ટીવી અભિનેતા ગુરમીત ચૌધરી એ પહેલી વખત બતાવી પુત્રીની ઝલક, ચાહકો એ લૂટાવ્યો પ્રેમ, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

નાના પડદાના લોકપ્રિય અભિનેતા ગુરમીત ચૌધરીના ઘરે તાજેતરમાં જ કિલકારીઓ ગૂંજી હતી. તાજેતરમાં જ તેમની પત્ની અને ટીવી અભિનેત્રી દેબિના બોનરજીએ પુત્રીને જન્મ આપ્યો હતો. જણાવી દઈએ કે 3 એપ્રિલના રોજ કપલના ઘરે પુત્રીનો જન્મ થયો છે.

ગુરમીત અને દેબીનાની પુત્રીના જન્મને એક અઠવાડિયું થઈ ગયું છે, જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી ચાહકોને પોતાની પુત્રીની ઝલક બતાવી નથી, પરંતુ તાજેતરમાં જ પોતાના ચાહકો માટે ગુરમીતે પોતાની પુત્રી સાથે જોડાયેલો એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

ગુરમીતે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ક્યૂટ છે અને તેના પર ગુરમીતના ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ગુરમીતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે પરંતુ તેમાં પણ ગુરમીતની પુત્રીનો ચેહરો જોવા મળી રહ્યો નથી.

વાયરલ વીડિયોમાં ગુરમીત પોતાની લાડલી સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ટીવી અભિનેતા પોતાની પુત્રીનો હાથ પકડીને તેની સાથે મસ્તી કરી રહ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં એક અંગ્રેજી ગીત વાગી રહ્યું છે. તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાની સાથે ગુરમીત ચૌધરીએ કેપ્શનમાં લખ્યું છે કે, “મારી લિટલ પ્રિંસેસ”.

 

View this post on Instagram

 

A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) 

વીડિયોમાં ગુરમીત અને તેની પુત્રી બંનેના માત્ર હાથ જ જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટા પર આ વીડિયોને 67 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે. એક યુઝરે તેના પર કમેંટ કરતા લખ્યું છે કે, “ભગવાન તમારી નાની રાજકુમારીને હંમેશા ખુશ રાખે.” સાથે જ એક યુઝરે કમેંટમાં લખ્યું છે કે, “ભગવાન નાની ક્યૂટ રાજકુમારીને આશીર્વાદ આપે. તેને ખૂબ પ્રેમ.”

સોશિયલ મીડિયા પર આપી હતી પુત્રીના જન્મની માહિતી: આ પહેલા ગુરમીતે પિતા બનવાની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આપી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, “અત્યંત કૃતજ્ઞતા સાથે અમે અમારી “બેબી ગર્લ” નું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. 3.4.2022. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર. પ્રેમ અને આભાર. ગુમીત અને દેબીના”.

લગ્નના 11 વર્ષ પછી માતા-પિતા બન્યા છે ગુરમીત અને દેબીના: જણાવી દઈએ કે ગુરમીત અને દેબીનાના ઘરે લગ્નના 11 વર્ષ પછી કિલકારી ગુંજી છે. બંનેએ વર્ષ 2011માં 15 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા. નોંધપાત્ર છે કે ‘રામાયણ’ સિરિયલમાં ગુરમીત ભગવાન રામની ભૂમિકા નિભાવી ચુક્યા છે તો દેબિનાએ આ સિરિયલમાં માતા સીતાની ભૂમિકા નિભાવી હતી.