હનુમાનજીની આ 3 ચીજો હંમેશા રાખો સાથે, સમસ્યાઓ રહેશે દૂર અને મળશે હનુમાનજીના આશીર્વાદ

ધાર્મિક

આ દુનિયામાં ભાગ્યે જ કોઈ હશે જેના જીવનમાં કોઈ સમસ્યા ન આવી હોય. દુ: ખ અને મુશ્કેલીઓ આવતી રહે છે. આવી સ્થિતિમાં, દરેકની બસ એ જ ઇચ્છા હોય છે કે આ સમસ્યાઓનું પટારો તેમનાથી જેટલો દૂર રહે તેટલો જ સારું. આવી સ્થિતિમાં હનુમાનજી તમારી મદદ કરી શકે છે. આ માટે તમારે હનુમાનજીની કેટલીક વિશેષ ચીજો હંમેશા તમારી સાથે રાખવી પડશે. તેનાથી હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.

હનુમાનજીનું લોકેટ: જો તમે ઇચ્છો છો કે હનુમાનજી હંમેશાં તમારી રક્ષા કરે, તો તમારે ગળામાં તેની તસવીર અથવા નામ વાળું લોકેટ પહેરવું જોઈએ. આ લોકેટ તમે મંગળવાર કે શનિવારે પહેરી શકો છો. તેને પહેરતા પહેલા લોકેટને હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને પૂજા જરૂર કરો. પછી જ્યારે આ લોકેટને ગળામાં પહેરો ત્યારે આ મંત્રનો જાપ કરો, ‘ૐ નમો હનુમાન વઝ્ર કા કોઠા, જિસમે પિંડ હમારા પૈઠા, ઈશ્વર કુંજી બ્રમ્હા તાલા, મેરે આઠો યામ ના યતિ હનુમંત રખવાલા ।’ આ લોકેટ પહેર્યા પછી હનુમાનજી હંમેશા તમારી રક્ષા કરશે. તમે કોઈ પણ દુર્ઘટનાનો શિકાર નહિં બનો અને સમસ્યાઓ પણ તમારાથી ઘણી દૂર રહેશે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. આ લોકેટને હંમેશા તમારા ગળામાં પહેરો.

હનુમાનના નામનો દોરો: પૂજાનો દોરો બજારમાંથી લઈ આવો. તેને તમે હનુમાનજીની આરતી કરતી વખતે પૂજા થાળીમાં રાખો. ત્યાર પહેલી આરતી હનુમાનજીને અને બીજી આ દોરાને આપો. ત્યાર પછી કંકુ, ચોખા અને અબીલથી આ દોરાની પૂજા કરો. હવે આ મંત્રનો જાપ કરતા દોરો તમારા કાંડા પર બાંધી દો, ‘નામ પાહરૂ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ । લોચન નિઝ ઝંત્રિત ઝાહિં પ્રાન કેહિં બાટ ॥’ જણાવી દઈએ કે આ તે જ મંત્ર છે જે સીતાજી લંકામાં પોતાના જીવની રક્ષા માટે જપ્યા કરતા હતા. આ દોરો હંમેશા તમારી દુશ્મનોથી રક્ષા કરશે. સાથે જ તમને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ કરશે. આ દોરાને તમે હંમેશા તમારા હાથમાં બંધો. જો દોરો બદલાવવો છે તો ફરીથી આ જ પ્રક્રિયા કરો.

બજરંગ બલિની તસવીર: આજના યુગમાં દરેક વ્યક્તિ ખિસ્સામાં પર્સ રાખે છે. સામાન્ય રીતે આ પર્સમાં તસવીર અથવા અન્ય ચીજો મૂકવાની જગ્યા પણ હોય છે. આવી સ્થિતિમાં તમે પોતના આ પર્સમાં હનુમાનજીની તસવીર સાથે રાખો. તેનાથી તમારા પૈસાની રક્ષા થશે અને તમારું નસીબ પણ મજબૂત બનશે. તમારા જીવનમાં ઘણી સારી તક મળશે. સાથે જ અ તમને સમસ્યાઓથી દૂર રાખશે. જ્યરે પણ તમને લાગે કે તમે મુશ્કેલીઓમાં છો અથવા કોઈ વિશેષ કર્યની શરૂઆત કરવા જોઈ રહ્યા છો ત્યારે તમારા પર્સમાં રાખેલી હનુમાનજીની આ તસવીર જોઈ લો. તમને સફળતા મળશે અને સમસ્યા પણ દૂર થઈ જશે.