વિશાલ સિંહ નહિં પરંતુ આ વ્યક્તિ બન્યો દેવોલિનાનો દૂલ્હો, ચેહરો જોઈને સરપ્રાઈઝ થયા ચાહકો, જુવો તસવીરો

મનોરંજન

નાના પડદાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુના પાત્રથી ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્ય આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક તરફ દેવોલીનાના લગ્નની હલ્દીથી લઈને મહેંદી સુધી તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ ચાહકોને તેના દૂલ્હા વિશે કોઈ ખાસ માહિતી ન હતી.

ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા કે દેવોલીના ભટ્ટાચાર્ય ‘સાથ નિભાના સાથિયા’ના તેના કો-સ્ટાર વિશાલ સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે અને તેમના અફેરના સમાચાર પણ ચર્ચામાં હતા. પરંતુ અચાનક દેવોલીનાએ તેના દૂલ્હા સાથે એક તસવીર શેર કરી, ત્યાર પછી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તો ચાલો જાણીએ દેવોલિના ભટ્ટાચાર્યએ કોની સાથે લગ્ન કર્યા?

ખરેખર છેલ્લા 2 દિવસથી દેવોલીનાના લગ્નની વિધિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલીક તસવીરોમાં તે વિશાલ સિંહ સાથે જોવા મળી હતી જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી હતી. આ પહેલા વિશાલ સિંહ સાથે પણ તેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.

આ દરમિયાન એવી ચર્ચા થવા લાગી હતી કે વિશાલ અને દેવોલીનાએ સગાઈ કરી લીધી છે. હવે જ્યારે લગ્નની તસવીરો સામે આવી ત્યારે પણ દરેકને એવું જ લાગતું હતું કે દેવોલીનાએ વિશાલ સિંહ સાથે લગ્ન કર્યા છે, પરંતુ છેલ્લે જ્યારે તેણે અસલી દૂલ્હાનો ખુલાસો કર્યો ત્યારે દરેકની આંખો ફાટી રહી ગઈ.

હા.. દેવોલીનાએ વિશાલ સિંહ સાથે નહીં પરંતુ પ્રખ્યાત જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે. તેણે પોતાના પતિ સાથે સુંદર તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “હા હવે હું ગર્વથી કહી શકું છું કે મારા લગ્ન થઈ ગયા છે. જો હું દીવો લઈને શોધત તો પણ તમારા જેવો ન મળત. તમે મારી પ્રાર્થનાના જવાબ છો. હું તમને ખુબ જ પ્રેમ કરું છું. તમને બધાને ખૂબ ખૂબ પ્રેમ. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો.”

જણાવી દઈએ કે, દેવોલીનાનો બ્રાઈડલ લુક જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરેકને લાગી રહ્યું હતું કે અભિનેત્રી માત્ર પ્રેંક કરી રહી છે. આવી સ્થિતિમાં એક યુઝરે તસવીર પર કમેંટ કરતા લખ્યું કે, ‘તમે આવા પ્રેંક શા માટે કરો છો.’ સાથે જ અન્યએ લખ્યું, ‘મને આશા છે કે આ લગ્ન સાચા હશે.’ આ ઉપરાંત પણ ઘણા લોકોએ દેવોલીનાને કહ્યું હતું કે, તે પોતાના ચાહકો સાથે આ રીતે મજાક ન કરે, જો કે છેવટે દેવોલીનાના લગ્ન સાચા નીકળ્યા ત્યાર પછી ચાહકોએ તેને લગ્ન માટે અભિનંદન આપ્યા.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાહનવાઝ શેખ અને દેવોલીનાની મુલાકાત જીમમાં થઈ હતી. બંને લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. નોંધપાત્ર છે કે દેવોલીના ભટ્ટાચારજી સાથ નિભાના સાથિયામાં ગોપી વહુના રોલ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત તે ‘લાલ ઈશ્ક’માં પણ જોવા મળી ચુકી છે. તે બિગ બોસ 13માં પણ જોવા મળી ચુકી છે. આ દરમિયાન તેની સિદ્ધાર્થ શુક્લા સાથેની મિત્રતા ખૂબ ચર્ચામાં રહી હતી.