ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય કપલ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી તાજેતરમાં જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. પુત્રીના આગમનથી કપલના ઘરમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએથી કપલને અભિનંદન મળી રહ્યા છે. જણાવી દઈએ કે લગ્નના 11 વર્ષ પછી ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી માતા-પિતા બન્યા છે. આવી સ્થિતિમાં તેમની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહ્યું.
હવે આ કપલે ખુલાસો કર્યો છે કે તેમણે પોતાની નાની પરીને નામ પણ આપ્યું છે. દેબીના અને ગુરમીતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પુત્રીનું નામ પણ શેર કર્યું છે. તો ચાલો જાણીએ ગુરમીત અને દેબીનાએ પોતાની આ નાની બાળકીનું નામ શું રાખ્યું છે?
ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન: સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે ગુરમીત ચૌધરીએ વર્ષ 2006માં દેબીના બેનર્જી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ત્યાર પછી વર્ષ 2011 માં, તેમણે ફરી એકવાર લગ્ન કર્યા જેમાં ટીવીની દુનિયા સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ શામેલ થયા હતા. લગ્નના 11 વર્ષ પછી ગુરમીત અને દેબિનાના ઘરે 3 એપ્રિલ 2020 ના રોજ એક પુત્રીનું સ્વાગત થયું અને તેમણે 4 એપ્રિલના રોજ પોતાના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા. એક વીડિયો શેર કરતા ગુરમીતે કેપ્શનમાં લખ્યું હતું કે, “અત્યંત કૃતજ્ઞતા સાથે અમે અમારી “બેબી ગર્લ”નું આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. 3.4.2022. તમારા બધાના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર. પ્રેમ અને આભાર. ગુરમીત અને દેબીના.”
શું રાખ્યું છે નાની પરીનું નામ? ગુરમીત અને દેબીનાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમણે પોતાની નાની પુત્રીનું નામ લિયાના ચૌધરી રાખ્યું છે. કપલે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને પુત્રીના નામની ઘોષણા કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, “હેલો સોશિયલ મીડિયા વર્લ્ડ, અમે અમારી પુત્રીનું નામ લિયાના રાખ્યું છે. અમારી લાડલી પુત્રી લિયાનાનું ઇન્સ્ટાગ્રામ પર સ્વાગત છે.”
આ પહેલા ગુરમીત અને દેબીનાએ કહ્યું હતું કે, “અમને એક અક્ષર મળ્યો છે અને અમારે તે અક્ષર પરથી શરૂ થતા બાળકોના નામ વિશે વિચારવાનું છે. ત્યાર તેણે પોતાના હાથથી એલનો આકાર બનાવ્યો. અમે તમને વિનંતી કરીએ છીએ કે L થી શરૂ થતું કોઈ નામ જણાવો જેનો સંસ્કૃતમાં સારો અર્થ હોય.”
જણાવી દઈએ કે તાજેતરમાં જ દેબિનાએ છઠ પૂજા પણ કરી હતી. તેની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, “બેબીના આગમનના છઠ્ઠા દિવસની પૂજા પૂરા પરિવાર સાથે સેલિબ્રેટ કરી. ખરેખર, જ્યારે આખો પરિવાર સાથે હોય છે, ત્યારે દરેક દિવસે સેલિબ્રેશન હોય છે અને હવે અમારા નાના પરિવારમાં મારી નાની પુત્રી પણ એક એડીશનલ સભ્ય બની ગઈ છે.”
સાથે જ ગુરમીતે જણાવ્યું કે, “મને હંમેશાથી બાળકો પસંદ છે, પરંતુ અમારા બાળકને જોઈને અમારા બંનેની ખુશીનું એક અલગ જ લેવલ હતું. હું મારી પુત્રી માટે હીરો બનવા ઈચ્છું છું. લોકો મારી સાથે પિતા-પુત્રીના સંબંધો વિશે વાત કરતા હતા અને હવે હું તેને અનુભવી રહ્યો છું. હું દરેક સમય હસતો રહ્યો.”