સ્વપ્નમાં જોવા મળે છે ભગવાન તો, જાણો કે શું હોઈ શકે છે ભવિષ્યમાં તેનું પરિણામ

ધાર્મિક

સપનાનું પોતાનું એક વિજ્ઞાન છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ ચીજને પોતાના સ્વપ્નમાં જરૂર જુવે છે. એવી કોઈ વ્યક્તિ નહિં હોય જેને સ્વપ્ન ન આવતા હોય. આવી સ્થિતિમાં એક વાત છે કે આપણને જે સ્વપ્ન આવે છે, તેનો સંબંધ આપણા જીવનમાં થઈ રહેલી ઘટનાઓ સાથે જોડાયેલો હોય છે. સપના શાસ્ત્ર મુજબ સપનામાં જોવા મળતી ચીજો કેટલીકવાર ભવિષ્યની ઘટનાઓના સંકેત પણ આપે છે. તેથી જ્યારે પણ તમને કોઈ સ્વપ્ન આવે ત્યારે તેની તમે અવગણના બિલકુલ ન કરો અને તે સ્વપ્નનો અર્થ શું છે તે જાણવાનો પ્રયત્ન કરો. સ્વપ્નમાં આવતી ચીજો આપણને ક્યા સંકેત આપે છે, તેની જાણકારી ખૂબ ઓછા લોકોને હોય છે. જેના કરણે ઘણા લોકો સ્વપનનો અર્થ સમજી શકતા નથી.

સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં જોવા મળતી દરેક ચીજનો સંબંધ કોઈને કોઈ ચીજ સાથે જરૂર હોય છે. ઉદાહરણ તરીકે જો સ્વપ્નમાં વિમાન જોવા મળે તો તે કોઈ મુસફરીના સંકેત છે. સ્વપ્નમાં ગાયનું દેખાવું શુભ સંકેત આપે છે અને તેનો અર્થ જીવનમાં ખુશીઓ આવવા સાથે જોડાયેલો હોય છે. તેવી જ રીતે ઘણી વખત લોકોને ભગવાન સાથે જોડાયેલા સ્વપ્ન પણ આવે છે, જેનો અર્થ પણ અલગ-અલગ હોય છે. તમારા સ્વપ્નમાં કયા ભગવાન દેખાય છે? તે પણ મહત્વ ધરાવે છે. તો ચાલો સમજીએ કે ક્યા ભગવાનની તસવીર તમારા સ્વપ્નમાં જોવા મળે તો તેનો તમારા જીવન સાથે શું સંબંધ હોઈ શકે છે.

પહેલા અમે તમને જણાવી દઈએ કે સ્વપ્ન શાસ્ત્રો મુજબ જે લોકોને ભગવાન તેમના સપનામાં દેખાઈ છે, તેનો અર્થ એ છે કે તેમના પર ભગવાનના આશીર્વાદ છે. ભગવાનને જોવાની સાથે, જો સ્વપ્નમાં પ્રકાશ પણ જોવા મળે છે, તો સમજવું કે મુશ્કેલ સમય પસાર થવાનો છે અને તે સારા સમયના સંકેત છે. ભગવાન તેના દ્વારા તમને કહેવા માંગે છે કે તમારા જીવનમાં સારો સમય શરૂ થવાનો છે, તમે બસ આશાનું કિરણ ન ગુમાવો. જણાવી દઈએ કે ભગવાના સ્વપ્નમાં આવવા સાથે અલગ અલગ અર્થ જોડાયેલો હોય છે. જો તમને કોઈ મંદિર દેખાઈ છે જેમાં ભગવાનની મૂર્તિ હોય, તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સારો સમય ચાલી રહ્યો છે. ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે. ચાલો જાણીએ અલગ અલગ ભગવાન અને અલગ-અલગ જગ્યાએ ભગવાન જોવાનો અર્થ શું હોય છે.

જણાવી દઈએ કે સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમે તમારી ઓફિસ અથવા સ્કૂલમાં ભગવાનને જુવો છો, તો તેનો અર્થ એ છે કે તમને તમારા જીવનમાં પ્રગતિ મળવાની છે. તમે બસ કર્મ કરતા રહો. બીજી બાજુ જો ભગવાન તમારા સપનામાં તમને કોઈ સલાહ આપી રહ્યાં છે, તો તેનો અર્થ એ છે કે તે તમને કહેવા ઈચ્છે છે કે તમે પોતાન દિલની વાત સાનભળો અને જ તમને યોગ્ય લાગે છે તે તમે કરો.

સ્વપ્નમાં માતા લક્ષ્મીનું દેખાવું: સ્વપ્નમાં માતા લક્ષ્મીનું દેખાવું અપાર ધન આપી શકે છે. આવા સ્વપ્ન નોકરી-ધંધા ઉપરાંત બીજી રીતોથી પણ પૈસા મળવાના સંકેત છે. એ જ રીતે જો સ્વપ્નમાં કમળનું ફૂલ જોવા મળે છે તો તે પણ આર્થિક સ્થિતિ મજબૂત બનવાના સંકેત માનવામાં આવે છે. ખરેખર કમળનું ફૂલ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. બીજી બાજુ જો સ્વપ્નમાં માતા લક્ષ્મી ગુસ્સે દેખાય છે અથવા સ્વપ્નમાં યોગ્ય દેખાતા નથી, તો તેનો અર્થ એ છે કે તમે પૈસા ગુમાવશો.

સ્વપ્નમાં ગણેશ ભગવાનનું આવવું કોઈ શુભ કાર્ય થવાના સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ પણ છે કે તમારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે. સ્વપ્નમાં અન્ન દેખાવાનો અર્થ એ છે કે માતા અન્નપૂર્ણાના આશીર્વાદ તમારા પર છે અને ઘરમાં અનાજની કમી ક્યારેય નહીં આવે.

કોઈને સ્વપ્નમાં ભગવા વિષ્ણુ દેખાઈ તો: જો કોઈને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુના દર્શન થાય છે તો તે સારા નસીબના સંકેત છે. આવા સ્વપ્નનો અર્થ એ છે કે સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે.

સ્વપ્નમાં આવે સંકટ મોચન તો દૂર થશે આ સમસ્યાઓ: સ્વપ્નમાં ભગવાન હનુમાન આવવાનો અર્થ એ છે કે તમારી દુશ્મન પર જીત થવાની છે. આ ઉપરાંત જો કોઈ પણ કિસ્સામાં વિવાદ ચાલી રહ્યો છે અને આ બાબત કોર્ટમાં છે તો તે પણ તમારી જીત તરફ ઈશારો છે.

સપનામાં સિયારામનું દેખાવું: મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું સ્વપ્નમાં દેખાવું એ કોઈ મોટી સફળતાની નિશાની છે. ખાસ વાત એ છે કે આ સફળતા ટૂંક સમયમાં તમને મળી શકે છે. આવી સ્થિતિમાં ભગવાન રામ દેખાય તો સમજો કે તમને કોઈ મોટી સફળતા મળવાની છે.

સ્વપ્નમાં શિવલિંગ દેખાવી: સ્વપ્નમાં શિવલિંગનું દેખાવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્ન સૂચવે છે કે તમારો બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવાનો સમય આવી ગયો છે.

સ્વપ્નમાં કૃષ્ણ ભગવાન દેખાય તો: સ્વપ્નમાં ભગવાન કૃષ્ણનું દેખાવું પ્રેમ સંબંધમાં આગળ વધવાના અને તેની સફળતાના સંકેત છે.

સ્વપ્નમાં માતા દુર્ગા આવે તો: જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યો છે, તો આવા સ્વપ્નનું આવવું તેના અચાનક ઠીક થવાના સંકેત છે.