વર્ષ 2021 માં રાખો આ બાબતોનું ધ્યાન, આખું વર્ષ મળશે શુભ સમાચાર અને બની જશો માલામાલ

ધાર્મિક

દરેક વ્યક્તિની ઇચ્છા છે કે નવું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ લાવે અને નવા વર્ષમાં તેમને ખૂબ પ્રગતિ મળે. જોકે ઘણા લોકો એવા હોય છે જેમના માટે નવું વર્ષ સારું સાબિત થતું નથી અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે ઇચ્છો છો કે તમારી સાથે નવા વર્ષમાં આવું ન બને અને નવા વર્ષમાં તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તો નીચે જણાવેલ બાબતોનું ધ્યાન રાખો. આ બાબતોનું ધ્યાન રાખવાથી નવા વર્ષમાં તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહિં પડે.

નકારાત્મક વિચારસરણીથી દૂર રહો: જો જૂનું વર્ષ તમારા માટે સારું રહ્યું નથી તો નવા વર્ષ માટે સારી વિચારસરણી રાખો. ખરેખર ઘણા લોકો એવા હોય છે જે નકારાત્મક વિચારસરણી સાથે નવું વર્ષ શરૂ કરે છે. તેને લાગે છે કે ગયા વર્ષની જેમ તેમનું નવું વર્ષ હશે. આ વિચારસરણી રાખવી યોગ્ય નથી. તમારે નવા વર્ષમાં સકારાત્મક વિચારસરણી સાથે પ્રવેશ કરવો જોઈએ અને નકારાત્મક બાબતોથી દૂર રહેવું જોઇએ. આ કરવાથી આ વર્ષ ખુશીથી પસાર થશે અને જીવન ખુશીઓથી ભરાઈ જશે.

દેવું લેવાથી બચો: નવા વર્ષના શરૂઆતના દિવસોમાં ભૂલથી પણ ઉધારે પૈસા ન લો. જે લોકો નવા વર્ષના પહેલા દિવસે જ ઉધારે પૈસા લે છે, તેઓ આખું વર્ષ દેવામાં ડૂબેલા રહે છે અને તેમની પાસે પૈસા રહેતા નથી. તેથી નવા વર્ષમાં દેવું ન લો અને તે જ રીતે નવા વર્ષના શરૂઆતના દિવસોમાં કોઈને ઉધારે પૈસા પણ ન આપો.

ધારદાર ચીજોનો ઉપયોગ ન કરો: વર્ષના પહેલા દિવસે તમારે કોઈ પણ પ્રકારની ધારદાર ચીજોનો ઉપયોગ ન કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે જે લોકો વર્ષના પહેલા દિવસે ધારદાર ચીજોનો ઉપયોગ કરે છે, તેમને આખું વર્ષ નુક્સાન થાય છે અને ખરાબ સમાચાર સાંભળવા મળે છે. તેથી નવા વર્ષ પર કાતર અને ધારદાર ચીજોનો ઉપયોગ કરવો નહીં. ઉપરાંત, નવા વર્ષ પર આ ચીજો ખરીદીને ઘરે પણ ન લાવો.

ઘરમાં કાચ તૂટવા ન દો: નવા વર્ષની શરૂઆતમાં તમે આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારની કાચની ચીજ ઘરમાં તૂટવા ન દો. નવા વર્ષના શરૂઆતના દિવસોમાં કાચની ચીજો તૂટવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કાચનું તૂટવું દુર્ભાગ્યની નિશાની છે અને કાચ તૂટવાથી જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે. તેથી તમે આ વાતનું ધ્યાન રાખો કે નવા વર્ષની શરૂઆતમાં ઘરમાં રાખેલી કોઈ પણ કાચની ચીજ તૂટવી જોઈએ નહિં.

પર્સ અને તમારી તિજોરીને ખાલી ન રાખો: નવા વર્ષની શરૂઆત ખુશીથી કરો અને તમારા પર્સ અને તિજોરીને ખાલી ન રાખો. એવું માનવામાં આવે છે કે નવા વર્ષના પહેલા દિવસે જેમનું પર્સ અને તિજોરી ખાલી હોય છે તેમનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. તેથી તમે આવી ભૂલ ન કરો અને તમારા પર્સ અને તિજોરીમાં કેટલાક પૈસા રાખો. આ કરવાથી આખા વર્ષ દરમિયાન પૈસાની અછત રહેશે નહીં.

ઘર સાફ રાખો: જે ઘરમાં સ્વચ્છતા રહે છે, તે જ ઘરમાં માતા લક્ષ્મી વાસ કરે છે. તેથી તમારું ઘર સ્વચ્છ રાખો અને ઘરને ગંદુ ન રાખો. આ કરવાથી આખું વર્ષ પૈસાની અછત થશે નહિં અને પૈસા એકઠા થવા લાગશે.

મંદિરમાં જઈને પૂજા કરો: વર્ષના પહેલા દિવસે તમારે મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ અને ભગવાનની સામે દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત તમારા કુળદેવીની પણ પૂજા કરવી જોઈએ અને તેમને પ્રાર્થના કરો કે તમારું નવું વર્ષ સારું રહે.

મીઠાઈ ખાઈને નવા વર્ષની શરૂઆત કરો: કઈ મીઠી ચીજ ખાઈને જ તમે નવા વર્ષમાં પ્રવેશ કરો. જો મીઠી ચીજ ખાઈને નવા વર્ષની શરૂઆત કરવામાં આવે તો આખું વર્ષ તમને સારા સમાચાર સાંભળવા મળે છે.

પૈસા ખર્ચ ન કરો: વર્ષના પહેલા દિવસે પૈસા ખર્ચ ન કરો. એવું માનવામાં આવે છે કે જે લોકો વર્ષના પહેલા દિવસે પૈસા ખર્ચ કરે છે, તેમની પાસે પૈસા રહેતા નથી અને આખા વર્ષ દરમિયાન ખર્ચ આવતા રહે છે.

83 thoughts on “વર્ષ 2021 માં રાખો આ બાબતોનું ધ્યાન, આખું વર્ષ મળશે શુભ સમાચાર અને બની જશો માલામાલ

  1. Simply want to say your article is as astonishing. The clearness in your post is just great and i could assume you are an expert on this subject. Well with your permission allow me to grab your RSS feed to keep updated with forthcoming post. Thanks a million and please continue the enjoyable work.|

Leave a Reply

Your email address will not be published.