એક સમયે મુંબઈમાં વોચમેન હતા ગુરમીત ચૌધરી, આ ટીવી શો એ બદલ્યું તેમનું નસીબ, જાણો તેમની સફળતાની સ્ટોરી

બોલિવુડ

ગુરમીત ચૌધરી ટીવી ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે જેમણે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. 22 ફેબ્રુઆરી 1984ના રોજ ભાગલપુરમાં જન્મેલા ગુરમીત ચૌધરીને સૌથી વધુ સફળતા ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘રામાયણ’થી મળી હતી. તેણે આ સિરિયલમાં રામનું પાત્ર નિભાવ્યું હતું. સાથે જ તેમની પત્ની દેબિના બેનર્જીએ સીતાનું પાત્ર નિભાવ્યું હતું. આ જોડીને આ સિરિયલ દ્વારા ઘર-ઘરમાં ઓળખ મળી હતી અને તેમને ઘણી લોકપ્રિય સિરિયલ ઓફર કરવામાં આવી હતી. ચાલો જાણીએ ગુરમીત ચૌધરીના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરી બાળપણથી જ અભિનેતા બનવા ઈચ્છતા હતા આવી સ્થિતિમાં તે ખૂબ જ નાની ઉંમરમાં મુંબઈ તરફ વળ્યા હતા. પરંતુ અહીં તેને કામ માટે ખૂબ ભટકવું પડ્યું. આ દરમિયાન તેમને વોચમેનની નોકરી મળી. ગુરમીત પોતાનું ગુજરાન ચલાવવા માટે આ નોકરી કરવા લાગ્યો. આર્મી પરિવારમાં જન્મેલા ગુરમીત ચૌધરીને અભિનેતા બનવા માટે જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો.

શરૂઆતમાં તેમણે મોડલિંગ પણ કર્યું હતું, તે દરમિયાન ગુરમીત ચૌધરી મિસ્ટર જબલપુરનો એવોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા. ત્યાર પછી તેમને પ્રખ્યાત ટીવી શો ‘રામાયણ’માં કામ કરવાની તક મળી જેમણે તેનું જીવન બદલી નાખ્યું. ત્યાર પછી ગુરમીત ચૌધરીએ ‘ગીત’, ‘પુનર્વિવાહ’, ‘મેરિડ અગેન’, ‘ફિયર ફેક્ટર’, ‘ખતરોં કે ખિલાડી’, ‘ઝલક દિખલાજા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘માયાવી’, ‘દિયા ઔર બાતી હમ’, ‘પ્યાર કી એક કહાની’ જેવી ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું.

તે પોતાની પત્ની સાથે ઘણી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે. ગુરમીત બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ગુરમીત ચૌધરીએ કહ્યું હતું કે, “સતત ત્રણ વર્ષ સુધી કામ કર્યા પછી મને લાગ્યું કે ફિલ્મમાં કામ કરવું જોઈએ અને આ દરમિયાન ઘણા લોકોએ મને કહ્યું કે તું ટીવી સ્ટાર છે. લોકો તમને ફ્રીમાં ટીવી પર જુવે છે, તો પછી શા માટે પૈસા આપીને તમને સ્ક્રીન પર જોવા આવશે.” જોકે બોલિવૂડ ફિલ્મોમાં પણ ગુરમીતને પસંદ કરવામાં આવ્યો.

જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરી અને દેબીનાએ વર્ષ 2006માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ત્યાર પછી, વર્ષ 2011 માં તેમણે ફરી એકવાર લગ્ન કર્યા જેમાં ટીવી દુનિયા સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. ગુરમીત ચૌધરી અને દેબીનાની પહેલી મુલાકાત વર્ષ 2006માં ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટ દરમિયાન થઈ હતી. ત્યાર પછી આ બંને એકબીજાના મિત્રો બની ગયા, ત્યાર પછી તેમણે ટીવી સીરિયલ રામાયણમાં કામ કર્યું.

આ સિરિયલમાં કામ કરતી વખતે તે બંનેનો પ્રેમ ખીલ્યો હતો. ત્યાર પછી તેમણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે ટૂંક સમયમાં જ ગુરમીત ચૌધરી પિતા બનવાના છે. તાજેતરમાં જ તેમણે ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં ગુરમીતે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે આ વાત જણાવવાથી હું નાનો નહિં થઈ જાઉં કે મે વોચમેનની નોકરી કરી છે પરંતુ તેનાથી તે ઘણા લોકોને પ્રેરણા મળી શકે છે જેઓ મુંબઈમાં પોતાના સપના પૂર્ણ કરવા આવે છે. કોઈ પણ કામ નાનું નથી હોતું. જો તાત્કાલિક સફળતા ન મળે તો આપણે નિરાશ ન થવું જોઈએ. સફળતા અને નિષ્ફળતા એક જ સિક્કાની બે બાજુ છે. જો તમે તમારી નિષ્ફળતાઓને યાદ રાખશો તો તમે તમારી સફળતાને સારી રીતે સંભાળી શકશો.”