પરણિત પુરુષને દિલ આપી બેઠી હતી બોલીવુડની આ 14 અભિનેત્રીઓ, પછી ડેટિંગ કર્યા પછી લીધા સાત ફેરા

બોલિવુડ

પ્રેમ નો કોઈ ભરોસો નથી. ક્યારે, ક્યાં અને કોની સાથે થઈ જાય. સામાન્ય રીતે જ્યારે પણ કુંવારી છોકરી લગ્ન કરે છે ત્યારે તે પોતાના માટે કુંવારા છોકરાની જ શોધ કરે છે. જો કે આજે અમે તમને બોલીવુડની કેટલીક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ પ્રખ્યાત અને કુંવારી હોવા છતાં પણ, એક પરિણીત પુરુષને પોતાનું દિલ આપી બેઠી છે.

હેમા માલિની: હેમા માલિનીને પરિણીત ધર્મેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો હતો. હેમા સાથે લગ્ન કરવાના ચક્કરમાં ધર્મેન્દ્રએ ઇસ્લામ સ્વીકાર્યો જેથી તે તેની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લીધા વગર હેમા સાથે બીજા લગ્ન કરી શકે.

રવિના ટંડન: રવિના ટંડનનું દિલ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અનિલ થદાની પર આવી ગયું હતું. અનિલ પહેલાથી જ નતાશા સિપ્પી સાથે લગ્ન કરી ચૂક્યો હતો અને તેને બે બાળકો પણ હતા. જોકે તે લગ્ન સફળ થઈ શક્યા નહિં, અને છૂટાછેડા પછી અનિલે 2003 માં રવિનાને તેની પત્ની બનાવી.

શ્રીદેવી: શ્રીદેવીએ 1996 માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની આ પહેલા મોના કપૂર ના પતિ હતા. શ્રીદેવીથી બોનીને બે પુત્રી જાન્હવી અને ખુશી છે.

કરિશ્મા કપૂર: અભિષેક બચ્ચન સાથેની સગાઈ તોડ્યા પછી કરિશ્માએ 2003 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા. સંજય કરિશ્મા પહેલા નંદિતા મહેતાનીનો પતિ હતો. પછી કરિશ્મા અને સંજયના 2016 માં છૂટાછેડા થયા હતા.

અમૃતા અરોરા: બોલિવૂડ અભિનેત્રી અમૃતા અરોરાએ છુટાછેડા લીધેલા છોકરા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી આ કપલને બે બાળકો અઝાન અને રિયાન હતા.

શિલ્પા શેટ્ટી: શિલ્પાએ 2009 માં રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. રાજે શિલ્પા પહેલા કવિતા સાથે લગ્ન કર્યા હતા. જોકે પછી બંનેએ છૂટાછેડા લીધા હતા અને શિલ્પા રાજના લગ્ન થઈ ગયા હતા. આજે તેને વિવાન નામનો એક પુત્ર પણ છે.

મહિમા ચૌધરી: મહિમા ચૌધરીને પણ બે બાળકોના પિતા બોબી મુખરજી સાથે પ્રેમ થયો હતો. બોબીના આ મહિમા સાથે બીજા લગ્ન હતા.

રાની મુખર્જી: રાનીએ યશરાજ ચોપરાના પુત્ર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે. આદિત્યના આ પહેલા પાયન ખન્ના સાથે લગ્ન થયા હતા. પછી બંનેના છૂટાછેડા થઈ ગયા અને રાનીએ આદિત્ય સાથે સાત ફેરા લીધા. તેમને એક પુત્રી આદીરા પણ છે.

શબાના આઝમી: અભિનેત્રી શબાના આઝમીએ પ્રખ્યાત લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા છે. શબાના પહેલાં જાવેદ હની ઇરાનીનો પતિ હતો.

લારા દત્તા: લારાએ 2011 માં ભારતીય ટેનિસ ખેલાડી મેષ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા. મહેશ લારા પહેલા શ્વેતા જયશંકરનો પતિ હતો. હાલમાં લારા અને મહેશને સાયરા નામની પુત્રી પણ છે.

બિપાશા બાસુ: બિપાસા સાથે કરણ સિંહ ગ્રોવરે 7 ફેરા લીધા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે બિપાશા સાથે લગ્ન કરતા પહેલા કરણ બે વખત છુટાછેડ લઈ ચુક્યો હતો.

વિદ્યા બાલન: બિપાશાની જેમ વિદ્યા બાલને પણ જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેના બે વખત છુટાછેડા થઈ ચુક્યા હતા. દાર્શલ વિદ્યાએ ફિલ્મ પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યાં હતાં.

જુહી ચાવલા: જુહી ચાવલાએ જય મહેતા સાથે લગ્ન કર્યા છે. જનાવી દઈએ કે જયે પહેલા સુજાતા બિરલા સાથે લગ્ન કર્યા હતા. જો કે 1990 માં સુજાતાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું, ત્યારપછી તેણે 1995 માં જુહી ચાવલા સાથે લગ્ન કર્યા હતા.

કરીના કપૂર: અમૃતા સિંહને છૂટાછેડા આપ્યા પછી સૈફ અલી ખાને 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના પુત્ર તૈમુરથી તો તમે બધા પરિચિત છો અને થોડા સમય પહેલા જ કરીનાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે.