ગોવિંદાની આ 5 ભૂલોને કારણે બરબાદ થઈ ગઈ તેની કારકિર્દી, નહીં તો આજે પણ હોત સુપરસ્ટાર

બોલિવુડ

ભારતીય ફિલ્મ અભિનેતા ગોવિંદાને તમે ખૂબ સારી રીતે જાણો છો. બોલિવૂડની ફિલ્મોમાં તે તેના કામને કારણે જાણીતા છે. તેમણે તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ “ઇલજામ” થી કરી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ જ હિટ રહી હતી. આ પછી, તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકોએ તેમના દ્વારા કરવામાં આવેલા કામની ખૂબ પ્રશંસા પણ કરી હતી. એક સમય હતો જ્યારે ગોવિંદા સુપરસ્ટાર હતા અને તેના ચાહકો તેમના પર જાન છિડકતા હતા. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદા ‘ચિચી’ નામથી પ્રખ્યાત છે. તેણે પોતાની ફિલ્મોથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું. ભલે ભૂતકાળના સુપરસ્ટાર ગોવિંદા હવે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ તેણે પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું છે. ગોવિંદા હવે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. પહેલા જેવી લોકપ્રિયતા ગુમાવવા પાછળ ગોવિંદા પોતે જ જવાબદાર છે. ગોવિંદા દ્વારા એવી પાંચ ભૂલો થઈ હતી, જેના કારણે તેની કારકીર્દિ ખરાબ રીતે બરબાદ થઈ ગઈ હતી. ચાલો જાણીએ તેની 5 ભૂલો વિશે જેના કારણે ગોવિંદાની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી.

શૂટિંગ પર લેટ પહોંચવું: સમાચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે ગોવિંદા શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન તે શૂટિંગ પર લેટ પહોંચતા હતા. ફિલ્મની અંદર, અન્ય કલાકારો ગોવિંદાની રાહ જોતા હતા, જેના કારણે તે ઘણીવાર નારાજ પણ થતા હતા. શૂટિંગ પર લેટ પહોંચવાને કારણે ફિલ્મના નિર્માતાઓ પણ ગોવિંદાથી ખુશ ન હતા. ગોવિંદાએ તેની આ ટેવનો ભોગ બનવું પડ્યું.

ડેવિડ ધવન સાથેની લડાઈ: ગોવિંદાની તેની કારકિર્દીની સૌથી મોટી ભૂલ એ કરી હતી કે તેમણે ડેવિડ ધવન સાથેની લડાઈ કરી હતી, જેના કારણે ડેવિડ ધવને અભિનેતા ગોવિંદાને કામ આપવાનું ધીરે ધીરે ઓછું કર્યું હતું. એક સમય હતો જ્યારે ગોવિંદા અને ડેવિડ ધવનની જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી, પરંતુ જ્યારે ગોવિંદા અને ડેવિડની લડાઇ થઈ ત્યારે ગોવિંદાની કારકીર્દિ ધીરે ધીરે બરબાદ થવાને આરે પહોંચી ગઈ.

ફિટનેસ પર ધ્યાન ન આપવું: જેમ આપણે બધા જાણીએ છીએ કે ગોવિંદા એક સારા અભિનેતા હોવા સાથે એક મહાન ડાન્સર પણ હતા. તેમના ડાન્સના લોકો દિવાના હતા, પરંતુ ગોવિંદાએ ક્યારેય તેની ફિટનેસ પર ધ્યાન આપ્યું ન હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ફિટ રહેવું જરૂરી માનવામાં આવે છે પરંતુ ગોવિંદાએ આ બધી બાબતોનું ધ્યાન ન રાખ્યું, જેના કારણે ફિલ્મોમાં કામ મળવાનું ધીમે ધીમે ઓછું થઈ ગયું હતું.

સલમાન સાથે લડાઈ: બોલીવુડના જાણીતા અભિનેતા સલમાન ખાન સાથે ગોવિંદાએ લડાઈ કરીને સૌથી મોટી ભૂલ કરી હતી. એક સમય હતો જ્યારે સલમાન અને ગોવિંદાની મિત્રતાની મિશાઈલ બોલિવૂડમાં આપવામાં આવતી હતી. બોલિવૂડની ફિલ્મ ‘પાર્ટનર’ માં તેઓએ સાથે કામ કર્યું છે. જે સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી, પરંતુ ધીરે ધીરે બંને વચ્ચે કંઇક બાબતે ઝઘડો થયો અને આ બંને વચ્ચેનું અંતર વધવા લાગ્યું. સમચારો અનુસાર એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન ફિલ્મ “દબંગ” થી ગોવિંદાની પુત્રીને લોન્ચ કરવા જઈ રહ્યા હતા, પરંતુ તેવું બન્યું નહીં, જેના કારણે ગોવિંદા અને સલમાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ગોવિંદાને સલમાન ખાન સાથે લડાઈ કરવી તેની કાકીર્દિ પર ભારે પડ્યું.

રાજકારણમાં જવું: ગોવિંદાનો રાજકારણમાં પ્રવેશ કરવો તેમની સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે. જ્યારે ગોવિંદા તેની કારકિર્દીમાં આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમણે રાજકારણમાં પ્રવેશ કરવાનું નક્કી કર્યું. ગોવિંદાએ કોંગ્રેસ પાર્ટી તરફથી ચુંટણી લડી, જેમાં તે જીતી ગયા પણ રાજકારણના ચક્કરમાં તેમની ફિલ્મી સફર બરબાદ થઈ ગઈ. ગોવિંદાને પણ લાગ્યું કે રાજકારણના કારણે તેમની કારકિર્દી અટકી ગઈ છે. ભલે તેણે ફિલ્મોમાં કમબેક કર્યું, પણ તે પહેલાંની જેમ ન હતું.

Leave a Reply

Your email address will not be published.