‘તારક મેહતા..’ને મળી ગઈ નવી દયા ભાભી, હવે આ અભિનેત્રી બનશે ‘ટપ્પુની માતા’, જુવો તેની તસવીરો

મનોરંજન

ટીવીની સૌથી લોકપ્રિય, ચર્ચિત અને ફેવરિટ સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની દીવાનગી લોકોના મનમાં ખૂબ બોલે છે. આ શો દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. શું બાળકો, શું વૃદ્ધ, શું સ્ત્રીઓ અને શું પુરૂષો બધા આ સિરિયલના દિવાના છે. છેલ્લા 14 વર્ષથી આ કોમેડી સિરિયલ દેશ અને દુનિયાનું મનોરંજન કરી રહી છે.

‘તારક મેહતા..’નું દરેક પાત્ર ચાહકો અને દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. શોના ઘણા એવા કલાકારો છે જે વર્ષો પહેલા શો છોડી ચૂક્યા છે પરંતુ આજે પણ તેમની ચર્ચા થાય છે. વાત દયા બેનના પાત્રની કરીએ તો દયા બેનનું પાત્ર આ શોના સૌથી પ્રખ્યાત પાત્રોમાંથી એક છે.

શોમાં દયા બેન અથવા દયા ભાભીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રીનું સાચું નામ દિશા વાકાણી છે. દિશા પાંચ વર્ષ પહેલા આ શો છોડી ચુકી છે પરંતુ દયા બેનના કમબેકને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે. જો કે તમને જણાવી દઈએ કે દિશાના બદલે દયાના પાત્ર માટે બીજી અભિનેત્રીની શોધ ચાલી રહી છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે શોમાં નવી દયા બેન તરીકે અમી ત્રિવેદી આવી શકે છે.

સમાચાર છે કે દયાનું પાત્ર હવે અમી નિભાવી શકે છે. મેકર્સ પહેલાથી જ કહી ચુક્યા છે કે તેઓ આ પાત્ર માટે નવા ચહેરાની શોધ કરી રહ્યા છે. તાજેતરમાં, અભિનેત્રીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં માન્યું છે કે જો બધું બરાબર રહ્યું તો તે દયાબેનના પાત્રમાં જોવા મળી હોત, તેના વિશે વિચારીને પણ તે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.

પોતાના એક ઇન્ટરવ્યુમાં વાત કરતા, અમી ત્રિવેદી ઉર્ફ મંજરી બિરલાએ કહ્યું, “જો મને આ આપવામાં આવ્યું હોત, તો હું તેને કરવાનું પસંદ કરત. એક સમયે, હું ખરેખર તે કરવા પણ ઈચ્છતી હતી કારણ કે તે સમયે મેં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કામ કરવાનું વિચાર્યું પણ ન હતું. ઘણા લોકો એવી વાત કરી રહ્યા હતા કે દયાને રિપ્લેસ કરવામાં આવે અને હું તે રોલ કરું. જો ચીજો બરાબર હોત તો હું દયા હોત. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સને પૂછવું પડશે કે તેમના મગજમાં શું છે કારણ કે દયા ઘણા વર્ષોથી ગાયબ છે.”

અમીએ આગળ કહ્યું કે, “આટલા વર્ષોથી હું કોમિક રોલ પ્લે કરી રહી છું અને જો દયાબેનનો રોલ મળ્યો હોત તો તે પણ કરત. પરંતુ આજે મને લાગે છે કે હું મંજરી બનીને વધુ ખુશ છું. જો મેં દયાનું પાત્ર નિભાવ્યું હોત તો તે કોમેડી ભૂમિકા હોત અને હું કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરવા ઈચ્છતી હતી. તેથી આ મારા માટે બિલકુલ અલગ છે.”