માથા પર ટાલ ન હોવ છતા પણ રાકેશ રોશન માથા પર નથી રાખતા વાળ, તેની પાછળ છે ખૂબ જ રસપ્રદ કિસ્સો, જાણો અહીં

બોલિવુડ

રાકેશ રોશન બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રહી ચુક્યા છે. જોકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો તરીકે તે વધારે કમાલ કરી શક્યા નહિં, પરંતુ નિર્દેશક તરીકે તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમના સમયમાં રાકેશ રોશનનું નામ ઈન્ડસ્ટ્રીના સૌથી હેંડસમ અભિનેતાઓમાં શામેલ હતું. રાકેશ રોશન હવે બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક છે. તેમણે કોઈ મિલ ગયા, કહો ના પ્યાર હૈ, ક્રિશ, ક્રિશ 3, કોયલા અને ખુદગર્ઝ જેવી ઘણી સુપર હિટ ફિલ્મો બનાવી છે.

જ્યારે રાકેશ રોશન ફિલ્મોમાં કામ કરતા હતા, ત્યારે તેના માથા પર કાળા અને સુંદર વાળ હતું, પરંતુ નિર્દેશક બનતાંની સાથે જ તેના બધા વાળ ગાયબ થઈ ગયા. આખરે આવું શા માટે બન્યું? જણાવી દઈએ કે ઉંમર સાથે ટાલ પડવાને કારણે રાકેશ રોશને પોતાના વાળ ગુમાવ્યા નથી, પરંતુ તેની પાછળ એક ધાર્મિક માન્યતા છે.

ખરેખર વર્ષ 1987 માં રાકેશ રોશનની ફિલ્મ ‘ખુદગર્ઝ’ આવી હતી. નિર્દેશક તરીકેની આ તેમની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મની સફળતા માટે રાકેશ રોશને તિરૂપતિ બાલાજીની માનતા કરી હતી. તેમણે માનતા કરી હતી કે જો તેમની આ ફિલ્મ હોટ સાબિત થશે તો તે બાલાજીને પોતાના વાળ દાનમાં આપશે.

31 જુલાઈ 1987 ના રોજ ફિલ્મ ‘ખુદગર્ઝ’ રિલીઝ થઈ અને તે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. ફિલ્મની સફળતા પછી, તેમની માનતાને યાદ રાખીને, રાકેશ રોશન તિરૂપતિ બાલાજી ગયા અને તેના બધા વાળ દાન કર્યા. રાકેશ રોશનની પત્ની પિંકી પણ તેમની માનતા વિશે જાણતી હતી. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મ હિટ બની હતી, ત્યારે પત્નીએ જાતે જ તેમને તેમની માનતા યાદ અપાવી હતી.

લાંબા સમય પછી રાકેશ રોશન આખરે તિરૂપતિ ગયા અને વાળનો ત્યાગ કર્યો. આ પછી રાકેશ રોશનની બીજી ફિલ્મ ‘ખુન ભરી માંગ’ આવી અને તે પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ. તેની બીજી ફિલ્મની સફળતા જોઈને અભિનેતાએ ભગવાન સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે તે હવે હંમેશા માટે ગંજા રહેશે અને ત્યાર પછી એક્ટર હંમેશા ગંજા જોવા મળ્યા છે.

આ પછી રાકેશ રોશનની અન્ય ફિલ્મ સુપરહિટ રહી, ત્યાર પછી તેને ખાતરી થઈ ગઈ કે તેમનું ગંજા રહેવું જ તેના માટે ભાગ્યશાળી છે. ત્યારથી લઈ આજ સુધી નિર્માતા તે જ લુકમાં જોવા મળે છે. તો કંઈક આવી રીતે શરૂ થઈ રાકેશ રોશનની નિર્દેશક તરીકેની સ્ટોરી, જે આજ સુધી ચાલુ છે. તે ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કરી ચુક્યા છે.

આ દિવસોમાં રાકેશ રોશન ‘ક્રિશ’ ફ્રેન્ચાઇઝી ‘ક્રિશ 4’ પર કામ કરી રહ્યા છે. ફરી એકવાર આ ફિલ્મમાં અભિનેતા રિતિક રોશન જોવા મળશે. ફિલ્મની સ્ક્રીપ્ટ પૂર્ણ થતાંની સાથે જ શૂટિંગ શરૂ થશે. જણાવી દઈએ કે ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’ બંનેએ મોટા પડદે ધમાલ મચાવી હતી, જોકે ચાહકોને ‘ક્રિશ 4’ સાથે ઘણી આશાઓ છે. તે એક મોટા બજેટની ફિલ્મ હશે, જેના માટે એક્શન સીન માટે હોલીવુડથી એક્શન ડિરેક્ટરને લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.