પતિના નિધન પછી પણ સંબંધોને મહત્વ આપે છે મંદિરા બેદી, કંઈક આ રીતે ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર, જુવો તસવીરો

બોલિવુડ

પ્રખ્યાત અભિનેત્રી મંદિરા બેદી છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ તેમના પતિ રાજ કૌશલનું નિધન થયું હતું. પતિના નિધન પછી મંદિરા બેદી ખરાબ રીતે તૂટી ગઈ હતી. સાથે જ મંદિરા બેદી પર તેના બે બાળકોની જવાબદારી પણ છે. પતિ રાજ કૌશલને ગુમાવ્યા પછી તે હવે પોતાના સામાન્ય જીવનમાં પરત ફરી રહી છે. પોતાના લોકોને મળવાનું હોય કે બાળકો અને કામ પર ધ્યાન કેંદ્રિત કરવું, અભિનેત્રી ખૂબ સારી રીતે કરી રહી છે. આ ઉપરાંત તેમણે રવિવારે પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર પણ સેલિબ્રેટ કર્યો.

જણાવી દઈએ કે મંદિરાએ તેના બે બાળકો વીર અને તારા સાથે રક્ષા બંધનનનો તહેવાર ઉજવ્યો અને તેમની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં પુત્રી તારાને વીરના હાથ પર રાખડી બાંધતા જોઈ શકાય છે. મંદિરા પણ ખુશ જોવા મળી રહી છે.

નોંધપાત્ર છે કે રાજના નિધન પછી મંદિરા ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ રાજના જન્મદિવસ પર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી.

જણાવી દઈએ કે, રાજ અને મંદિરાના લગ્ન 14 ફેબ્રુઆરી 1999 ના રોજ થયા હતા. આ વર્ષે તેમના લગ્નના 22 વર્ષ પૂર્ણ થયા. મંદિરાએ વર્ષ 2011 માં પુત્રને જન્મ આપ્યો હતો અને ગયા વર્ષે બંનેએ પુત્રી તારાને દત્તક લીધી હતી.

બધું બરાબર હતું પછી અચાનક 30 જૂનની સવારે રાજ કૌશલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સુલેમાન મર્ચન્ટે પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાજનું મૃત્યુ હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમની કારમાં જ થઈ ગયું હતું.

રાજના નિધનથી દરેક દુઃખી થયા હતા. હવે મંદિરા આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. તે કામ પર પરત આવી છે. બાળકો સાથે સમય પસાર કરી રહી છે. આવા સમયમાં તેમનો પરિવાર મોટો સપોર્ટ છે.