ઘરની બહાર નીકળતા સમયે ખિસ્સામાં રાખી દો આ 5 માંથી કોઈ એક ચીજ, ચમકે છે ભાગ્ય, ટળે છે દુર્ઘટના

ધાર્મિક

જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ છીએ, ત્યારે આપણે ઘણા પ્રકારના કામ કરીએ છીએ. જેમ કે ડ્રાઇવિંગ, કોઈ બિઝનેસ ડીલ ફાઈનલ કરવી, નોકરી પર જવું, સંપત્તિ અથવા વાહન ખરીદવું અથવા કોઈ નાનું અથવા મોટું જરૂરી કામ કરવું. આવી સ્થિતિમાં તે કાર્યને સફળતાપૂર્વક કરવા માટે આપણને સારા નસીબની પણ જરૂર હોય છે. સાથે જ બહાર નીકળતા સમયે આપણી સુરક્ષા પર પણ સવાલ ઉઠે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આવી જ પાંચ ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે તમારા ખિસ્સામાં રાખશો તો તમે માત્ર સુરક્ષિત જ નહીં રહો, પરંતુ તમારું કામ પણ સારા નસીબના કારણે ઝડપથી પૂર્ણ થઈ જશે. તમે આ બધી ચીજો એક સાથે અથવા અલગ પણ રાખી શકો છો.

રુદ્રાક્ષ: રુદ્રાક્ષને હિંદુ ધર્મમાં શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે માળા બનાવીને મંત્રોના જાપ કરવા માટે કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રુદ્રાક્ષની અંદર અનંત સકારાત્મક ઉર્જા કેદ રહે છે. તેને માત્ર સ્પર્શ કરવાથી તમારું શરીર સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે તેને તમારા ખિસ્સા અથવા પર્સમાં રાખો છો, તો તમે હંમેશા સકારાત્મક વિચારશો. તે તમને તમારું કાર્ય વધુ સારી રીતે કરવામાં મદદ કરશે. જો તમે ઇચ્છો તો તેને તમારા હાથ અથવા ગળામાં પણ પહેરી શકો.

હનુમાનજીની તસવીર: તમારા પર્સમાં હનુમાનજીની તસવીર રાખવી શુભ છે. હનુમાનજી તમને ખરાબ શક્તિઓ અને મુશ્કેલીઓથી બચાવવાનું કામ કરે છે. જ્યારે તમે ઘરની બહાર નીકળો છો, ત્યારે તમારી સાથે કોઈ અકસ્માત થવાની સંભાવના પણ રહે છે. આવી સ્થિતિમાં પોતાની સાથે હનુમાનજીને રાખવાથી આ ખતરો પણ ટળી જાય છે. તેને તમે પર્સમાં રાખો અથવા તેમની તસવીરનું લોકેટ આંગળીમાં પહેરી શકો છો.

લક્ષ્મીજીનો સિક્કો: જ્યારે પણ તમે પૈસા સાથે સંબંધિત કોઈપણ કામ માટે ઘરની બહાર નીકળો છો ત્યારે ખિસ્સામાં લક્ષ્મીની છબીવાળો સિક્કો તમારા ખિસ્સા અથવા પર્સમાં રાખો. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ સંપત્તિ અથવા વાહન ખરીદવા અને વેચવા જઇ રહ્યા છો, નોકરી શોધી રહ્યા છો, અથવા કોઈ બિઝનેસ ડિલ ફાઈનલ કરવા જઇ રહ્યા છો, તો માતા લક્ષ્મીનો સિક્કો તમારી સાથે જરુર લઈ જાઓ.

લવિંગ: તમારા ખિસ્સા અથવા પર્સમાં લવિંગ રાખવાથી તમને કોઈની ખરાબ નજર નથી લાગતી. તે તમારા દુશ્મનની બધી ચાલને પણ નિષ્ફળ કરે છે. તેને રાખ્યા પછી કોઈ તમને નુકસાન પહોંચાડી શકતા નથી. તેથી જો તમને ડર લાગે છે કે કોઈ તમારું ખરાબ ઇચ્છે છે, તો લવિંગ પોતાની સાથે જરૂર રાખો.

કબૂતરનું પીંછુ: કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. તેનો સફેદ રંગ પણ આ વાતને દર્શાવે છે. તેને જોવાથી મનને શાંતિ અને આરામ મળે છે. આવી સ્થિતિમાં જો તમે કબૂતરનું પીંછુ તમારા ખિસ્સા અથવા પર્સમાં રાખો છો, તો તમને આંતરિક શાંતિ મળે છે. તમારું ધ્યાન ભટકતું નથી. તમે તમારા કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તેનાથી અન્યની નેગેટિવ વાત તમને પ્રભાવિત કરી શકતી નથી. તમારું માઈંડ પોઝિટીવ રહે છે.