આ અજીબોગરીબ આદતોમાં ફસાયેલો રહે છે દેશનો સૌથી અમીર અંબાણી પરિવાર, જાણીને નહિં આવે વિશ્વાસ

વિશેષ

અંબાણી પરિવાર ભારતનો સૌથી અમીર પરિવાર છે. સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી ભારત અને એશિયાની સાથે દુનિયાના સૌથી અમીર લોકોમાં પોતાનું સ્થાન ધરાવે છે. અંબાણી પરિવાર પોતાની સંપત્તિ ઉપરાંત દરેક ચીજને લઈને ચર્ચામાં રહે છે.

અંબાણી પરિવારની અમીરી અને પરિવારના સભ્યોના શોખ કોઈથી છુપાયા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને અંબાણી પરિવારના સભ્યોના કેટલાક મજેદાર અથવા રસપ્રદ શોખ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. તો ચાલો આજે જાણીએ અંબાણી પરિવારની કેટલીક આવી જ આદતો વિશે.

નીતા અંબાણી રિપીટ નથી કરતી જૂતા: નીતા અંબાણી જૂતા રિપીટ નથી કરતી. તેનો અર્થ એ છે કે નીતા એક વખત જે જૂતા પહેરે છે તે બીજી વખત નથી પેરતી. નીતા અંબાણી પોતાના કપડા રિપીટ કરે છે પરંતુ પોતાના જૂતા બીજી વખત રિપીટ નથી કરતી.

તે પ્રાડા, જીમી ચૂ, મર્લિન, પાદ્રો જેવી વિદેશી અને મોંઘી બ્રાન્ડના શૂઝ પહેરે છે. જોકે તમને જણાવી દઈએ કે નીતા અંબાણી સુંદરતાની બાબતમાં ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે. તેના કપડા પણ હંમેશા ચર્ચામાં રહે છે.

ડેટ નાઈટ પર જાય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણી: આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી ડેટ નાઈટ પર પણ જાય છે. જો કે મુકેશ અંબાણી પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે. જો કે, અઠવાડિયામાં એક દિવસ સમય કાઢીને તે પત્ની નીતા સાથે સ્ટ્રીટ ફૂડની મજા લે છે અને ક્યારેક રેસ્ટોરન્ટમાં પણ જાય છે. કહેવાય છે કે કપલને દાળ, ભાત અને રોટલી વગેરે જેવા સાદા ખોરાક પસંદ છે.

અંબાણીના બાળકોના સીક્રેટ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ: નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ત્રણ બાળકો પુત્રી ઈશા અંબાણી અને બંને પુત્રો આકાશ અને અનંત અંબાણીના પણ ઈન્સ્ટાગ્રામ પર સીક્રેટ્સ એકાઉન્ટ પણ છે.

પાર્ટીની શોખીન છે અંબાણી પરિવારની પુત્રી ઈશા: અંબાણી પરિવાર મોટી અને મોંઘી પાર્ટીઓ આપવા માટે પણ પ્રખ્યાત છે અને નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી પાર્ટી કરવાની ખૂબ શોખીન છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં ઈશાના લગ્નની પાર્ટીને ‘પાર્ટી ઓફ ધ યર’ પણ કહેવામાં આવી હતી. ઈશા અવારનવાર બોલિવૂડ સેલેબ્સ સાથે પાર્ટીઓમાં પણ જોવા મળે છે.