દુલ્હનના લુકમાં જોવા મળી ગોપી વહૂ, શું ગુપ્ત રીતે કરી લીધા છે લગ્ન? જુવો તેની તસવીરો

મનોરંજન

તૈયાર થવું દરેક છોકરીને પસંદ આવે છે. જ્યારે પણ કોઈ પાર્ટી, લગ્ન કે ફંક્શન હોય ત્યારે છોકરીઓ થોડી વધારે જ તૈયાર થાય છે. પછી જો કોઈ છોકરી દુલ્હન બને તો આ તેના માટે સોના પર સુહાગ બની જાય છે. દુલ્હન બનીને દરેક છોકરી ખૂબ જ સુંદર લાગે છે. પછી આ ખાસ દિવસે તે સૌથી સુંદર દેખાવા પણ ઈચ્છે છે. સાડી અથવા લહેંગા એક એવો ભારતીય ડ્રેસ છે જેમાં દરેક છોકરી ખૂબ સુંદર લાગે છે. તેનાથી છોકરીની સુંદરતામાં વધારો થાય છે.

જ્યારે કોઈ સેલિબ્રિટી દુલ્હન બને છે, ત્યારે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. લોકોને ફિલ્મી અથવા ટીવી સ્ટાર્સને દુલ્હનના લુકમાં જોવા ખૂબ પસંદ છે. આ દિવસોમાં ટીવીના પ્રખ્યાત શો ‘સાથ નિભાના સાથિયા’ ની ગોપી વહૂ એટલે કે ફેમસ ટીવી અભિનેત્રી દેવવોલીના ભટ્ટાચારજી દુલ્હનના લુકમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

ખરેખર દેવોલીના ભટ્ટાચારજીનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે લાલ રંગનો લહેંગો પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેના નાકની નથ સુંદરતામાં વધારો કરી રહી છે. વીડિયોના બેકગ્રાઉંડમાં ‘એ રે સખી’ સોંગ ચાલી રહ્યું છે. દેવોલીના અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ અને સિંગિંગ વીડિયો શેર કરતી રહે છે.

દેવોલીનાને દુલ્હનના લુકમાં જોઈને લોકો થોડા મૂંઝાઈ ગયા છે. તેમને લાગી રહ્યું છે કે ક્યાંક દેવોલીના લગ્ન કરવાના મૂડમાં તો નથી ને. કેટલાક તો એમ પણ શક કરી રહ્યા છે કે કદાચ દેવોલીના એ લગ્ન કરી લીધા છે. ચાહકોના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે દેવોલીના દુલ્હનની જેમ શા માટે તૈયાર થઈ છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે દેવોલીના એ લગ્ન કરી લીધા છે અથવા કરવાની છે તો તે ખોટું છે.

ખરેખર દેવોલિનાએ આ દુલ્હન લુક પોતાની કોઈ ટીવી સીરિયલ અથવા ફોટોશૂટ માટે અપનાવ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કરતા લખ્યું ‘સ્ટે ટ્યુંડ’ એટલે કે મારી સાથે જોડાયેલા રહો. તે ટૂંક સમયમાં જ કંઈક સારું લાવવા જઈ રહી છે. જણાવી દઈએ કે દેવોલીના ભટ્ટાચારજીએ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટાર પ્લસની પ્રખ્યાત સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ થી કરી હતી, જેમાં તે ગોપી બહુ બની હતી. તેમનું આ પાત્ર ઘર ઘરમાં ખૂબ પ્રખ્યાત થયું હતું. લોકોને તેની એક્ટિંગ ખૂબ પસંદ આવી હતી.

થોડા સમય પહેલા તે બિગ બોસ 13 માં પણ જોવા મળી હતી. આ રિયાલિટી શોએ તેની લોકપ્રિયતામાં ઘણો વધારો કર્યો હતો. શોમાં દર્શકોને દેવોલીનાનું એક અલગ રૂપ જોવા મળ્યું હતું. હાલમાં તે ફરી એકવાર ‘સાથ નિભાના સાથિયા’ની સીઝન 2 માં ગોપી બહુ બની છે. આ વખતે પણ તે પોતાનું પાત્ર ખૂબ સારી રીતે નિભાવી રહી છે.