નાની સાથે શ્રીવલ્લી ગીત પર ખૂબ ડાંસ કર્યો હાર્દિક પંડ્યાએ, વીડિયો જોઈને અલ્લૂ અર્જુને કરી આ કમેંટ, જુવો વીડિયો

રમત-જગત

પુષ્પા પુષ્પરાજ મૈં ઝુકેગા નહિં સાલા, પુષ્પા નામ સુનકર ફ્લાવર સમજે ક્યા, ફાયર હૈ મૈં. આ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થઈ ચુક્યો છે. આ ડાયલોગ ‘પુષ્પા’ ફિલ્મનો છે જે દરેકની જીભ પર છે. ફિલ્મના ડાયલોગ્સની સાથે ફિલ્મના ગીત પણ સુપરહિટ થઈ ચુક્યા છે અને ફિલ્મ પણ બ્લોકબસ્ટર બની ચુકી છે.

ફિલ્મ ‘પુષ્પા’ તેલુગુ અને હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની મુખ્ય ભુમિકા વાળી આ ફિલ્મ એ 300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે અને બોક્સ ઓફિસ પર સફળતાના નવા ઝંડા લગાવ્યા છે. ફિલ્મના ગીત, ડાયલોગ પર ખૂબ વીડિયો બની રહ્યા છે અને ઘણી લોકપ્રિય હસ્તીઓ પણ ગીત, ડાયલોગ પર વીડિયો બનાવી રહી છે.

‘પુષ્પા’ ફિલ્મના ગીત અને ડાયલોગ પર ઘણા સેલેબ્સે વીડિયો બનાવ્યા છે. સાથે જ ક્રિકેટની દુનિયામાં ‘પુષ્પા’ની ગુંજ અત્યાર સુધી ખૂબ સંભળાઈ રહી છે અને હવે એકવાર ફરીથી એક લોકપ્રિય ક્રિકેટરે ‘પુષ્પા’ના એક ગીત પર ડાન્સ કરતા વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે ‘પુષ્પા’ના ‘શ્રીવલ્લી’ ગીત પર ડેવિડ વોર્નર, ડીજે બ્રાવો, સુરેશ રૈના જેવા ક્રિકેટરો ડાન્સ કરી ચુક્યા છે, જ્યારે હવે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ આ ગીત પર ડાન્સ કરતા એક વીડિયો શેર કર્યો છે.

સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા ખૂબ એક્ટિવ જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને લગભગ 20 મિલિયન લોકો ફોલો કરે છે. હાર્દિક પંડ્યા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ કરતા રહે છે. હાલમાં તેનો વીડિયો ખૂબ ચર્ચામાં છે જેમાં તે ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ડાન્સમાં હાર્દિકનો સાથે તેની નાની એ પણ આપ્યો છે અને તેના પર અલ્લુ અર્જુનની કમેંટ પણ આવી છે.

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા ભારતના એક સ્ટાર ક્રિકેટર છે. તે બોલિંગની સાથે જ પોતાની તાબડતોડ બેટિંગ માટે પણ જાણીતા છે. આ દિવસોમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા પંડ્યાએ તાજેતરમાં જ તેની નાની સાથે ડાન્સ કર્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. તેના ચાહકો તેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) 

હાર્દિક પંડ્યા પોતાની નાની સાથે ડાન્સ કરી રહ્યા છે. નાની સાથે ‘પુષ્પા’ના ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કરતા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે હાર્દિકે કેપ્શનમાં લખ્યું છે કે, “અમારી પોતની પુષ્પા નાની”. વીડિયો પોસ્ટ કરતી વખતે હાર્દિકે અલ્લુ અર્જુનને ટેગ પણ કર્યો છે. અલ્લુએ પણ હાર્દિકના વીડિયો પર કમેન્ટ કરી છે. અલ્લુએ કમેન્ટમાં લખ્યું છે કે, “અતિ સુંદર. તેના માટે મારો પ્રેમ અને સમ્માન. દિલ ખુશ કરનાર”.

સાથે જ વીડિયો જોયા પછી હાર્દિકની પત્ની અને અભિનેત્રી નતાશાએ પણ કમેન્ટ કરી છે. તેણે ‘ક્યુટેસ્ટ’ લખતા હાર્ટ ઈમોજી કમેન્ટ કર્યું છે. જ્યારે કૃણાલ પંડ્યાની પત્ની અને હાર્દિકની ભાભી પંખુડી શર્માએ વીડિયો પર હાર્ટ ઈમોજી કોમેન્ટ કર્યું છે.

સોશિયલ મીડિયા પર હાર્દિકનો આ વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં તેને 22 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ઇશાન કિશન અને કૃણાલ પંડ્યાએ પણ તેના પર હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યું છે.