ગોવિંદાને ડૂબાડી ગયો તેમનો ઘમંડ! જો નો કરી હોત આ 5 ભૂલ તો આજે પણ હોત હીરો નંબર 1

બોલિવુડ

એક સમય હતો જ્યારે ગોવિંદાની હિન્દી સિનેમામાં તૂતી બોલતી હતી. તેના સમકાલીન ઘણા કલાકારો હજુ પણ બોલિવૂડમાં એક્ટિવ છે અને ચાહકોના દિલ પર રાજ કરે છે પરંતુ ગોવિંદા પોતાનું સ્ટારડમ જાળવી શક્યા નથી. ગોવિંદાની કારકિર્દી 90ના દાયકા પછી સતત ઢળતી ગઈ.

ગોવિંદા કોઈ ઓળખના મોહતાજ નથી. વાત ડાન્સની હોય કે એક્ટિંગની, બંનેમાં તે ખૂબ જ સ્માર્ટ છે. ગોવિંદા આજે પણ પ્રખ્યાત છે પરંતુ તેમની ખ્યાતિ ઓછી થઈ ગઈ છે. તેમના સ્ટારડમમાં ઘટાડો આવ્યો છે. તેનું કારણ પણ ગોવિંદા પોતે છે. વર્ષ 1986માં ફિલ્મ ‘ઈલ્ઝામ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ગોવિંદાએ વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું.

ગોવિંદાને ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. આજે પણ તેના ચાહકો તેને પસંદ કરે છે પરંતુ તેમનો તે પહેલાવાળો જાદૂ અકબંધ નથી. તેના ઘણા કારણો છે. કહેવાય છે કે ગોવિંદા તેમના અભિમાનથી ડૂબી ગયા. તેમનો ગુસ્સો અને તેમના વિવાદોએ પણ તેની કારકિર્દી બરબાદ કરી નાખી. ચાલો તમને જણાવીએ કે છેવટે ગોવિંદાથી એવી કઈ ભૂલ થઈ જેનાથી તેની કારકિર્દી ડૂબી ગઈ.

અનુશાસનહીન ગોવિંદા: ગોવિંદા વિશે કહેવાય છે કે ગોવિંદા સમયના પાબંદ ન હતા. ગોવિંદા ફિલ્મોના શૂટિંગ માટે અવારનવાર મોડા પહોંચતા હતા. તેઓ ઘમંડમાં ચુર થઈ ચુક્યા હતા. એક જમાનામાં તેમના માથે સ્ટારડમનું ભૂત સવાર હતું અને તેઓ વિલંબ કરતા હતા. પરંતુ તેમની આ અનુશાસનહીનતા તેના માટે આગળ જઈને ખરાબ સાબિત થઈ.

ડેવિડ ધવન સાથે વિવાદ: ડેવિડ ધવને ગોવિંદાને લઈને ઘણી ફિલ્મો બનાવી. બંનેની જોડીએ ઘણી સફળ ફિલ્મો આપી. બંને સાથે કામ કરતા એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા હતા. પરંતુ ગોવિંદા એ ડેવિડ સાથે ઝઘડો કરી લીધો. ડેવિડની 17 ફિલ્મોનો હીરો ગોવિંદા હતો. પરંતુ બંને વચ્ચે કોઈ વાત પર મતભેદ થયો અને બંનેની મિત્રતામાં દરાર આવી ગઈ.

સલમાન ખાન સાથે લડાઈ: સલમાન સાથે વિવાદ કરનારા ઘણા સ્ટાર્સની બોલિવૂડમાં કારકિર્દી ન ચાલી. ગોવિંદા અને સલમાન એક સમયે સારા મિત્રો હતા પરંતુ તેમના સંબંધમાં તિરાડ આવી ગઈ હતી. તેનું કારણ એ હતું કે જ્યારે ગોવિંદાની પુત્રી ટીનાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે સલમાને તેની મદદ કરી ન હતી.

ફિટનેસ પર ધ્યાન ન આપ્યું: આજના સમયમાં સેલેબ્સ માટે ફિટનેસ સૌથી મહત્વપુર્ણ હોય છે પરંતુ ગોવિંદા સમયની સાથે પોતાની ફિટનેસ પર કામ કરી શક્યા નહિં. જેના કારણે તેમને કામ પણ મળી રહ્યું ન હતું.

રાજકારણમાં પ્રવેશ: બોલિવૂડના ઘણા સેલેબ્સ રાજકારણમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યારે ઘણાને રાજકારણ પસંદ આવ્યું તો ઘણાને ગળે ન ઉતર્યું. ગોવિંદાને પણ રાજકારણમાં જવું ભારે પડ્યું. ગોવિંદા જ્યારે રાજકારણમાં ગયા ત્યારે તેમની ફિલ્મી કારકિર્દી ડગમગવા લાગી. છેવટે ગોવિંદાએ રાજકારણ છોડી દીધું અને બોલિવૂડથી પણ દૂર થઈ ગયા.