ગોલુ-મોલુ ‘ગંગુબાઈ’ હવે થઈ ગઈ છે સ્લિમ-ટ્રીમ, તસવીરો જોઈને નહિં આવે વિશ્વાસ

બોલિવુડ

તાજેતરમાં જ બિગ બોસ ફેમ શેહનાઝ ગિલ 6 મહિનામાં 12 કિલો વજન ઘટાડવાને લઈને ચર્ચામાં રહી હતી. સાથે જ ટીવીની જુનિયર સ્ટાર ગંગુબાઈ ઉર્ફે સલોની ડેનીએ પણ તેમના ટ્રાંસફોર્મેશનથી લોકોના હોંશ ઉડાવ્યા છે.સલોની 3 વર્ષની હતી ત્યારથી એક્ટિંગ કરી રહી છે. હાલ તે 19 વર્ષની થઈ ગઈ છે. તેમનું ‘કોમેડી સર્કસ મહાસંગ્રામ’ માં ‘ગંગુબાઈ’નું પાત્ર આજે પણ લોકોને યાદ છે. આમાં તેણે પોતાના જબરદસ્ત કૉમિક ટાઈમિંગથી બધાને હસાવ્યા હતા.

સલોની પહેલા ગોલુ-મોલુ હતી, પરંતુ હવે તેણે થોડા જ મહિનામાં 8 થી 10 કિલો વજન ઘટાડ્યું છે. તેના આ અદભૂત પરિવર્તન જોઈને બધા જ ચોંકી ગયા છે. તેના આ નવા સ્લિમ અવતારમાં સલોની ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો તેના આ નવા લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સલોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ તેણે બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તેમાં તેનું ફિગર પણ ફિટ થઈ ગયું છે. હવે સલોનીના ચાહકો તેનો આ નવો અવતાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

જણાવી દઈએ કે તે ‘કોમેડી સર્કસ મહાસંગ્રામ’ માં ‘ગુંગબાઇ’ નું પાત્ર નિભાવ્યા પછી તે ઘણા લાંબા સમયથી ટીવી પરથી ગાયબ હતી. ત્યાર પછી તેણે ‘યે જાદુ હૈ જીન કા’ સાથે કમબેક કર્યું હતું. આ પછી તે 2016 માં તે ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ માં પણ જોવા મળી હતી. ટીવી સિવાય તે ‘નો પ્રોબ્લેમ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સલોની નાની ઉંમરેથી જ કોમેડી કરવામાં માસ્ટર હતી. અર્ણબ ગોસ્વામીથી લઈને કાજોલ અને સોનમ કપૂર સુધી તે બધાની મિમિક્રી કરી લે છે. આટલી નાની ઉંમરે આટલું ટેલેંટ હોવાને કારણે, તે ખૂબ પ્રખ્યાત થઈ.સલોની સોશિયલ મીડિયા પર ફની વીડિયો પણ શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.