દરેકને ડાન્સ કરવો ખૂબ પસંદ હોય છે. કહેવાય છે કે તમે કેટલો સારો ડાન્સ કરો છો તે મહત્વપૂર્ણ નથી, પરંતુ એ વાતનું મહત્વ છે કે તમે ડાન્સને કેટલો એંજોય કરો છો. કેટલા દિલ ખોલીને નાચો છો? આ બાબતમાં બાળકો ખૂબ જ પ્રમાણિક હોય છે. તેઓ જ્યારે ડાંસ કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ આખી દુનિયા ભૂલી જાય છે. બસ પોતાની જ ધૂનમાં નાચતા રહે છે.
માસૂમ બાળકીએ પુષ્પાના ગીત પર કર્યો સુંદર ડાન્સ: આજે અમે તમને આવી જ એક સુંદર છોકરીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાની સ્કૂલમાં ખૂબ જ સુંદર ડાન્સ કર્યો. છોકરીએ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પાઃ ધ રાઇઝના ગીત ‘સામી-સામી’ પર ડાન્સ કર્યો. આ દરમિયાન છોકરીએ ખૂબ જ ક્યૂટ એક્સપ્રેશન્સ આપ્યા. છોકરીની સાથે જો કે સ્કૂલના અન્ય બાળકો પણ ડાન્સ કરી રહ્યા હતા. પરંતુ આ છોકરીએ ગીત સાથે જે લિપ સિંક અને સ્ટેપ્સ કર્યા તે જોઈને દરેક છોકરીના ફેન બની ગયા.
છોકરીના ડાન્સે જીત્યું લોકોનું દિલ: છોકરીનો આ વીડિયો ટ્વિટર પર @tejAA___ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વીડિયો પર પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાએ પણ કમેન્ટ કરી. સાથે જ અન્ય યુઝર્સ પણ છોકરીના ડાન્સની પ્રશંસા કરવા લાગ્યા. એકે લખ્યું, “અરે વાહ કેટલી સુંદર છોકરી છે. તેને વારંવાર જોવા પર પણ કોઈ બોર નથી થતું” એક અન્ય યૂઝરે લખ્યું, “આ છોકરીને પુષ્પ 2 ફિલ્મમાં લેવી જોઈએ. તેણે ખૂબ જ સુંદર ડાંસ કર્યો.” પછી એક કમેન્ટ આવે છે “છોકરીએ ડાન્સની સાથે ખૂબ જ સારા હાવભાવ પણ આપ્યા.” બસ આવી જ અન્ય ઘણી કમેન્ટ્સ આવવા લાગી. આ છોકરીની નિર્દોષતા દરેકના દિલ જીતી રહી છે.
Cute 😂😍
.@iamRashmika ❤️ pic.twitter.com/yIZJZHuNiP— 𝐭𝐞𝐣𝐀𝐀𓀠..!! (@tejAA___) September 13, 2022
પુષ્પા ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. જો કે હજુ પણ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. લોકો દરરોજ ફિલ્મના ગીત અને ડાયલોગ પર રીલ બનાવતા રહે છે. હવે દરેક લોકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, લોકો આજે પણ પુષ્પ પાર્ટ વનના ગીતોને એંજોય કરી રહ્યા છે. જોકે તમને છોકરીનો આ ડાન્સ કેવો લાગ્યો, અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. સાથે જ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને અન્ય સાથે શેર કરવાનું ન ભૂલો.