ગુરુ રંધાવા પાસે છે લક્ઝરી કારની લાઈન, આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક છે સિંગર ગુરુ રંધાવા

બોલિવુડ

ગુરુ રંધાવા એક પ્રખ્યાત પંજાબી અને બોલિવૂડ સિંગર છે. ગુરુ રંધાવાએ પોતાની કળાના આધારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં નામ કમાવ્યું છે. ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યાના થોડા વર્ષોમાં જ ગુરુ સિંગિંગની દુનિયામાં મોટું નામ બની ગયા છે. તેના ચાહકોની સંખ્યા લાખો અને કરોડોમાં છે.

ગુરુ રંધાવા પોતાના શ્રેષ્ઠ ગીત માટે ચર્ચામાં રહે છે. માહિતી માટે જણાવી દઈએ કે ગુરુ રંધાવા એક સિંગર હોવાની સાથે ગીતકાર અને સંગીતકાર પણ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2013માં કરી હતી. ટૂંક સમયમાં જ તે સિંગિંગના ક્ષેત્રમાં લોકપ્રિય બની ગયા હતા. આજે તેમને ભારતની સાથે જ વિદેશમાં પણ ઓળખવામાં આવે છે.

ગુરુ રંધાવાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. તેમના ગીતને ખાસકરીને યુવા વર્ગ ખૂબ પસંદ કરે છે. ગુરુ રંધાવા આજે એક લક્ઝરી જીવન જીવે છે. તેમની પાસે સુખ સુવિધાની દરેક ચીજો છે. તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અને તેમની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.

ગુરુ રંધાવા પોતાના કામથી લાખો રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમની પાસે લગભગ 29 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે મ્યુઝિક કંપોઝ કરવાની સાથે, સ્ટેજ પરફોર્મન્સમાંથી પણ સારી કમાણી કરી લે છે. 29 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક ગુરુ દર વર્ષે 3 કરોડ રૂપિયાની કમાણી કરે છે. આ હિસાબે ગુરૂ દર મહિને 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.

ગુરુને લક્ઝરી અને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેની ઝલક તેના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે. ગુરુના કાર કલેક્શનની વાત કરીએ તો, તેમની પાસે મર્સિડીઝ સી ક્લાસ, બીએમડબલ્યુ જીટી, રેન્જ રોવર ઇવોક, ડોજ ચેલેન્જર એસઆરટી, લેમ્બોર્ગિની જેવી ઘણી કાર છે. આ દરેક કાર ખૂબ જ મોંઘી અને લક્ઝરી છે. ગુરુ રંધાવાએ તાજેતરમાં જ ગુરુગ્રામમાં એક લક્ઝુરિયસ ઘર પણ ખરીદ્યું છે, જેની કિંમત કરોડોમાં જણાવવામાં આવે છે.

જણાવી દઈએ કે ગુરુ માત્ર મ્યુઝિક વીડિયો પર જ કામ નથી કરતા, પરંતુ તે ઘણી ફિલ્મોમાં પણ ગીતો ગાઈ ચુક્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ લોકપ્રિય સિંગરની જોરદાર ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર ગુરુને લગભગ 30 મિલિયન લોકો ફોલો કરે છે.

નોંધપાત્ર છે કે હાલમાં એ પ્રકારના સમાચાર ખૂબ ચાલી રહ્યા છે કે ગુરુ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ બંને દરિયા કિનારે મસ્તી કરતા જોવા મળ્યા છે.