આ કારણે કરવામાં આવે છે શિવલિંગની અડધી પરિક્રમા, જલાધારીને ઓળંગવાથી લાગે છે પાપ

ધાર્મિક

પૂજા દરમિયાન પરિક્રમા જરૂર કરવામાં આવે છે. ઘણા લોકો ભગવાનની મૂર્તિની પરિક્રમા કરે છે. જ્યારે કેટલાક લોકો મંદિરની પરિક્રમા કરે છે. એવું માનવામાં આવે છે કે પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં પરિક્રમાનું મહત્વ વર્ણવતા એક શ્લોક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પરિક્રમાના દરેક પગલા પર જાણતા-અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે.

પરિક્રમા કરવા સાથે ઘણા નિયમો પણ જોડાયેલા છે. બધા દેવી-દેવતાઓ અને મંદિરની પૂર્ણ પરિક્રમા કરવામાં આવે છે. જ્યારે શિવલિંગની અડધી પરિક્રમા કરવામાં આવે છે. શિવલિંગની પરિક્રમાને શાસ્ત્ર સંવત માનવામાં આવે છે અને તેને ચંદ્રકાર પરિક્રમા કહેવામાં આવે છે.

આ કારણે કહેવાય છે ચંદ્રકાર પરિક્રમા: શિવલિંગની પરિક્રમા દરમિયાન તેમની જલાધારી સુધી જઈને ત્યાંથી પરત ફરવાનું હોય છે. આવી સ્થિતિમાં આ પરિક્રમા અર્ધ-ચંદ્રનો આકાર બનાવે છે. જેના કારણે આ પરિક્રમાનું નામ ચંદ્રકાર પરિક્રમા રાખવામાં આવ્યું છે. આ પરિક્રમા સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. જે નીચે મુજબ છે. શિવલિંગની પરિક્રમા હંમેશાં ડાબી બાજુથી કરવામાં આવે છે અને જલધારીથી પરત જમણી તરફ વળવું પડે છે.

જ્યારે પણ શિવલિંગની પૂજા કરવામાં આવે છે ત્યારે જલાધારીને ઓળંગવામાં આવતી નથી અને જલધારી સુધી પહોંચ્યા પછી આ પરિક્રમા પૂર્ણ થાય છે. જ્યોતિષવિદ્યા મુજબ શિવ પુરાણમાં શિવલિંગની અડધી પરિક્રમા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવલિંગને શિવ અને શક્તિ બંનેની સંયુક્ત ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગ પર સતત જળ ચળાવવામાં આવે છે. આ જળ ખૂબ જ પવિત્ર હોય છે. જે માર્ગથી જળ નિકળે છે, તેને નિર્મલી, સોમસૂત્ર અને જલાધારી કહેવામાં આવે છે.

શિવલિંગ પર ચળાવવામાં આવેલા જળમાં શિવ અને શક્તિની ઉર્જાના ભાગો ભળી જાય છે. આવી સ્થિતિમાં જલાધારીને ઓળંગવાથી આ ઉર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે વીર્ય અને લોહી સંબંધિત શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી શાસ્ત્રોમાં જલાધારીને ઓળંગવાની મનાઈ કરવામાં આવી છે.

જલાધારીને ઓળંગવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. વૈજ્ઞાનિક અનુસાર શિવલિંગ ઉર્જા શક્તિનો ભંડાર છે. તેની આસપાસના ક્ષેત્રોમાં રેડિયો એક્ટિવ તત્વોના ભાગ મળી આવે છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે શિવલિંગની આસપાસના વિસ્તારોમાં રેડિયેશન હોય છે. આવી સ્થિતિમાં શિવલિંગ પર ચળાવેલા જળમાં એટલી ઉર્જા હોય છે કે તેને ઓળંગવાથી વ્યક્તિના શરીરને નુકસાન થાય છે અને તે બીમાર થઈ જાય છે.

આ સ્થિતિમાં કરી શકો છો આખી પરિક્રમા: પંડિતો અનુસાર જે મંદિરમાં શિવલિંગ પર ચળવેલું જળ સીધુ ભૂમિમાં ચાલ્યું જાય છે. ત્યાં આખી પરિક્રમા કરી શકાય છે. આ ઉપરાંત જો જલાધારી ઢાંકેલી હોય તો આવી સ્થિતિમાં પણ શિવલિંગની આખી પરિક્રમા કરી શકાય છે. આ પરિક્રમા કરવાથી જલાધારીને ઓળંગવાનું પાપ લાગતું નથી. હવે તમે જ્યારે પણ શિવલિંગની પૂજા કરો ત્યારે આ નિયમોનું ધ્યાન જરૂર રાખો.