ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાની બેટિંગ અને બોલિંગના દમ પર ઘણી વખત સામેની ટીમના સપના ચકનાચૂર કરી બતાવ્યા છે. તેમની ખતરનાક બોલિંગે દરેક વખતે દુશ્મનોના છગ્ગા છુડાવ્યા છે.
સારામાં સારા બેટ્સમેન પણ તેમની બોલિંગ જોઈને ગભરાઈ જાય છે. સ્પોર્ટ્સ હોય કે સ્ટાઈલ, હાર્દિક પંડ્યાએ ઓછા સમયમાં લોકોની વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. આટલું જ નહીં, હાર્દિક IPLમાં પણ પોતાની શાનદાર રમતના આધારે ભારતીય ક્રિકેટ ટીમના ફેવરિટ ખેલાડીઓમાં શામેલ થઈ ચુક્યા છે.
ઘણી વખત હાર્દિકની સરખામણી મહાન ક્રિકેટર કપિલ દેવ સાથે પણ કરવામાં આવે છે. સમયની સાથે હાર્દિકની રમત સારી થતી ગઈ અને IPLમાં ગુજરાતને જીત અપાવ્યા પછી તેમની સફળતા ખરેખર નોંધનીય છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે આ ખેલાડીની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. પરંતુ તેના સંઘર્ષ અને મહેનતે આજે તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે.
ગરીબીમાં મોટા થયા પંડ્યા બ્રધર્સ: આજના સમયમાં પંડ્યા ભાઈઓ એટલે કે હાર્દિક અને કૃણાલ પંડ્યાની લાઈફસ્ટાઈલ સૌથી મોંઘા સ્ટાર્સ જેવી છે. જો કે, એવું માનવામાં આવે છે કે બાળપણમાં તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. ઘરની મર્યાદિત આવકમાં બાળકોના સપના સાકાર કરવા પરિવારના સભ્યોએ શક્ય તમામ પ્રયત્નો કર્યા.
પિતાએ તેમના બંને પુત્રો હાર્દિક અને કૃણાલ પંડ્યાને તેમના લક્ષ્યો મેળવવા માટે ક્યારેય રોક્યા નથી. આટલું જ નહીં, હાર્દિકના સમર્પણને જોઈને ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કિરણ મોરેએ 3 વર્ષ સુધી તેમને પોતાની ક્રિકેટ એકેડમીમાં ફ્રીમાં ટ્રેનિંગ આપી.
ક્રિકેટ પ્રેમી હતા હાર્દિક પંડ્યાના પિતા: એ કહેવું ખોટું નહિં હોય કે, જો હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા ન હોત તો કદાચ તેમના બંને પુત્રો ભારત માટે રમવાનું સપનું જોઈ શક્યા ન હોત. હાર્દિકના પિતાને ક્રિકેટ સાથે ખૂબ લગાવ હતો.
પિતાએ બાળકોના સપના સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો કર્યો અને તમામ કામ છોડીને પુત્રોની કારકિર્દી માટે સુરતથી બરોડા જઈને સ્થાયી થઈ ગયા. માતા-પિતાની મહેનત રંગ લાવી અને હાર્દિક પંડ્યાને તેમની મહેનતનું ફળ અને મંઝિલ બંને એક સાથે મળી ગયા.
આજે હાર્દિક ભારતના સ્થાપિત ક્રિકેટરોમાં શામેલ થઈ ચુક્યા છે પરંતુ તેમનું જીવન અને જુસ્સો એ વાતના પુરાવા છે કે સપના જોનારાઓની મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી.