સારા સમય આવવાની 7 નિશાનીઓ, જો તમારી સાથે પણ બની રહી છે આવી ચીજો તો થઈ જાઓ ખુશ

ધાર્મિક

સમય ખૂબ શક્તિશાળી હોય છે. સમયની ગતિ હંમેશા સરખી હોતી નથી. આ સમયમાં એટલી શક્તિ હોય છે કે તે રાજાને ગરીબ અને ગરીબને અમીર બનાવી શકે છે. જ્યારે પણ વ્યક્તિનો ખરાબ સમય આવે છે ત્યારે ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે. એવું કહેવાય છે કે જ્યારે આપણા જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે, ત્યારે આપણને કંઈકને કંઈક સંકેતો જરુર મળવા લાગે છે, પરંતુ કેટલીક વખત આપણે આ સંકેતોને સમજી શકતા નથી, કારણ કે આપણે તે ચીજો વિશે જાણતા નથી. શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય તો આવી સ્થિતિમાં તેને પહેલાથી જ કોઈ ને કોઈ સંકેત મળવા લાગે છે. તેવી જ રીતે, જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે પણ વ્યક્તિને અલગ-અલગ સંકેતો મળે છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ આ બધી ચીજો પર ધ્યાન આપે તો તે જાણી શકે છે કે તેનો સારો સમય આવવાનો છે કે ખરાબ. આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સારો સમય આવતા પહેલા મળે છે.

સારા સમયના સંકેતો 1. ગાય માતા: જો તમારા ઘરના દરવાજે ગાય આવીને ભાંભરે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે. આવી સ્થિતિમાં, જ્યારે ગાય ઘરે આવે છે, ત્યારે તેને રોટલી ખવડાવવી જોઈએ.

2. રસ્તામાં વાંદરો જોવા મળે: જો તમે રસ્તામાં ક્યાંક જઈ રહ્યા છો અને તે જ સમયે તમને તમારી જમણી બાજુ વાનર, કૂતરો કે સાપ દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે પૈસા તમારી પાસે આવવાના છે. બીજી તરફ, જો સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નારિયેળ જોવા મળે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે ધનની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળવાના છે.

3. બાલકનીમાં ચકલી આવીને બેસે: જો તમારા ઘરના આંગણામાં કે બાલકનીમાં ચકલી આવીને બેસે અને કિલકિલાટ કરે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દુ:ખ અને મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે અને તમારો આવનારો સમય ખુશીઓથી ભરેલો હશે.

4. ઘોડાની નાળ મળવી: જો તમને ક્યાંક રસ્તામાં ઘોડાની નાળ મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને શનિવાર નો દિવસ છોડીને અન્ય કોઈ પણ દિવસે ઘોડાની નાળ રસ્તા પર મળે તો તમે તેને તમારી પાસે જરૂર રાખો.

5. પતંગિયા: તમને જણાવી દઈએ કે સુંદર પતંગિયાને પણ શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમને અચાનક તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોવા મળે છે તો એ સંકેત છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે.

6. આંકડાનો છોડ ઉગવો: જો તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જોવા મળે છે, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં જ તમારો સારો સમય આવવાનો છે.

7. હાથમાં જળથી ભરેલું પાત્ર જોવા મળે તો: જો ઘરેથી જરૂરી કામ માટે નીકળતી વખતે કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે. તેને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે.