હંસની એક તસવીર તમને બનાવી શકે છે ધનવાન, બસ કરવાનું રહેશે આ નાનું કામ

ધાર્મિક

ઘર હોય કે ઓફિસ-દુકાન વાસ્તુ શાસ્ત્ર દરેક જગ્યાની સમસ્યાઓ હલ કરે છે. તેમાં અનેક પ્રકારના ઉપાય તમારા જીવનની સમસ્યાને સમાપ્ત કરવા માટે જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને હંસ સાથે જોડાયેલા વાસ્તુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. હંસ એક એવું પક્ષી છે જેને વાસ્તુ શાસ્ત્રમાં હંમેશાં પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ હંસનું સ્વરૂપ લઈ ચુક્યા છે. સાથે જ માતા સરસ્વતીનું વાહન પણ હંસ છે.

વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો હંસની તસવીર અથવા શોપીસને ઘર ઓફિસ અથવા દુકાનમાં રાખવું શુભ માનવામાં આવે છે. આ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુનો લાભ લેવા માટે તમે હંસની તસવીર અથવા શોપીસ કઈ રીતે લગાવી શકો છો.

જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો, અથવા પૈસામાં વધારો કરવા ઈચ્છો છો, તો હંસની મોટી તસવીર ગેસ્ટ રૂમમાં લગાવી દો. તેનાથી તમારા ઘરમાં પૈસાની આવકમાં વધારો થવા લાગશે. તમારા ઘરે પૈસા વધુ સમય સુધી ટકી રહેશે.

ઘરની નકારાત્મક ઉર્જા જ તમારા પૈસાના નુક્સાનનું કારણ બને છે. આવી સ્થિતિમાં ઘર, ઓફિસ અથવા દુકાનમાં હંસની તસવીર લગાવીને તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. આ તસવીર સકારાત્મક ઉર્જાના સ્તરમાં વધારો કરશે. એકવાર તમારા ઘર, ઓફિસ, દુકાનમાં સકારાત્મક ઉર્જા વધશે તો માતા લક્ષ્મી આકર્ષિત થઈને ત્યાં પ્રવેશ કરશે. આ રીતે તમારી પૈસા સંબંધિત સમસ્યા સમાપ્ત થઈ જશે.

ઓફિસમાં અથવા ઘરે હંસની તસવીર લગાવવાથી મન પ્રસન્ન થાય છે. આપણને નકારાત્મક વિચારો નથી આવતા. મનમાં માત્ર સકારાત્મક ચીજો જ આવે છે. તેની અસર આપણા સારા સ્વાસ્થ્ય અને કામ તરફ વધુ ધ્યાન આપવા જેવી ચીજો પર પડે છે.

જો બાળકોનું અભ્યાસમાં વધારે મન ન લાગે તો તેના સ્ટડી ટેબલ પર હંસની તસવીર અથવા શોપીસ રાખી દો. તેનાથી તેના મન અને રૂમ બંનેમાં સકારાત્મક ઉર્જા આવશે. તેનું મન અભ્યાસમાં વધુ લાગશે. તેઓ વ્યર્થ વાતોમાં પોતાનો સમય બરબાદ કરશે નહિં.

બેડરૂમમાં પણ હંસની તસવીર લગાવી શકાય છે. આ માટે તમે હંસની જોડી વાળી તસવીર જ પસંદ કરો છો. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. ઘરના હોલમાં સફેદ હંસની વિશાળ તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હંસ સંપત્તિનું પ્રતીક છે. તેની તસવીર લગાવવાથી ઘરમાં પૈસા આવવા લાગે છે. તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ હંસની તસવીર લગાવે છે. તેનાથી ધનની દેવી આર્થિક લાભ આપે છે.