ભવ્ય બારાત સાથે વેડિંગ વેન્યૂ પહોંચ્યા દૂલ્હે રાજા અનમોલ, જુવો અનમોલ અને કૃશાના વેડિંગ વેન્યૂનો વીડિયો

વિશેષ

ભારતીય ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ બિઝનેસમેનમાંથી એક ધીરુભાઈ અંબાણીએ પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ની સ્થાપના કરી હતી. ધીરુભાઈના નિધન પછીથી તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને પુત્રવધૂ નીતા અને ટીના અંબાણી કોકિલાબેનનું ધ્યાન રાખી રહ્યા છે.

જો કે, અનિલ અને ટીના આ સમયે પોતાના જીવનના સૌથી શ્રેષ્ઠ તબક્કાનો આનંદ લઈ રહ્યા છે કારણ કે તેમના મોટા પુત્ર અનમોલ અંબાણી પોતાની મંગેતર કૃશા શાહ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. તેમના લગ્નની કેટલીક ઝલક સામે આવી છે. ચાલો તમને બતાવીએ.

31 ડિસેમ્બર 2021 ના ​​રોજ, ટીના અંબાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની ભાવિ પુત્રવધૂ કૃશા શાહ સાથેની પહેલી તસવીર શેર કરી હતી. તસવીરમાં ટીના અંબાણી, અનિલ અંબાણી, કૃશા શાહ, અનમોલ અંબાણી અને અંશુલ અંબાણી સાથે પોઝ આપી રહી હતી. આ સાથે તેણે લખ્યું હતું, “2022 માં તમને પ્રકાશ અને પ્રેમ, આશા અને ખુશીની શુભેચ્છા. એક સુંદર,સ્વસ્થ અને નવી શરૂઆત સાથે ધન્ય નવું વર્ષ અને તે લોકોનો પ્રેમ, જેને તમે અમારા પરિવાર તરફથી તમારા માટે પ્રેમ કરો છો.”

ચાલો હવે તમને બતાવીએ અનમોલ અને કૃશાના લગ્નનો વીડિયો. ખરેખર, અમને અનમોલ અંબાણીની બારાતનો વીડિયો મળ્યો છે. વીડિયોમાં દૂલ્હે રાજા બ્રાઉન કલરની શેરવાની પહેરીને પોતાના પરિવારના સભ્યો સાથે ઢોલના થાપ પર નાચતા જોવા મળી રહ્યા છે. અનમોલ અને ક્રિશાના લગ્ન માંટે અંબાણી પરિવારના કાર્યક્રમ સ્થળ પર પહોંચતા જ એક મસ્તી ભરેલું વાતાવરણ જોવા મળ્યું. જો કે, અમારું ધ્યાન જે ચીજે ખેંચ્યું તે એ હતી કે કેટલાક બારાતીઓએ કસ્ટમાઇઝ્ડ બ્લેક કલરના ટી-શર્ટ પહેર્યા હતા, જેના પર ‘નો શીપ ઇન માય સર્કલ’ લખેલું હતું. અહીં જુવો વિડિયો.

 

View this post on Instagram

 

A post shared by WeddingSutra.com (@weddingsutra)

અમને અનમોલ અને કૃશાના લગ્ન સ્થળનો વીડિયો પણ મળ્યો છે, જે સંપૂર્ણપણે ફૂલો અને અનોખી સજાવટથી સજ્જ હતો. પ્રવેશદ્વારને ફાનસ અને ફૂલોથી સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો. ઉપરાંત, આયોજન સ્થળની મધ્યમાં મૂકેલી વિશાળ ગણેશની મૂર્તિ પણ જોવાલાયક હતી. સ્થળને જોઈને અંદાજ લગાવી શકાય છે કે, લગ્ન ખૂબ જ સુંદર થવા જઈ રહ્યા છે.