22 વર્ષ પછી ફરી સાથે જોવા મળશે ગોવિંદા-કરિશ્માની જોડી, કર્યો જબરદસ્ત ડાંસ, જુવો આ વીડિયો

બોલિવુડ

બોલિવૂડ ઈંડસ્ટ્રીના સુપરસ્ટાર ગોવિંદાએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લાંબા સમય સુધી હિન્દી સિનેમા પર રાજ કર્યું છે. 90ના દાયકામાં ગોવિંદાની જોડી દરેક અભિનેત્રી સાથે પસંદ કરવામાં આવી હતી. પછી તે રવિના ટંડન હોય કે રાની મુખર્જી હોય કે અન્ય કોઈ અભિનેત્રી. તેમાંથી એક, બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે ગોવિંદાની જોડી ખૂબ જ લોકપ્રિય હતી. દરેક ડાયરેક્ટર-પ્રોડ્યૂસર આ જોડીને પોતાની ફિલ્મમાં લેવા ઈચ્છતા હતા અને આ જોડીએ હિન્દી સિનેમાને એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મો આપી. આવી સ્થિતિમાં આ જોડી ફરી એકવાર પડદા પર સાથે જોવા મળવાની છે.

ખરેખર, ગોવિંદા અને કરિશ્મા કપૂર ટૂંક સમયમાં જ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જોવા મળશે. આ શોને લગતો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગોવિંદા અને કરિશ્મા પોતાની ફિલ્મ ‘હીરો નંબર વન’ના ગીત ‘સોના કિતના સોના હૈ’ પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ગોવિંદા અને કરિશ્માનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો પોત-પોતાના રિએક્શન આપી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ ચાહકો શોનો આ એપિસોડ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગોવિંદા અને કરિશ્માના આગમનથી શોના સ્પર્ધકોના ચહેરા પણ ખુશી સ્પષ્ટ ઝલકી રહી છે અને દરેક તેમને જોઈને ઉત્સાહિત છે. આ શોમાં ગોવિંદા અને કરિશ્મા બંનેએ મેચિંગ બ્લેક આઉટફિટ્સ પહેર્યા છે. આ જોડી લગભગ 22 વર્ષ પછી સાથે જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, તે ચાહકો માટે ખૂબ જ ઉત્સાહિત એપિસોડ રહેશે. આ ઉપરાંત વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્પર્ધકો પણ ધમાકેદાર પરફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા છે.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે ગોવિંદા અને કરિશ્માએ પોતાની કારકિર્દીમાં લગભગ 11 ફિલ્મો કરી છે, જેમાં ‘રાજા બાબુ’, ‘ખુદ્દાર’, ‘કુલી નંબર વન’, ‘સાજન ચલે સસુરાલ’, ‘હસીના માન જાયેગી’, ‘ શિકારી.’, ‘હીરો નંબર 1’, ‘મુકાબલા’, ‘પ્રેમ શક્તિ’ જેવી ઘણી ફિલ્મો શામેલ છે. જણાવી દઈએ કે છેલ્લી વખત ગોવિંદા અને કરિશ્માએ વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘શિકારી’માં કામ કર્યું હતું. ત્યાર પછી હવે આ બંને સ્ટાર્સ 22 વર્ષ પછી સાથે જોવા મળવાના છે.

વાત કરીએ ગોવિંદાના વર્ક ફ્રન્ટ વિશે તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘શૂટઆઉટ એટ ભાયખલા’માં જોવા મળશે. આ ઉપરાંત તાજેતરમાં તેમનું એક ગીત પણ રિલીઝ થયું છે. સાથે જ ફિલ્મની વાત કરીએ તો છેલ્લી વખત વર્ષ 2019માં તેમની ફિલ્મ ‘રંગીલા રાજા’ રિલીઝ થઈ હતી.

આ ઉપરાંત વાત કરીએ કરિશ્મા કપૂરના વર્ક ફ્રન્ટ વિશે તો તે છેલ્લે વેબ સીરિઝ ‘મેન્ટલહુડ’માં જોવા મળી હતી. આ ઉપરાંત કરિશ્મા કપૂરે વર્ષ 2021માં સુપર ડાન્સર ચેપ્ટર-4ને પણ જજ કર્યો હતો. જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર અવારનવાર પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.