કાચના મહેલ જેવું છે ઈશા અંબાણીનું આ ‘ગુલીટા હાઉસ’, જુવો તેના આ લક્ઝુરિયસ ઘરની સુંદર તસવીરો

Uncategorized

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે ઘણી સંપત્તિ છે. આ જ કારણ છે કે તેમની પાસે ભારતનું સૌથી મોંઘુ અને લક્ઝરી સુવિધાઓથી ભરેલું ઘર એન્ટિલિયા છે. આ ઘર વિશે તમે પહેલાં પણ ઘણા આર્ટિકલમાં જાણ્યું હશે. પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી ના ઘર ગુલીટા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઈશાનું આ ઘર તેને તેના સસરા એટલે કે પતિ આનંદ પીરામલના પિતાએ ગિફ્ટમાં આપ્યું છે. ઇશાનું આ ઘર સુખ-સુવિધાની બાબતમાં પિતા મુકેશ અંબાણીના ઘરથી ઓછું નથી. તેમાં ઘણી સુવિધાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘરની કિંમત 450 કરોડ છે.

ઈશાનો આ બંગલો 50 હજાર ચોરસફુટમાં ફેલાયેલો છે. આ એક સી ફેસિંગ ઘર છે. એટલે કે વિંડોમાંથી તમને સમુદ્રનો નજારો જોવા મળે છે. ખરેખર આ ઘર પહેલા હિન્દુસ્તાન યુનિલિવરનું હતું. 2012 માં, પીરામલ ગ્રુપે તેને 450 કરોડમાં ખરીદી લીધું હતું. આ ઘરમાં કુલ 5 માળ છે. તેમાં 3 બેસમેન્ટ, 2 પાર્કિંગ અને સર્વિસ ફેસિલિટી છે.

ઇશાના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર એક આકર્ષક એન્ટ્રાન્સ લોબી પણ છે. ઉપરના માળમાં લિવિંગ રૂમ, મંદિર અને ડાઇનિંગ હોલ છે. તેમાં ટ્રિપલ હાઈટ મલ્ટિપર્પઝ રૂમ અને બેડરૂમ-સર્ક્યુલર સ્ટડી રૂમ પણ છે. આ ઉપરાંત ગુલીટામાં તમને લાઉન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વંટ ક્વાર્ટર પણ મળશે.

આ બંગલાની અંદર કાચનું પણ ઘણું કામ કરવામાં આવ્યું છે. તેનાથી તેની સુંદરતામાં વધારો થાય છે. આ બંગલો લંડનની એન્જિનિયરિંગ ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. સાથે જ તેને તૈયાર કરવામાં એન્જિનિયર એકારસ્લે ઓકાલેગને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

આ બંગલાની સ્ટ્રક્ચર સ્ટીલથી બનાવવામાં આવી છે. તેને બનાવવા માટે 3 ડી મોડેલિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમે ઇશાના ગુલીટા બંગલાની તુલના તેના પિતા મુકેશ અંબાણીના એન્ટિલિયા સાથે કરો તો બંને વચ્ચે ઘણો તફાવત જોવા મળશે.

એન્ટિલિયામાં 27 માળ છે, ગુલીટામાં માત્ર પાંચ માળ છે. ગુલીટા 50 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે જ્યારે મુકેશ અંબાણીનો એન્ટિલિયા 4 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. એક રીતે જોઈએ તો ઇશાનો ગુલીટા તેના પિતાના એન્ટિલિયા કરતા 8 ગણો નાનો છે.

Leave a Reply

Your email address will not be published.