માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે આ ફૂલ, તેનો ઉપયોગ કરવાથી ચમકી જાય છે નસીબ, દૂર થાય છે આર્થિક તંગી

ધાર્મિક

માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેના પર તેઓ પ્રસન્ન થાય છે, તેમનું નસીબ ચમકતા વાર નથી લાગતું. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ રીતે પ્રયત્ન કરતા રહે છે. ઘણા લોકો તેમની પસંદગીનો ભોગ લગાવે છે તો કેટલાક લોકો તેમની પસંદના વસ્ત્રો અર્પણ કરે છે. આજે અમે તમને માતા લક્ષ્મીને પ્રિય હરસિંગાર ફૂલ સાથે જોડાયેલા કેટલાક ઉપાય જણાવી રહ્યા છીએ. આ ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં આવતી ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકો છો.

બીમારીથી છુટકારો મેળવવા માટે કરો આ કામ: જો પરિવારમાં કોઈને કોઈ સભ્ય વારંવાર બીમાર રહે છે તો તમારે હરસિંગાર ફૂલો સાથે જોડાયેલા ઉપાયો અપનાવવા જોઈએ. તેના માટે ઘરમાં બનેલા મંદિરની પાસેના વાસણમાં હરસિંગારનો છોડ લગાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાંથી બીમારીઓ દૂર ભાગી જાય છે.

ઘરમાં રહેવા લાગે છે પૈસા: જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે, તેઓ પણ હરસિંગરના ફૂલ સાથે જોડાયેલા વિશેષ ઉપાય કરી શકે છે. તેના માટે તમે હરસિંગારના 5 ફૂલને સૂકવીને પીળા કપડામાં બાંધી લો. ત્યાર પછી, તે ફૂલવાળા કપડાને તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો. તમારા ઘર પર માતા લક્ષ્મી વાસ કરશે.

સારી નોકરી આપે છે આ ઉપાય: જે લોકો ઘણા પ્રયત્નો કરવા છતાં સારી નોકરી મેળવી શકતા નથી અથવા અન્ય જગ્યાએ નોકરી બદલી શકતા નથી, તેમના માટે હરસિંગારના ફૂલ કમાલ કરી શકે છે. આવા લોકો હરસિંગારના ફૂલોનો ગુચ્છો લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીની સામે રાખી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સારી નોકરી મેળવવાનો માર્ગ મોકળો થાય છે.

આ ઉપાયથી મળે છે દેવાથી છુટકારો: જો તમે ઘણા પ્રયત્નો પછી પણ તમારું જૂનું દેવું ચૂકવી શકતા નથી, તો હરસિંગાર છોડના મૂળને તમારા ઘરે લાવો. ત્યાર પછી તે મૂળને તમારા પર્સમાં અથવા પૈસા રાખવાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારું દેવું ધીરે ધીરે ઓછું થવા લાગે છે.

લગ્ન માટે કરો આ ઉપાય: જે યુવાઓના કોઈ કારણસર લગ્ન નથી થઈ રહ્યા તો તેઓ હરસિંગારના ફૂલનો ઉપાય કરી શકે છે. તે માટે તમે હરસિંગારના 7 ફૂલો એકઠા કરો અને તેને નારંગી રંગના કપડામાં બાંધી લો. ત્યાર પછી તે કપડાને માતા લક્ષ્મીની મૂર્તિની સામે રાખી દો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી લગ્નના યોગ બને છે.