પુત્રને જ્ન્મ આપ્યા પછી કરીના પહોંચી ઘરે, રાખવાની છે બીજા પુત્રનું આ નામ…

બોલિવુડ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને બેબો નામની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાનના ઘરે ફરી એકવાર નાના પગલાએ દસ્તક દીધી છે. ખરેખર અભિનેત્રી કરીના કપૂર ખાને રવિવારે પોતાના બીજા પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજા પુત્રના માતા-પિતા બની ચુક્યા છે. જણાવી દઈએ કે અભિનેત્રી કરીના કપૂર ખાનનો લાડલો ‘તૈમૂર અલી ખાન’ પણ મોટો ભાઈ બની ગયો છે. આવી સ્થિતિમાં આ સમાચાર સાંભળીને ચાહકો તેના બીજા પુત્રનું નામ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

જણાવી દઈએ કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને દરેક બાજુથી અભિનંદન મળી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ચાહકોની સાથે ઘણા સેલિબ્રિટિઝે પણ આ પ્રખ્યાત કપલને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપ્યા છે. તે જ સમયે તેના પહેલા પુત્ર તૈમૂરના નામકરણ દરમિયાન જ સૈફ અલી ખાનના મનમાં એક અન્ય નામ હતું. આવી સ્થિતિમાં એવું બની શકે છે કે સૈફિનાના બીજા બાળકનું નામ તે જ રાખવામાં આવે.

જોકે એક્ટર સૈફ-કરીનાના પુત્ર તૈમૂરના નામને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ કૉન્ટ્રોવર્સી થઈ હતી. પરંતુ કરીના કપૂરને તેના પુત્ર માટે તે જ નામ પસંદ આવ્યું હતું, તે સમય દરમિયાન સૈફના મનમાં જે નામ આવ્યું હતું, તે નામ ફૈઝ હતું. અભિનેત્રી કરીનાએ આ માહિતીની જાણકારી પોતાના એક ઇન્ટરવ્યુ દ્વારા આપી હતી, જ્યારે તૈમૂરના નામ વિશે ઘણા હંગામા શરૂ થયા હતા. ખરેખર તેણે કહ્યું હતું કે, ‘જ્યારે હું હોસ્પિટલ જઈ રહી હતી, તેની એક રાત પહેલા જ સૈફે મને પૂછ્યું હતું કે શું તું તૈમુર નામને લઈને શ્યોર છે? તે જ સમયે, સૈફ અલી ખાને બેબી માટે ‘ફૈઝ’ નામ સૂચવ્યું હતું.’ જ્યારે એક્ટરનું કહેવું હતું કે ફૈઝ નો અર્થ કવિત્વપૂર્ણ અને રોમેંટિક થાય છે.

નોંધપાત્ર વાત એ છે કે અભિનેત્રી કરીના કપૂરને તેના પુત્ર માટે તૈમુર નામ ખૂબ પસંદ હતું. અને તેણે કહ્યું, “હું મારા પુત્રને ફાઇટર બનાવવા ઈચ્છું છું.” તૈમૂરનો અર્થ ‘લોખંડ’ છે, તેથી હું આઈરન મેન ને જ જન્મ આપવા ઈચ્છતી હતી. હું ‘તૈમૂર’ નામ પર ગર્વ અનુભવું છું. જણાવી દઈએ કે ચાહકોને આશા છે કે નવા મહેમાનનું નામ ‘ફૈઝ’ રાખવામાં આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સૈફ અને કરીના તેના બીજા બાળકનું નામ શું રાખશે.

Leave a Reply

Your email address will not be published.