પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ પોતાના કામની સાથે-સાથે ઘરને પણ ખૂબ સારી રીતે સંભાળી રહી છે. ભારતી સિંહ આ દિવસોમાં તેના પુત્ર ગોલા સાથે પોતાના મધરહુડ ફેઝને એંજોય કરી રહી છે. પુત્રના જન્મ પછી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની ખુશીનું કોઈ ઠેકાણું નથી.
સાથે જ ભારતી સિંહ પણ માતા બન્યા પછી કેટલી ખુશ છે, તેની ખુશી તે કોઈને કોઈ રીતે વ્યક્ત કરતી રહે છે. ભારતી સિંહે 3 એપ્રિલ 2022ના રોજ તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને તે એક સુંદર પુત્રની માતા બની હતી. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાએ તેમના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે. તે પોતાના પુત્રને પ્રેમથી ગોલા કહે છે.
કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાનો પુત્ર ગોલા ઉર્ફ લક્ષ્ય 1 વર્ષનો થઈ ગયો છે. તેના જન્મદિવસ પર કોમેડિયન એ ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર અને ક્યૂટ લાગી રહ્યો છે.
ભારતી સિંહ-હર્ષ લિમ્બાચીયાનો પુત્ર ગોલા થયો 1 વર્ષનો: તમને જણાવી દઈએ કે ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના પુત્ર ગોલાની સુંદર તસવીરો અને વીડિયો ચાહકોની વચ્ચે શેર કરતી રહે છે. આ ઉપરાંત તે ચાહકોને વીડિયો અને વ્લોગ દ્વારા તેના જીવન વિશે અપડેટ્સ આપતી રહે છે. આજે, ગોલાના જન્મદિવસ પર કોમેડિયન એ ઘણી સુંદર તસવીરો શેર કરી છે.
સોશિયલ મીડિયા પર ગોલાની ફેન ફોલોઈંગ અનોખી છે. ગોલાની ક્યૂટનેસ કોઈનું પણ દિલ પીગાળી દે છે. ભારતી સિંહ એ પોતાના પુત્ર ગોલાની જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેને જોઈને તમે પણ તેના પરથી નજર હટાવી શકશો નહીં. આ તસવીરો પર ખૂબ કમેન્ટ કરીને ચાહકો લક્ષ્ય પર પ્રેમ વરસાવી રહ્યા છે.
ભારતી સિંહે ગોલાને તેના પહેલા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીરો શેર કરી છે, તેમાં લક્ષ્ય ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. ફોટોશૂટની આ તસવીરોમાં ગોલાને શેફના આઉટફિટમાં જોઈ શકાય છે. આ દરમિયાન, ગોલા શેફની ટોપી અને ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
ભારતી સિંહે આ સુંદર તસવીરો શેર કરવાની સાથે જ કેપ્શનમાં લખ્યું, “હેપ્પી ફર્સ્ટ બર્થડે લક્ષ્ય (ગોલા). ખૂબ પ્રેમ. મોટા થઈને અમારી જેવા બનો. ગોડ બ્લેસ યૂ.” સાથે જ અન્ય એક તસવીરમાં જોઈ શકાય છે કે ગોલા એક ફુગ્ગા વાળી ટોપલીમાં બેઠો છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તેની સાથે “વન” લખેલું છે. ભારતી સિંહ દ્વારા શેર કરવામાં આવેલી આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના લાડલા પુત્ર ગોલાની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકોથી લઈને સેલિબ્રિટીઓ પણ તેમના લાડલા પર પ્રેમ વરસાવી રહ્યા છે. શેર કરેલી તસવીરોમાં ગોલા અલગ-અલગ પોઝમાં જોવા મળી રહ્યો છે. ક્યારેક તે શેફ બની ગયો છે તો ક્યારેક તે ટોપલીમાં બેસીને કેમેરા માટે ફની ફેસ બનાવતા જોવા મળી રહ્યો છે. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.