બોલીવુડના આ 9 સ્ટારકિડ્સને મળી છે સૌથી મોંઘી ગિફ્ટ, આરાધ્યા બચ્ચનને મળી હતી 54 કરોડની આ ગિફ્ટ

બોલિવુડ

ગિફ્ટ એક એવી ચીજ છે જેને લેવી દરેકને પસંદ હોય છે. આ ગિફ્ટને લઈને દરેકના મનમાં અલગ જ ઉત્સાહ હોય છે. ખાસ કરીને જ્યારે તમારો જન્મદિવસ હોય ત્યારે આ ગિફ્ટ્સ લેવાની મજા જ અલગ હોય છે. ગિફ્ટ ઘણા પ્રકારની હોય છે, મોંઘી અને સસ્તી, આવી સ્થિતિમાં આ ગિફ્ટની કિંમત પ્રેમથી લગાવવામાં આવે છે ન કે કિંમત થી. પરંતુ જ્યારે તમારા માતા-પિતા ખૂબ જ અમીર હોય છે, ત્યારે આ વાતની શક્યતા વધી જાય છે કે તમને કોઈ મોંઘી ગિફ્ટ જ મળવાની છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડ સ્ટાર્સના બાળકોને મળેલી મોંઘી ગિફ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તૈમુર અલી ખાન: સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય સ્ટાર કિડ છે. પટૌડી પરિવારના આ લાડલાને પોતાના જન્મદિવસ પર ચેરી રેડ કલરની જીપ ગ્રાન્ડ ચેરોકી એસઆરટી રમકડું મળ્યું હતું. આ સાથે તૈમુરને તેના બીજા જન્મદિવસ પર ગિફ્ટ તરીકે મર્સિડીઝ મેકલેરેન રમકડું મળ્યું હતું.

અબરામ ખાન: શાહરૂખ ખાનનો સૌથી નાનો પુત્ર અબરામ પણ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. અબરામને પોતાના જન્મદિવસ પર એક ટ્રી હાઉસ મળ્યું હતું. તેને સાબુ સિરિલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે શાહરૂખનો બંગલો જન્નત પણ તેણે જ ડિઝાઇન કર્યો હતો.

આરાધ્યા બચ્ચન: એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા હંમેશા મીડિયાની હેડલાઈન્સનો ભાગ રહે છે. તે ઘણી હદ સુધી પોતાની માતા એશ્વર્યા જેવી જ લાગે છે. આરાધ્યાને પોતાના પહેલા જન્મદિવસ પર ગિફ્ટમાં પોતાના પિતા અભિષેક તરફથી મિની કૂપર એસ મળ્યો હતો. આ ઉપરાંત આરાધ્યા પાસે દુબઈમાં 54 કરોડ રૂપિયાનું હોલિડે હોમ પણ છે.

સુહાના ખાન: શાહરૂખ ખાનની પુત્રી સુહાના સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરોને કારણે ખૂબ જ લોકપ્રિય રહે છે. તાજેતરમાં સુહાનાએ એક શોર્ટ ફિલ્મમાં પોતાની સુંદર એક્ટિંગ પણ બતાવી હતી. તે ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ આવી શકે છે. સુહાનાને પોતાના 16માં જન્મદિવસ પર પાપા શાહરૂખ તરફથી હીરાનું બ્રેસલેટ ગિફ્ટમાં મળ્યું હતું.

આર્યન ખાન: આર્યન શાહરૂખ ખાનનો મોટો પુત્ર છે. લુકની બાબતમાં તે પોતાના પિતાની જેમ ખૂબ જ સુંદર છે. આર્યન પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. આર્યનના એક જન્મદિવસ પર શાહરુખે તેને Audi A6 કાર ગિફ્ટ કરી હતી.

ત્રિશલા દત્ત: સંજય દત્તની પુત્રી ત્રિશાલા વિદેશમાં રહે છે. તે સંજયની પહેલી પત્ની રિચાની પુત્રી છે. ત્રિશાલા પોતાના સુંદર લુકને કારણે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. તેને પાપા સંજય તરફથી ગિફ્ટમાં ખૂબ જ મોંઘી ઈમ્પોર્ટેડ કાર મળી હતી.

રૂહી અને યશ જોહર: રૂહી અને યશ કરણ જોહરના જુડવા બાળકો છે. કરણ સિંગલ છે અને તેને સરોગસી દ્વારા આ બાળકો મળ્યા છે. કરણે તેના બંને બાળકોને ગિફ્ટ તરીકે આખી નર્સરી આપી હતી.

વિવાન કુન્દ્રા: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો પુત્ર વિવાન પણ ખૂબ જ ક્યૂટ છે. તેને પોતાના માતા-પિતા તરફથી ગિફ્ટ તરીકે લમ્બોરગીની મળી હતી.