લગ્નના 11 વર્ષ પછી ગુરમીત-દેબિના ના ઘરે ગૂંજશે કિલકારિઓ, જુવો દેબિના ના બેની બમ્પની તસવીરો

બોલિવુડ

ટીવીના પ્રખ્યાત અભિનેત ગુરમીત ચૌધરી એક્ટિંગની દુનિયામાં એક ખાસ ઓળખ ધરાવે છે. સાથે જ તેમની પત્ની દેબિના બેનર્જી પણ ટીવીની એક પ્રખ્યાત અભિનેત્રી છે જેમણે ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે. બંને કલાકાર એકસાથે ટીવી સીરિયલ રામાયણમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તેમણે એક સાથે ઘણા શોમાં ભાગ પણ લીધો છે.

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતા રહે છે. આ દરમિયાન ગુરમીત ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની દેબીના સાથેની એક સુંદર તસવીર શેર કરી છે. આ સાથે તેણે શેર કર્યું કે તે ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે ગુરમીત અને દેબીના બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં દેબીના પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે અને બંનેના ચહેરા પર માતા-પિતા બનવાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા ગુરમીત ચૌધરીએ કેપ્શનમાં લખ્યું કે, “અમે ત્રણ થવાના છીએ.. ચૌધરી જુનિયર આવી રહ્યા છે.. અમને તમારા આશીર્વાદની જરૂર છે.”

જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરીએ આ પોસ્ટ શેર કર્યાની થોડી જ સેકન્ડોમાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી અને સાથે જ ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે. આ સાથે જ ટીવીની દુનિયાના ઘણા સેલેબ્સ પણ ગુરમીત અને દેબીનાને કમેંટ કરીને માતા-પિતા બનવાના અભિનંદન આપી રહ્યા છે. અભિનંદનના લિસ્ટમાં કરિશ્મા શર્મા, હંસિકા, તુલસી કુમાર, મૌની રોય, મુનમુન દત્તા, માહી વિજ, કરણ મેહરા, નિશા રાવલ, વિકાસ કલંતરી, સયંતની ઘોષ, રશ્મિ દેસાઈ, વાહબિઝ સહિત ઘણા સેલેબ્સ શામેલ છે.

ખાસ વાત એ છે કે લગ્નના 11 વર્ષ પછી ગુરમીત ચૌધરી અને દેબીનાના ઘરે કિલકારીઓ ગૂંજશે, જેના કારણે આ બંને ખૂબ જ ખુશ છે. જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરી અને દેબીનાએ વર્ષ 2006માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ત્યાર પછી વર્ષ 2011 માં, તેમણે ફરી એક વખત લગ્ન કર્યા, જેમાં ટીવીની દુનિયા સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા.

જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરી અને દેબીનાએ એક સાથે ટીવી શો ‘રામાયણ’માં કામ કર્યું હતું. આ શોમાં બંને ભગવાન રામ અને માતા સીતાના પાત્રમાં જોવા મળ્યા હતા. આ સિરિયલમાં કામ કરતી વખતે તેમનો પ્રેમ ખીલ્યો હતો. ત્યાર પછી તેમણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી આ જોડીએ ‘નચ બલિયે’, ‘પતિ પત્ની ઔર વો’ જેવા રિયાલિટી શોમાં પણ કામ કર્યું. સાથે જ ગુરમીતે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.