માથા પર ઘાસ ઉઠાવતા જોવા મળી પટૌડી પરિવારની પુત્રી સારા અલી ખાસ, જુવો તેનો આ વીડિયો

બોલિવુડ

જીવનમાં કામની સાથે સાથે કેટલીક મસ્તી મજાક હોવી પણ જરૂરી છે. ત્યારે જ તમે જીવનની સાચી મજા લઈ શકો છો. આ વાત સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સારી રીતે જાણે છે. સારા બોલીવુડની તે અભિનેત્રીઓમાંથી એક છે જેને પોતાની ખ્યાતિ પર બિલકુલ ગર્વ નથી. તે જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. તે જ્યારે પણ કોઈને મળે છે ખૂબ જ વિનમ્રતા અને સ્માઈલ સાથે હાય હેલો કરે છે.

સારા પોતાના કામને એન્જોય કરવું ખૂબ સારી રીતે જાણે છે. તે જ્યારે પણ શૂટીંગ માટે જાય છે તો ત્યાંની જગ્યાનો એક મસ્તી ભરેલી સ્ટાઈલમાં વીડિયો બનાવી લે છે. સારાની આ સ્ટાઈલ ચાહકોને ખૂબ પસંદ આવે છે. આ જ કારણ છે કે બોલિવૂડમાં થોડી ફિલ્મો કરવા છતા પણ સારાની ખ્યાતિ આકાશને સ્પર્શ કરે છે. તેની એક ઝલક જોવા માટે ચાહકો તરસે છે.

સારાએ પોતાની કારકિર્દીની શરૂઆત 2018 માં કેદારનાથ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત તેની વિરુદ્ધ હતો. આ ફિલ્મમાં સારાની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. ત્યાર પછી તે જ વર્ષે તે રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં પણ જોવા મળી. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી. ત્યાર પછી 2020 માં આપણે સારાને તેના ક્રશ કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘લવ આજ કલ’ માં જોઈ હતી. આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. પછી તે 2020 માં વરુણ ધવન સાથે ‘કુલી નંબર 1’ ની રિમેકમાં જોવા મળી. જો કે આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ.

જોવામાં આવે તો સારાની બેગમાં કોઈ ખાસ હિટ ફિલ્મો નથી, પરંતુ છતાં પણ તે ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ડિમાંડમાં છે. તેનું કારણ સારાની મસ્તી ભરેલી સ્ટાઈલ છે. દર્શકો તેમને જોવાનું પસંદ કરે છે. સારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અહીં તે તેના ચાહકો સાથે હસી મજાક વાળા વિડિઓઝ પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ સારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જે આ સમયે ચાહકોની વચ્ચે ધૂમ મચાવી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં સારા પોતાના માથા પર ઘાસ ઉઠાવતા જોવા મળી રહી છે. તે આવું બિહારમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન કરે છે. વીડિયોમાં તે પોતાની આસપાસ ઘાસ ચરી રહેલી બકરીઓ પણ બતાવે છે. ખરેખર સારા જ્યારે પણ કોઈ શહેરમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરે છે, તો ત્યાંનો એક મજેદાર વીડિયો બનાવી લે છે. આ વાયરલ વીડિયોમાં તેણે ભારતના વિવિધ શહેરોનો વીડિયો જોડીને એક નવો વીડિયો બનાવ્યો છે. તેને જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. આ વીડિયો શેર કરતા સારાએ કેપ્શનમાં લખ્યું છે ‘હેલો ઓડિયન્સ, દિલ્હીના ઇન્ડિયા ગેટથી બિહારના ખેતરો સુધી’.

જોકે સારાનો આ વીડિયો જોઈને ઘણા લોકો તેની મજા પણ લઈ રહ્યા છે. જેમ કે એક યૂઝરે લખ્યું કે ‘ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું શું?’ સાથે જ એક અન્ય યુઝરે લખ્યું ‘વાહ સારા ભારતીય નારી’.