હાર્દિક પંડ્યાની બાળપણની તસવીરો આવી સામે, જાણો કેવી રીતે એક સામાન્ય છોકરો બન્યો ઓલરાઉંડર ક્રિકેટર

રમત-જગત

હાર્દિક પંડ્યાને બાળપણમાં તેમના રંગના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકે આ માહિતી યુટ્યુબ શોના ઈન્ટરવ્યુ દરમિયાન આપી હતી. આ ઈન્ટરવ્યુ દરમિયાન હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પણ હાજર હતા. કૃણાલે એ પણ માન્યું હતું કે હાર્દિકને આ કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે હાર્દિકની તે આદતો વિશે પણ જણાવ્યું હતું, જેનાથી તેના ચાહકો અજાણ હતા.

હાર્દિક પંડ્યાને બાળપણથી જ અભ્યાસમાં મન લાગતું ન હતું. તેમણે 9મી પછી પરિવારના સભ્યોને સ્પષ્ટ કહી દીધું હતું કે તે માત્ર ક્રિકેટ પર ધ્યાન આપવા ઈચ્છે છે. ઘણી મીડિયા સંસ્થાઓ મુજબ, હાર્દિક પંડ્યા 9મા ધોરણની પરીક્ષા પાસ કરી શક્યા નથી અને તેથી જ તેમની શૈક્ષણિક લાયકાત માત્ર 8 પાસ છે.

બાળપણમાં હાર્દિકના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. ઘરની મર્યાદિત આવકમાં બાળકોના સપના સાકાર કરવા પરિવારના સભ્યોએ તમામ શક્ય પ્રયત્નો કર્યા.

પિતાએ તેમના બંને પુત્રો હાર્દિક અને કૃણાલ પંડ્યાને તેમના લક્ષ્યો મેળવવા માટે ક્યારેય રોક્યા નથી. આટલું જ નહીં, હાર્દિકની લગનને જોઈને ભૂતપૂર્વ વિકેટ કીપર બેટ્સમેન કિરણ મોરેએ તેને 3 વર્ષ સુધી પોતાની ક્રિકેટ એકેડમીમાં ફ્રીમાં ટ્રેનિંગ આપી.

એ કહેવું ખોટું નહિં હોય કે જો હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા ન હોત તો કદાચ તેના બંને પુત્રો ભારત માટે રમવાનું સપનું જોઈ શક્યા ન હોત. હાર્દિકના પિતાને ક્રિકેટ સાથે ખૂબ લગાવ હતો.

પિતાએ બાળકોના સપના સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો કર્યો અને તમામ કામ છોડી પુત્રોની કારકિર્દી માટે સુરતથી બરોડા આવીને સ્થાયી થઈ ગયા. માતા-પિતાની મહેનત રંગ લાવી અને હાર્દિક પંડ્યાને તેની મહેનત અને મંઝિલનું ફળ મળ્યું.

આજે હાર્દિક ભારતના સ્થાપિત ક્રિકેટરોમાં શામેલ થઈ ચુક્યા છે પરંતુ તેનું જીવન અને જુસ્સો એ વાતના પુરાવા છે કે સપના જોનારાઓની મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી.