ઓહ! આ કારણે ગોવિંદા-કૃષ્ણા નો નથી હલ થઈ રહ્યો ઝઘડો, કોમેડિયન એ જણાવ્યું આ મોટું સત્ય

બોલિવુડ

બોલિવૂડમાં એવી ઘણી જોડી છે જે પરિવારમાં જ બનેલી છે. તેમાંથી એક પ્રખ્યાત જોડી મામા-ભણેજની પણ છે. આ જોડી પ્રખ્યાત અભિનેતા ગોવિંદા અને તેના ભાણેજ કૃષ્ણાની છે. જોકે આ બંને પોતપોતાની કુશળતામાં નિષ્ણાંત છે. છતાં આ બંને અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેનું કારણ તેમનો સંબંધ છે જે તણાવથી ભરેલો છે.

કહેવાય છે કે બંને પરિવારો વચ્ચે ઘણા વર્ષોથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે. જેના કારણે મામા-ભણેજનો સંબંધ પણ બગડી ગયો છે. આજ સુધીમાં કોઈ જાણી શક્યું નથી કે છેવટે ગોવિંદા અને કૃષ્ણા વચ્ચેની લડાઈનું કારણ શું છે. તાજેતરમાં જ એક શોમાં બંને વચ્ચેની લડાઈનું મોટું સત્ય કૃષ્ણાના મોંમાંથી બહાર આવ્યું છે. તે તેમની લડાઈનું કારણ પણ હોઈ શકે છે.

કોઈ ફિલ્મ તો કોઈ ટીવી પર છવાયા: બોલિવૂડ હોય કે ટીવી શો, મામા ગોવિંદા અને ભાણેજ કૃષ્ણાએ પોતપોતાની કુશળતાથી દર્શકોના દિલ જીતી લીધા છે. ગોવિંદાને તો બોલિવૂડના સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે પોતાના ડાન્સ, એક્ટિંગ અને કોમેડીથી દર્શકોને પોતાના ફેન બનાવી લીધા છે. સાથે જ કૃષ્ણા પણ મામાના પગલે ચાલતા જોવા મળી રહ્યા છે.

તે અવારનવાર કોમેડી શો કરતા જોવા મળે છે. કપિલ શર્માના શોમાં તે સ્ત્રી પાત્રથી લોકોને ખૂબ હસાવે છે. કૃષ્ણા ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. છતાં પણ મામા-ભણેજની જોડી ફિલ્મો માટે ઓછી અને ઝઘડા માટે વધુ ચર્ચામાં રહે છે. બંને એકબીજાથી કતરાતા જોવા મળે છે.

આ ટીવી શોમાં આવ્યા હતા કૃષ્ણા: ટીવી પર એક શો શરૂ થયો છે. આ શોને પ્રખ્યાત એન્કર મનીષ પોલ હોસ્ટ કરી રહ્યા છે. આ શોનું નામ ‘મનીષ પોલ પોડકાસ્ટ’ છે. શોમાં મનીષ કોઈને કોઈ ગેસ્ટને બોલાવે છે અને તેમની સાથે ઘણી વાતો કરતા જોવા મળે છે. તે પોતાના ગેસ્ટને માત્ર ફિલ્મો જ નહિં પરંતુ અંગત જીવન સાથે જોડાયેલા સવાલ પણ પૂછે છે.

આ શોમાં કોમેડિયન કૃષ્ણા અભિષેક પણ આવ્યા હતા. આ દરમિયાન શોના હોસ્ટ મનીષે તેમને ઘણા સવાલ પૂછ્યા. જ્યારે તેમણે મામા ગોવિંદા વિશે સવાલ પૂછ્યો, ત્યારે કોમેડિયન એ તેનો જવાબ પણ બેબાકી સાથે આપ્યો. તેમણે શોમાં કહ્યું હતું કે તે તેમના મામા ગોવિંદાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમને મિસ પણ કરે છે.

જાણો લડાઈના કારણ પર શું કહ્યું કૃષ્ણા એ: મનીષે શોમાં કૃષ્ણાને પૂછ્યું હતું કે ગોવિંદા સર સાથે તમને જે પ્રોબ્લેમ છે તે શા માટે છે અને તે સમાપ્ત થવો જોઈએ. તેના પર કૃષ્ણાએ કહ્યું કે મારું દરેક નિવેદન અલગ રીતે બતાવવામાં આવે છે. બધું કટ-પેસ્ટ કરીને બતાવવામાં આવ્યું છે. તેણે કહ્યું કે મીડિયામાં આવી રહેલા નિવેદનો પર વિશ્વાસ ન કરે.

 

View this post on Instagram

 

A post shared by Maniesh Paul (@manieshpaul) 

ત્યાર પછી કૃષ્ણા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે તે તેમના મામાને ખૂબ પ્રેમ કરે છે. મીડિયામાં જે લખાઈ રહ્યું છે તેના પર ક્યારેય ન જાઓ. ત્યારે કોમેડિયને કહ્યું કે તે ઈચ્છે છે કે ગોવિંદા મામા તેના બાળકો સાથે રમે. એમ પણ કહ્યું કે તે જાણે છે કે ચીચી મામા પણ કૃષ્ણાને યાદ કરે છે.