આ બિમારીને કરણે 150 કિલોનો થઈ ગયો હતો અર્જુન કપૂર, માતા-પિતાના છુટાછેડાને કારણે જોયા હતા સૌથી ખરાબ દિવસો

બોલિવુડ

હિન્દી સિનેમાના જાણીતા અને હેન્ડસમ અભિનેતા અર્જુન કપૂર આજે તેનો 36 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 26 જૂન 1985 માં અર્જુન કપૂરનો જન્મ મુંબઇમાં થયો હતો. તેના પિતા બોની કપૂર હિન્દી સિનેમાના જાણીતા ફિલ્મ મેકર છે. બીજી તરફ દિગ્ગઝ અભિનેતા અનિલ કપૂર અર્જુન કપૂરના કાકા લાગે છે. જ્યારે અભિનેતા સંજય કપૂર અર્જુનના નાના કાકા છે.

અર્જુન કપૂરને ઘરમાં શરૂઆતથી જ ફિલ્મી વાતાવરણ મળ્યું છે અને તેના કારણે તેણે ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનું પણ નક્કી કર્યું હતું. તેની ફિલ્મો કરતાં વધુ અર્જુન ઘણીવાર તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. અર્જુનને નાનપણમાં જ તે સમયે ખૂબ મોટું દુઃખ સહન કરવું પડ્યું હતું જ્યારે તેની માતા મોના શૌરી કપૂર અને પિતા બોની કપૂરના છૂટાછેડા થયા હતા. માતાપિતાના છૂટાછેડા દરમિયાન અર્જુન માત્ર 11 વર્ષનો હતો. ત્યાર પછી મોનાએ તેમનો એકલા ઉછેર કર્યો.

અર્જુન કપૂર લાંબા સમયથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યો છે. પરંતુ આજે પણ ઈન્ડસ્ટ્રીમાં તેમને એક મોટી ઓળખની શોધ છે. તેની ઘણી ફિલ્મ આજ સુધી બોક્સ ઓફિસ પર મોટું કામ કરી શકી નથી. ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી અર્જુન કપૂરે પોતાનું વજન અનેક કિલો ઘટાડ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે અર્જુન કપૂરનું વજન 150 કિલો સુધી હતું. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના માતાપિતાના છૂટાછેડાને કારણે તેમને ખૂબ દુઃખ પહોંચ્યું હતું અને તે આ ગમને ભુલાવવા માટે ખૂબ ખાધા કરતા હતા.

અર્જુને એકવાર પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જ્યારે મારા માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા, ત્યારે મને ખોરાકમાં આરામ મળ્યો. મને ઈમોશનલ ઝટકો લાગ્યો હતો, તેથી મેં ભોજનની મજા માણવાનું શરૂ કર્યું. તે સમયે ભારતમાં ફાસ્ટ ફૂડનું કલ્ચર આવ્યું હતું, તેથી હું દબાવીને ખાવા લાગ્યો. તે સમયે પોતાને રોકવા મુશ્કેલ હતું કારણ કે એક હદ પછી તમને કોઈ રોકી શકતું નથી. જો તમારી માતા તમને પ્રેમ કરે છે તો તે પણ તમને રોકતી નથી. કહે છે કે આ ઉંમર ખાવાની છે, તે ઠીક છે. હું એક એવા તબ્બક્કા પર પહોંચી ગયો હતો જ્યારે મને અસ્થમા થઈ ગયો હતો, મારા શરીરમાં ઈંઝરી થઈ ગઈ હતી અને જ્યારે મારી ઉંમર 16 વર્ષની હતી તો મારું વજન 150 કિલો સુધી પહોંચી ગયું હતું. વધુ વજન અને અસ્થમા હોવાને કારણે હું 10 સેકન્ડ પણ દોડી શકતો ન હતો.

અર્જુન કપૂરે ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે અભિનેતા સલમાન ખાને તેમને વજન ઓછું કરવાની સલાહ આપી હતી. સલમાને અર્જુનને કહ્યું કે જો તે તેનું વજન ઓછું કરી લેશે તો તે હીરો બની શકે છે. ત્યાર પછી અર્જુને તેના શરીર પર કામ કરવાનું શરૂ કર્યું અને તેનું વજન અનેક કિલો ઘટાડ્યું. બોલિવૂડમાં અભિનેતા તરીકે કામ કરતા પહેલા અર્જુને આસિસ્ટંટ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર તરીકે પણ કામ કર્યું હતું.

અર્જુને વર્ષ 2012 માં ફિલ્મ ‘ઇશાકઝાદે’થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેણે મુબારકાં, તેવર, સંદીપ ઔર પિંકી ફરાર, ઔરંગઝેબ, ઈંડિયાઝ મોસ્ટ વોન્ટેડ, સરદાએ કા ગ્રેંડસન, હાફ ગર્લફ્રેન્ડ, 2 સ્ટેટસ, કી એન્ડ કા, ગુંડે અને પાનીપત જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.