બિલકુલ કેટરિના કૈફ જેવી લાગે છે આ છોકરી, આ 10 તસવીરોમાં અસલી અભિનેત્રીને ઓળખવી બની જશે મુશ્કેલ

બોલિવુડ

કેટરીના કૈફ બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ અને સ્થાન બનાવી લીધું છે. એટલા માટે દરેક મોટા હીરો તેની સાથે કામ કરવા જરૂર ઈચ્છે છે. તે ભલે ભારતીય ન હોય પરંતુ પોતાની એક્ટિંગના દમ પર ભારતના લોકોનું દિલ જરૂર જીતી ચુકી છે.

કેટરિના કૈફ ખૂબ જ સુંદર છે પરંતુ જો અમે તમને એક બીજી છોકરીની તસવીર બતાવીએ તો તમે ચોક્કસ મૂંઝવણમાં પડી જશો કે અસલી કેટરિના કોણ છે. કેટરિના કૈફ જેવી દેખાતી એક છોકરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ચાલો અમે તમને તેની 10 તસવીરો પણ બતાવીએ.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી આ છોકરીનું નામ અલીના રાય છે. તે લુકમાં બિલકુલ કેટરિના કૈફ જેવી જ લાગે છે. તમે પોતે પણ આ છોકરીને જોઈને ઓળખી શકશો નહીં કે અસલી હિરોઈન કોણ છે.

અલીનાનું શરીર પણ બિલકુલ કેટરીના કૈફ જેવું જ લાગે છે. તે પણ કેટની જેમ દુબળી‌-પાતળી અને ઉંચી છે. આ સાથે તેનું ફિગર પણ બિલકુલ કેટ જેવું જ લાગે છે. આ કારણે તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે.

અલીના સોશિયલ મીડિયા પર કેટરીના કૈફ જેવી દેખાતી હોવાને કારણે પ્રખ્યાત થઈ ગઈ છે. આટલું જ નહીં લોકો તેના લુકની પ્રસંશા કરતાં થાકતા નથી. સોશિયલ મીડિયા પર કેટરીના કૈફની તો ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે પરંતુ અલીના પણ કોઈથી ઓછી નથી.

અલીનાના ઈન્સ્ટા ફોલોઅરની વાત કરીએ તો આ સમયે તેના ફોલોઅર્સની સંખ્યા 621k છે. કેટની હમશકલ આ છોકરીએ પોતાની કાતિલ સ્ટાઈલથી દરેજને દીવાના બનાવી ચુકી છે. આ જ કારણ છે કે અલીનાના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.

અલીના પણ આ વાત સારી રીતે જાણે છે કે તે બોલિવૂડની ટોપ અભિનેત્રીની હમશકલ છે. આ કારણોસર તે પણ કેટના ડ્રેસને કોપી કરીને ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે. અલીનાના ચાહકો પણ તેના નવા લુકને જોવા માટે રાહ જુવે છે.

કેટરીના કૈફ તો મુંબઈમાં રહે છે પરંતુ શું તમે જાણો છો કે અલીના પણ મુંબઈ શહેરમાં રહે છે. આ સાથે તે પણ એક્ટિંગ કરે છે. અલીનાએ પોતે પોતાના ઇન્સ્ટા બાયોમાં ઉલ્લેખ કર્યો છે કે તે એક એક્ટર છે. જો કે તે પ્રખ્યાત કેટના કારણે જ થઈ છે.

અલીનાને તમે વર્ષ 2019માં જોઈ હશે. તેણે એક મ્યુઝિક આલ્બમ કર્યું હતું. અલીનાનું આ આલ્બમ રેપર કિંગ બાદશાહ સાથે શૂટ કરવામાં આવ્યું હતું. આ આલ્બમનું નામ ‘કમાલ’ હતું. તેના ગીતે પણ લોકોની વચ્ચે ખૂબ ધૂમ મચાવી હતી. કેટરીના કૈફ આ દિવસોમાં પોતાના પતિ વિકી કૌશલ સાથે વ્યસ્ત રહે છે. આ સાથે તેની પાસે ઘણી ફિલ્મો છે જેમાં તે વ્યસ્ત છે. સાથે જ બીજી તરફ, અલીનાના અંગત જીવન વિશે વાત કરીએ તો, હાલમાં તેના વિશે કોઈ પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.

અલીના રાયના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેના વિશે પણ વધારે માહિતી નથી. તેણે પોતાના ઇન્સ્ટા પર ભલે એક્ટિંગને કારકિર્દી તરીકે લખી છે, પરંતુ તે કઈ ફિલ્મમાં કામ કરી રહી છે તે વિશે હાલમાં કોઈ માહિતી આપી નથી. સાથે જ બીજી તરફ કેટરિના કૈફ ટાઈગર 3માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ‘ફોન ભૂત’ જેવી ફિલ્મ પણ છે જેમાં તે ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે.