ગુપ્ત નવરાત્રી 2022: 3 ફેબ્રુઆરી એ બની રહ્યો છે શુભ યોગ, આ ચીજોનું કરો દાન, માતા પાર્વતી ચમકાવશે નસીબ

ધાર્મિક

સ્કંદ અને નારદ પુરાણ મુજબ દર મહિનાની ત્રીજ તિથિ પર માતા પાર્વતીની પૂજા અને વ્રત કરવું શુભ હોય છે. તેનાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે. આ દિવસને કેટલાક લોકો તીજ અથવા તીજા પણ કહે છે. મહિલાઓના મોટાભાગના વ્રત અને તહેવારો આ તિથિ પર હોય છે.

જો ધાર્મિક ગ્રંથોનું માનીએ તો મહા મહિનાની ગુપ્ત નવરાત્રીમાં આવતી તૃતીયા તિથિ પર પૂજા-પાઠ અને દાન કરવાથી ખૂબ ફાયદો થાય છે. ગુપ્ત નવરાત્રિમાં આ વખતે દ્વિતિયા તિથિના ક્ષયને કારણે આ તિથિ 3 ફેબ્રુઆરી, ગુરુવારે આવી રહી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ તિથિ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય આપે છે આ તિથિ: ભવિષ્ય પુરાણ મુજબ મહા મહિનાની શુક્લ તૃતીયા અન્ય તમામ મહિનાઓની તૃતીયા કરતાં વધુ મહત્વપૂર્ણ હોય છે. મહા મહિનાની તૃતીયા મહિલાઓને વિશેષ લાભ આપે છે. આ તિથિ પર મહિલાઓ સૌભાગ્ય વધારનાર ગૌરી તૃતીયા વ્રત કરે છે. ભવિષ્ય પુરાણમાં લલિતા તૃતીયા વ્રતનો ઉલ્લેખ પણ છે. તેનાથી સૌભાગ્ય, ધન, સુખ, પુત્ર, રૂપ, લક્ષ્મી, આરોગ્ય અને લાંબુ આયુષ્ય અને સ્વર્ગ મળે છે.

તિથિનો સમય: મહા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ 3 ફેબ્રુઆરી, ગુરુવારે સૂર્યોદય પહેલા શરૂ થશે. તે આખો દિવસ અને રાત રહેશે. આ દિવસે શતભિષા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર પણ થશે. તેથી તમારે ગુરુવારના દિવસે જ વ્રત, પૂજા અને દાન કરવું જોઈએ.

આ કામ કરવાથી મળશે ખુશીઓ: મહા મહિનાની તૃતીયા તિથિ પર શતભિષા નક્ષત્ર હોય છે. તેથી આ દિવસે ચંદનનું દાન કરવું જોઈએ. તેનાથી તમારી તમામ શારીરિક સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે જ આ દિવસે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર પણ છે. આવી સ્થિતિમાં અડદની દાળનું દાન કરવાથી જીવનની મુશ્કેલીઓ અને દુ:ખ દૂર થશે.

ભવિષ્ય પુરાણમાં ભગવતી ગૌરીએ ધર્મરાજાને કહ્યું હતું કે મહા તૃતીયા પર ગોળ અને મીઠાનું દાન મહાપુણ્ય સમાન હોય છે. સાથે જ આ દિવસે મોદક અને જળ દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. મહા મહિનાની તૃતીયા તિથિ પર તલનું દાન કરવું પણ શુભ હોય છે. એક વાસણમાં તલ ભરીને તેનું દાન કરવાથી અનેક પ્રકારના દોષ સમાપ્ત થાય છે.

પદ્મ પુરાણ મુજબ મહા મહિનાની શુક્લ પક્ષ તૃતીયા મન્વંતરા તિથિ હોય છે. તેને અક્ષય ફળ આપનાર તિથિ પણ કહેવાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ દિવસે તમે જે પણ ચીજ દાન કરો છો, તેનું પુણ્ય ફળ ક્યારેય સમાપ્ત થતું નથી.

ધર્મસિંધુ ગ્રંથ કહે છે કે મહા મહિનામાં ગરમ વસ્ત્રો, ચંપલ, તેલ, રૂ, રજાઈ, સોનું અને અન્નનું દાન કરવું જોઈએ. આ દાનથી મહાપુણ્ય મળે છે. આવા દાનથી તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે.