જો તમે પણ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તેમને પ્રસાદ ચળાવતા પહેલા જાણી લો કેટલીક આ ખાસ બાબતો

ધાર્મિક

હિન્દુ ધર્મમાં પ્રસાદનું ખૂબ મહત્વ હોય છે, જ્યારે પણ કોઈ મંદિર જાય છે તો પ્રસાદ લઈને આવે છે. ક્યાંય પણ પૂજા કરવામાં આવે તો પ્રસાદ જરૂર ચળાવવામાં આવે છે. શું તમે જાણો છો પ્રસાદ શું છે? મંદિરમાં અથવા ઘર પર ભગવાનની પૂજા પછી તુલસીકૃત જલામૃત અને પંચામૃતની પૂજા પછી જે ચીજ વહેંચવામાં આવે છે તેને પ્રસાદ કહેવાય છે. બધા ધર્મોમાં થતી પૂજા પછી પ્રસાદ આપવામાં આવે છે, જે અલગ અલગ હોય છે. પૂજા પછી દેવતાઓને કેટલીક ખાદ્ય ચીજો ચળાવવામાં આવે છે, પૂજા પછી તેને જ લોકો વચ્ચે પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બધા દેવતાઓને અલગ-અલગ ચીજો પ્રસાદ તરીકે ચળાવવામાં આવે છે. પૂજા પછી પ્રસાદને ભક્તો ભગવાનના આશીર્વાદ સમજીને સ્વીકારે છે અને ભગવાનના આશીર્વાદ મેળવે છે.

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ‘પાત્રં, પુષ્પં, ફલં, તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુહ્યતમશ્નામિ પ્રયતાત્મનઃ॥’ તેનો અર્થ એ છે કે જે પણ ભક્ત મારા માટે પ્રેમથી પત્રો, ફૂલો, ફળ, પાણી વગેરે ચળાવે છે. તે શુદ્ધ બુદ્ધિ નિષ્કામ પ્રેમીનું પ્રેમપૂર્વક ચળાવેલું તે પત્ર-ફૂલ હું સગુણ રીતે પ્રગટ થઈને પ્રેમથી ખાવ છું.

હિન્દુ દેવી-દેવતાઓના પ્રિય પ્રસાદ: ભગવાન વિષ્ણુને રવો ખૂબ જ પસંદ છે, તેથી તેમને પ્રસાદ તરીકે રવો ચળાવવો જોઇએ. દેવોના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવને ભાંગ અને પંચામૃત ખૂબ જ પ્રિય છે, તેથી તેમને આ ચળાવવાથી તેમના આશીર્વાદ મળે છે.

ધનની દેવી માતા લક્ષ્મીને સફેદ રંગની મીઠાઈઓ, કેસર અને ચોખા ખૂબ જ પ્રિય છે, તેમને આ ચળાવવાથી ભક્તોને ક્યારેય પણ પૈસાની સમસ્યા થતી નથી.

નટખટ શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ જ પ્રિય છે, બાળપણમાં તે માખણ ચોરીને ખાતા હતા. કૃષ્ણજીને માખણ ચળાવવું જોઈએ, તેનાથી કૃષ્ણની દયા-દ્રષ્ટિ હંમેશા ભક્ત પર રહે છે. વિદ્યાની દેવી માતા સરસ્વતીને દૂધ, પંચામૃત, દહીં, માખણ અને સફેદ તલના લાડુ ખૂબ જ પ્રિય છે. તેમને આ પ્રસાદ તરીકે ચળાવનાર ભક્તને ક્યારેય પણ જ્ઞાનનો અભાવ થતો નથી.

ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ ખૂબ જ પસંદ છે, તેમને પ્રસાદ તરીકે ચણાના લોટના લાડુ જ ચળાવવા જોઈએ. ભગવાન શ્રી રામને ખીર, કેસર ભાત અને ધાણાનું ચૂરમું ખૂબ પસંદ છે, તેમને પ્રસાદ તરીકે આ ચીજો ચળાવીને ભક્ત તેમના આશીર્વાદ મેળવી શકે છે.

મહાબલી ભગવાન હનુમાનને પંચ મેવા, ગોળથી બનેલા લાડુ, પાન, કેસર ચોખા અને હલવો ખૂબ પ્રિય છે. માતા દુર્ગાને માલપુઆ, પુરણપોળી, કેળા, નાળિયેર અને ખીર ખૂબ જ પસંદ છે, તેથી જો કોઈ ભક્ત તેમને પ્રસન્ન કરવા ઈચ્છે છે તો આ બધી ચીજો પ્રસાદ તરીકે માતાના ચરણોમાં અર્પણ કરો.