હનુમાનજી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના છે દેવતા, જાણો કોણ-કોણ છે આ નવ નિધિ

ધાર્મિક

મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે જે કળિયુગમાં પણ પોતાના ભક્તોની પુકાર સૌથી ઝડપથી સાંભળે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ હનુમાનજીને સાચા મનથી યાદ કરે છે તેની મદદ માટે હનુમાનજી જરૂર આવે છે. હનુમાનજીના આશીર્વાદથી વ્યક્તિના જીવનના તમામ દુઃખ દૂર થાય છે. હનુમાનજી ભગવાન શિવના 11 મા અવતાર છે અને ભગવાન રામના પરમ ભક્ત છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમના દિવસે થયો હતો. એવું કહેવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે મહાબલી હનુમાનજીના માત્ર દર્શન કરવાથી જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માતા સીતાએ હનુમાનજીને આઠ સિધ્ધી અને નવ નિધિના આશીર્વાદ આપ્યા છે. આ કારણોસર તેઓ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દેવતા માનવામાં આવે છે. હનુમાન ચાલીસાની એક પંક્તિ “અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા” માં પણ તેનો ઉલ્લેખ છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા બજરંગબલીની આ નવ નિધિ કઈ-કઈ છે અને તેને મેળવ્યા પછી ક્યા ચમત્કાર થાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

પદ્મ નિધિ: જણાવી દઈએ કે હનુમાનજી પાસે જે પહેલી નિધિ છે તેના લાક્ષણોથી સંપન્ન મનુષ્ય સાત્વિક ગુણ યુક્ત થાય છે અને તેની કમાયેલી સંપત્તિ પણ સાત્વિક બને છે. સાત્વિક રીતે કમાયેલી સંપત્તિ ઘણી પેઢીઓ સુધી ચાલે છે. ઘણી પેઢીઓ સુધી પૈસાની અછત થતી નથી. આ પ્રકારનો મનુષ્ય સોના-ચાંદી રત્નોથી સંપન્ન થઈ જાય છે. આટલું જ નહીં તે ઉદારતાની સાથે દાન પણ આપે છે.

મહાપદ્મ નિધિ: જણાવી દઇએ કે આ નિધિ પણ પદ્મ નિધિની જેમ સાત્વિક છે, પરંતુ તેનો પ્રભાવ પેઢી દર પેઢી રહેતો નથી. જે વ્યક્તિ આ નિધિથી લક્ષિત હોય છે તે પોતાના સંગ્રહિત ધનનું ધાર્મિક સ્થળ પર દાન કરતા રહે છે.

નીલ નિધિ: આ નિધિમાં સત્વ અને રજ બંને ગુણો મિશ્રિત હોય છે. જણાવી દઇએ કે આ પ્રકારની નિધિ વેપાર દ્વારા જ મેળવી શકાય છે. જે વ્યક્તિ આ નિધિથી સંપન્ન હોય છે તેની પાસે બંને ગુણોની પ્રાધાનતા હોય છે. આ નિધિમાં તેમની સંપત્તિ ત્રણ પેઢી સુધી ચાલે છે.

મુકુંદ નિધિ: બજરંગબલીજીની આ નિધિમાં, રજો ગુણની પ્રાથમિકતા રહે છે. આ કારણોસર તેને રાજવી સ્વભાવવાળી નિધિ પણ કહેવામાં આવે છે. આ નિધિથી સંપન્ન મનુષ્ય કે સાધુનું મન ભોગમાં લાગેલું રહે છે. આ નિધિ એક પેઢી પછી સમાપ્ત થઈ જાય છે.

નંદા નિધિ: આ નિધિમાં રઝ અને તમ ગુણોનું મિશ્રણ છે. એવું માનવામાં આવે છે કે આ નિધિની અસરથી સાધુને લાંબુ આયુષ્ય અને ધીમી પ્રગતિ મળે છે. જો કોઈ વ્યક્તિ આ નિધિથી ભરપુર છે તો તે પોતાની પ્રસંશાથી ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે.

મકર નિધિ: મકરારા નિધિને તામાસી નિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ આ નિધિથી ભરપુર હોય છે તે અસ્ત્રો અને શસ્ત્રો વગેરે એકત્રિત કરનાર હોય છે. આવી વ્યક્તિનો રાજા અને શાસનમાં હસ્તક્ષેપ હોય છે. આ વ્યક્તિ યુદ્ધમાં દુશ્મનો પર હંમેશા ભારે રહે છે.

કચ્છપ નિધિ: જે વ્યક્તિ આ નિધિથી યુક્ત હોય છે, તે પોતાની સંપત્તિને હંમેશા છુપાવીને રાખે છે. વ્યક્તિ તેની સંપત્તિને ઉપયોગ પોતે જ કરે છે.

શંખ નિધિ: જે વ્યક્તિ શંખ નિધિથી યુક્ત હોય છે, તે વ્યક્તિ પૈસાનો ઉપયોગ પોતાના સુખ માટે જ કરે છે, જેના કારણે પરિવાર ગરીબીમાં જીવન પસાર કરે છે.

ખર્વ નિધિ: આ નિધિને મિશ્રિત નિધિ પણ કહેવામાં આવે છે. નામ અનુરૂપ આ નિધિથી સંપન્ન વ્યક્તિ અન્ય આઠ નિધિઓનું મિશ્રણ છે. જે વ્યક્તિ આ નિધિથી ભરપુર હોય છે. તે મિશ્રિત સ્વભાવના કહેવામાં આવે છે.