હિન્દી સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ રહી છે, જેઓ પુખ્ત થતા પહેલા જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. કોઈના 16 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા તો ક્પીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં જુડવા પુત્રોને જન્મ આપ્યો હતો. ચાલો આજે કેટલીક આવી જ ભિનેત્રીઓ વિશે જાણીએ.
ડિમ્પલ કાપડિયા: હિન્દી સિનેમાની વરિષ્ઠ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રહેલા રાજેશ ખન્ના પર દિલ આવી ગયું. રાજેશ ખન્ના તે સમયે હિન્દી સિનેમાનું સૌથી મોટું નામ હતું. રાજેશ ખન્નાના દરેક ચાહક હતા અને ડિમ્પલ પણ તેમાં શામેલ હતી, જો કે તેને ક્યાં ખબર હતી કે તે પોતાના ફેવરિટ સ્ટારને ટૂંક સમયમાં જ પોતાના પતિના રૂપમાં જોશે.
વર્ષ 1973 માં રાજેશ ખન્ના અને ડિમ્પલના લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન રાજેશ ખન્ના 31 વર્ષના હતા જ્યારે ડિમ્પલ માત્ર 16 વર્ષની હતી. લગ્નના કારણે ડિમ્પલની પહેલી ફિલ્મ ‘બોબી’ પણ અટકી ગઈ હતી. જોકે લગ્ન પછી તેની પહેલી ફિલ્મ વર્ષ 1973 માં રિલીઝ થઈ હતી. જ્યારે ડિમ્પલના લગ્ન 16 વર્ષની ઉંમરમાં થયા હતા તો લગ્નના થોડા સમય પછી તે પ્રેગ્નેંટ પણ થઈ ગઈ હતી.
રાજેશ ખન્ના અને ડિમ્પલની જોડી હિન્દી સિનેમાની એક પ્રખ્યાત જોડી રહી છે, જોકે આ જોડી સફળ ન રહી. લગ્નના લગભગ 11 વર્ષ બાદ બંને અલગ રહેવા લાગ્યા. બંને વચ્ચેના અંતર માટે ઘણા કારણો છે. જોકે બંનેના ક્યારેય છૂટાછેડા થયા નથી. છૂટા થયા પછી પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા બે પુત્રી ટ્વિંકલ ખન્ના અને રિન્કે ખન્નાના માતાપિતા બન્યા હતા.
ઉર્વશી ઢોલકિયા: હવે વાત કરીએ ટીવીની દુનિયાની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાંની એક ઉર્વશી ઢોલકિયાની. ઉર્વશી ઢોલકિયા પણ 18 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. 41 વર્ષની ઉર્વશીના લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતા અને તેણે માત્ર 16 વર્ષની ઉંમરે બે બાળકોને જન્મ આપ્યો હતો. તેના પુત્રોનાં નામ સાગર અને ક્ષિતિજ ઢોલકિયા છે.
ઉર્વશીના બંને પુત્રો ઘણા મોટા થયા છે અને તેઓ તેમની માતાની ખૂબ નજીક છે. સાગર અને ક્ષિતિજ લગભગ 25 વર્ષના થઈ ચુક્યા છે. જણાવી દઈએ કે ઉર્વશી ઘણી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. તે ટીવી રિયાલિટી શો બિગ બોસની 6 ઠ્ઠી સીઝનની વિજેતા પણ રહી ચૂકી છે.
ભાગ્યશ્રી: હિન્દી સિનેમામાં પ્રવેશ કરતાની સાથે જ અભિનેત્રી ભાગ્યશ્રી ગાયબ પણ થઈ ગઈ. તેણે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1989 માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયાથી કરી હતી. ત્યારે તે 17 વર્ષની હતી. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ સલમાન ખાન હતો. અભિનેતા તરીકે સલમાનની પણ આ પહેલી ફિલ્મ હતી.
આ ફિલ્મ દરમિયાન જ ભાગ્યશ્રીએ હિમાલય દસાની સાથે લગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે ભાગ્યશ્રી પ્રેગ્નેંટ હતી અને કારણે તેણે ઉતાવળમાં નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા.