એક સમયે કામ માટે દર-દર ભટકતા હતા ગોવિંદા, નાના કદના કારણે થતા હતા રિજેક્ટ, આજે છે આટલા અધધધ કરોડના માલિક

બોલિવુડ

ગોવિંદાને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંથી એક માનવામાં આવે છે. પછી તે એક્ટિંગની વાત હોય, ડાન્સની વાત હોય કે કોમેડી ની. ગોવિંદાએ આ બધી બાબતોથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. 90ના દાયકામાં ગોવિંદાએ ઘણી લોકપ્રિયતા અને સફળતા મેળવી હતી.

ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ મહારાષ્ટ્રના વિરાર શહેરમાં થયો હતો. 58 વર્ષના થઈ ચુકેલા ગોવિંદાએ પોતાની એક્ટિંગ અનેડાંસ અને શ્રેષ્ઠ કોમેડીથી અમીટ છાપ છોડી છે. ગોવિંદાએ ખૂબ ખ્યાતિ કમાવવાની સાથે ખૂબ સંપત્તિ પણ કમાઈ છે. જો કે તેમના માટે અભિનેતા બનવું પછી અભિનેતાથી સ્ટાર અને સ્ટારથી સુપરસ્ટાર બનવું સરળ નથી રહ્યું.

ગોવિંદાએ ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે. ફિલ્મોમાં આવતા પહેલા તે નોકરી માટે મુંબઈની એક પ્રખ્યાત હોટેલમાં પણ ગયા હતા, જો કે તેને નોકરી ન મળી શકી. પછી તેમણે ફિલ્મોનો રસ્તો પસંદ કર્યો. તેમના પિતા અરુણ આહુજા પણ અભિનેતા હતા પરંતુ ગોવિંદાને રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો હતો.

તાજેતરમાં, ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો જેમાં તેમણે પોતાના સંઘર્ષના દિવસો અને પોતાની કારકિર્દી વિશે વાત કરી છે. તેમની કારકિર્દીની શરૂઆતના સમયમાં તે પોતાની એક્ટિંગની એક કેસેટ લઈને પ્રોડ્યૂસરના દરવાજાની ચક્કર લગાવતા હતા. જ્યાં તેમને એ કહીને રિજેક્ટ કરવામાં આવ્તા હતા કે તમારા અવાજમાં દમ નથી. તમારી પાસે ન તો પર્સનાલિટી છે. સાથે જ ગોવિંદાને એ પણ કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે હીરો બનવા લાયક હાઈટ નથી. તેઓ ટૂંકા કદના છે.

પ્રોડ્યૂસર એ ગોવિંદાને કહ્યું- આજના સમયમાં અમિતાભની હાઇટ જેવા અભિનેતા ચાલે છે: એક ફિલ્મમેકર એ તો હદ કરી દીધી હતી. ગોવિંદાને એક નિર્માતાએ કહ્યું હતું કે આજના સમયમાં માત્ર અમિતાભ બચ્ચન જેવી હાઈટ ધરાવતા કલાકારો જ ચાલે છે, તમારા જેવા નાની હાઈટના લોકોને ઈંડસ્ટ્રીમાં કામ નહિં મળે, તેથી વ્યર્થ પ્રયત્નો કરવાનું બંધ કરી દો.

કામ માંગવા માટે ઘણી કલાકો વરસાદમાં ઉભા રહ્યા ગોવિંદા: પોતાના ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ એક કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે એક પ્રોડ્યૂસર પાસે ફિલ્મ માંગવા માટે તેમને ઘણી કલાકો સુધી વરસાદમાં ઊભા રહેવું પડ્યું હતું અને છતાં પણ તેમને ફિલ્મમાં લેવાની ના પાડી દેવામાં આવી હતી, ત્યાર પછી તેમને એટલું ખરાબ લાગ્યું હતું કે તેમણે થોડા સમય સુધી કામ માંગવા માટે પ્રયત્ન કરવાનું જ બંધ કરી દીધું હતું.

1986 માં શરૂ થઈ ફિલ્મી કારકિર્દી: ગોવિંદાએ હાર ન માની અને તે સતત કામ શોધતા રહ્યા. વર્ષ 1986માં તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી. લાખો પ્રયત્નો પછી તેમને ફિલ્મ ‘તન બદન’ મળી. જોકે ગોવિંદાની પહેલી ફિલ્મ ‘ઇલઝામ’ હતી. આ બંને ફિલ્મો વર્ષ 1986માં આવી હતી.

એક સમયે કામ માટે દર-દર ભટકતા ગોવિંદાએ આગળ વધીને હિન્દી સિનેમામાં ઈતિહાસ રચ્યો અને પોતાના શ્રેષ્ઠકામથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. ગોવિંદાનું નામ કોઈથી છુપાયું નથી. પોતાના જમાનામાં તેમણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે.

ગોવિંદા એક સમયે કામ માટે પ્રોડ્યુસરના ઘરની ચક્કર લગાવતા હતા, જ્યારે આગળ જઈને તેમણે પોતાની એક ખાસ અને મોટી ઓળખ બનાવી લીધી. આટલું જ નહીં તેમણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી. ગોવિંદા આજે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોવિંદાની કુલ સંપત્તિ 135 કરોડ રૂપિયા છે.

એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયાની ફી લેતા ગોવિંદા એક વર્ષમાં 12 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. ખુદગર્ઝ, ઘર ઘર કી કહાની, જંગ બાઝ, આવારગી, સ્વર્ગ, શોલા ઔર શબનમ, રાજા બાબુ, કુલી નંબર 1, આંટી નંબર 1, સાજન ચલે સસુરાલ, હીરો નંબર 1, હસીના માન જાયેગી, દીવાના મસ્તાના, બડે મિયાં, છોટે મિયાં અને પાર્ટનર જેવી ઘણી સુંદર ફિલ્મો આપી ચુકેલા ગોવિંદા પોતાના પરિવાર સાથે મુંબઈમાં એક લક્ઝરી ઘરમાં રહે છે.