ સુંદર છે તેમનું કિચન. આ સાથે આ અભિનેત્રીએ પોતાના ઘરે એક પ્રાઈવેટ જીમ પણ બનાવ્યું છે. અહીં તે તેના પતિ સાથે વર્કઆઉટ કરે છે.

શિલ્પાના આ ઘરના બગીચામાંથી વિશાળ અરબ સાગરનો સુંદર નજારો પણ જોવા મળે છે. આ ગાર્ડન એરિયામાં પ્રકૃતિની વચ્ચે શિલ્પા યોગ અને મેડિટેશન કરતી રહે છે. આ બગીચામાં ઘણા પ્રકારની શાકભાજી અને ફળ છે.