ગુરુ રંધાવા એ કરી આ મિસ્ટ્રી ગર્લ સાથે સગાઈ, જાણો અહીં કોણ છે આ મિસ્ટ્રી ગર્લ

Uncategorized

બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી લગ્નની સીઝન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા કલાકારો લગ્ન કરી ચૂક્યા છે. હાલમાં જ બોલીવુડના જાણીતા નિર્દેશક અલી અબ્બાસ ઝફરે તેની ગર્લફ્રેન્ડ એલીસિયા ઝફર સાથે લગ્ન કર્યા છે, જ્યારે હવે પોલીવુડ (પંજાબી ઇન્ડસ્ટ્રી) ના પ્રખ્યાત સિંગર ગુરુ રંધાવા સગાઈ કરી ચૂક્યા છે, સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે. ગુરુની તાજેતરની પોસ્ટ પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે સગાઈ કરી લીધી છે.

સિંગર ગુરુ રંધાવાએ તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેને જોઈને આવી વાતો કરવામાં આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે તેમણે સગાઈ કરી લીધી છે તો કોઈ કહી રહ્યું છે કે તે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. તેણે એક મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર શેર કરી છે.

જણાવી દઈએ કે ગુરુ રંધાવાએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર તસવીર શેર કરી છે. તે કોઈ છોકરીનો હાથ પકડેલા જોવા મળી રહ્યા છે અને બંને તસવીરમાં ખૂબ ખુશ થઈ રહ્યા છે. આ તસવીર શેર કરતી વખતે ગુરુએ લખ્યું છે કે, “નવું વર્ષ, નવી શરૂઆત”. પરંતુ આ તસવીરમાં મિસ્ટ્રી ગર્લનો ચેહરો જોવા મળી રહ્યો નથી.

આ તસવીરમાં તમે જોઈ શકો છો કો ગુરુ રંધાવા બ્લેક કુર્તા-પાયજામામાં છે અને મિસ્ટ્રી ગર્લ ઓરેન્જ હેવી સૂટમાં જોવા મળી રહી છે. ગુરુ દ્વારા સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતાંની સાથે જ તેના તમામ ચાહકોએ તેમને વિવિધ પ્રશ્નો પૂછવા લાગ્યા છે. આ તસવીર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે ગુરુની આ પોસ્ટ પર ચાહકો લગાતાર કમેંટ્સ કરી રહ્યા છે. ગુરુની આ સુંદર પોસ્ટને જોઈને ચાહકો અટકળો લગાવી રહ્યા છે કે, તેમણે એકમાંથી બે થવાનો નિર્ણય લઈ લીધો છે. ઘણા ચાહકોએ તેમને લગ્નની તારીખ પણ પૂછી લીધી છે.

ખાસ વાત એ છે કે ઘણા ચાહકોએ ગુરુને સગાઈ માટે અભિનંદન પણ આપ્યા છે. સાથે જ ઘણા લોકો કહે છે કે, ગુરુ રંધાવા ટૂંક સમયમાં લગ્ન પણ કરી શકે છે. જોકે આ બધી કમેંટ્સ વચ્ચે, ગુરુ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હવે ચાહકો સિંગરનું મૌન તોડવાની રાહ જોઈ રહ્યા છે.

જણાવી દઈએ કે, ગુરુએ થોડી કલાક પહેલા જ આ તસવીર શેર કરી છે અને એક હાર્ટ ઇમોજી પણ શેર કર્યું છે. જેના કારણે આવી અટકળો લગાવવી પણ વ્યાજબી છે. ગુરુ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એક્ટિવ રહેતા કલાકારોમાંના એક છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 2 કરોડ 20 લાખ ફોલોવર્સ છે. પંજાબી અને બોલિવૂડ સિંગર ગુરુ રંધાવાની આ પોસ્ટને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ચાહકો એમ પણ કહી રહ્યા છે કે, આ ગુરુ રંધાવાના નવા ગીતનો એક શોટ પણ હોઈ શકે છે. જોકે તે તો સમય જ બતાવી શકશે.

73 thoughts on “ગુરુ રંધાવા એ કરી આ મિસ્ટ્રી ગર્લ સાથે સગાઈ, જાણો અહીં કોણ છે આ મિસ્ટ્રી ગર્લ

Leave a Reply

Your email address will not be published.