સુંદરતાની બાબતમાં યો-યો હની સિંહની પત્ની દરેક અભિનેત્રીને આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

Uncategorized

ઘણાં સિંગર રેપર્સ છે જેમણે પોતાની શ્રેષ્ઠ સિંગિંગથી લોકોને ડાંસ કરવા માટે મજબૂર કર્યા છે તે જ શ્રેષ્ઠ સિંગરમાંથી એક યો-યો હની સિંહનું નામ આવે છે જેમણે હાઈ હિલ્સ, બ્લૂ આઈસ, ડોપ શોપ, લુંગી ડાન્સ, દેશી કલાકાર, અંગ્રેજી બીટ જેવા એકથી એક ચઢિયાતા સોંગ બનાવ્યા છે. જે ગીત પર માત્ર દેશ જ નહિં પરંતુ દુનિયાભરના લોકો ડાંસ કરવા માટે મજબૂર થઈ ગયા છે. આ સોંગને કારણે હનીસિંહને ઘણી ઓળખ મળી છે. જોકે મોટાભાગના લોકો યો-યો હની સિંહ વિશે જાણે છે પરંતુ ઘણા ઓછા લોકો હની સિંહની પર્સનલ લાઈફ વિશે પણ જાણતા હશે. જણાવી દઈએ કે હની સિંહ પરણિત છે અને તેની પત્ની તેની સ્કૂલના સમયનો પ્રેમ છે. આજે આપણે હની સિંહની પત્ની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જો આપણે હની સિંહની પત્ની વિશે વાત કરીએ તો હની સિંહની પત્ની ખૂબ જ સુંદર છે હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે શાલિની ભારતના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર અને સિંગર યો યો હની સિંહની પત્ની છે. હની સિંહ અને શાલિનીએ તેનો સ્કૂલનો અભ્યાસ સાથે પૂર્ણ કર્યો છે. અને આ બંને એક સારા મિત્રો પણ છે, આટલું જ નહીં તે બંને સ્કૂલના સમયથી જ એકબીજાને પસંદ કરે છે અને એકબીજાને ડેટ પણ કરતા રહ્યા છે.

હની સિંહ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટન ચાલ્યો ગયો હતો, પરંતુ બ્રિટન ગયા પછી પણ હની સિંહ શાલિનીને ભૂલી શક્યો નહીં. જ્યારે હનીસિંહને સફળતા મળી અને તે આખા દેશમાં પ્રખ્યાત થયા ત્યાર પછી તેણે શાલિની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ પોતાના લગ્નની વાત હની સિંહે દુનિયાથી છુપાવીને રાખી હતી કારણ કે તે ઈચ્છતા ન હતા કે તેના લગ્નની જાણ કોઈને પણ થાય તેનાથી હની સિંહની લોકપ્રિયતા છોકરીઓની વચ્ચે ઓછી થઈ જાત.

યો-યો હની સિંહ અને શાલિનીએ 23 જાન્યુઆરી, 2011 ના રોજ લગ્ન કર્યા હતા શાલિની દિલ્હીના એક પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. હનીસિંહે શીખ પરંપરા સાથે લગ્ન કર્યા છે, બંનેના લગ્ન દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં થયા હતા. હની સિંહે તેના શો ઈંડિયન રોક સ્ટાર દરમિયાન દુનિયા સાથે પોતાની પત્નીનો પરિચય કરાવ્યો હતો. ભાગ્યે જ કોઈ હશે જે આ પહેલા તેની પત્ની વિશે જાણતા હશે.

હનીસિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેની પત્ની શાલિનીને તેના સોંગ પસંદ નથી. તેમણે આગળ કહ્યું કે શાલિનીને મારા સોંગ બિલકુલ પસંદ નથી. મને લાગે છે કે તે આ સોંગને નફરત કરે છે, પરંતુ શાલીનીએ ક્યારેય આવું મને કહ્યું નથી. શાલિની મોટાભાગે રોમેંટિક ગીત સાંભળવા પસંદ કરે છે. જે મે અત્યાર સુધીમાં ગાયા નથી.