બિગ બોસ 14 ના પહેલા પાંચ ફાઈનલિસ્ટને સલમાન ખાન તરફથી મળી આ સુંદર ગિફ્ટ, જાણો શું છે તેની ખાસિયત

Uncategorized

બિગ બોસ સીઝન 14 હવે પૂરી થઈ છે. આપણને સિઝન 14ની વિજેતા પણ મળી ચુકી છે. જણાવી દઈએ કે રૂબીના દિલાઈક સીઝન 14 ની બિગ બોસ બની ચુકી છે. આ વર્ષની સીઝન દર્શકો ખૂબ સારી માને છે કારણ કે સ્પર્ધકે તેની રમત ખૂબ સારી રીતે રમી હતી. આ સિઝનમાં ઘણું બધુ જોવા મળ્યું ઘરમાં ક્યાંક ઝઘડા થયા તો ક્યાંક પ્રેમ વરસ્યો. આ ઘરમાં આ સીઝનમાં ઘણી ચીજો પહેલી વખત જોવા મળી.

જોકે એવું પહેલીવાર જોવા મળ્યું કે શો ઉપરાંત સલમાન ખાન જે શોના હોસ્ટ છે તેમણે પણ ખુશી વ્યક્ત કરતા પોતાની તરફથી બધા ફાઈનલિસ્ટને ખાસ ગિફ્ટ આપી. સલમાન ખાને રાહુલથી લઈને રૂબીના દિલાઈક સુધી બધાને પોતાની તરફથી ગિફ્ટ આપી. જણાવી દઈએ કે ઘરના પાંચ ફાઇનલિસ્ટમાં રાખી સાવંત, અલી ગોની, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય અને રૂબીના દિલાઈક શામેલ છે.

હંમેશાની જેમ આ વખતે પણ સ્પર્ધકોને ઓફર કરવામાં આવી હતી કે તેઓ 14 લાખ રૂપિયા લઈને શોમાંથી બહાર થઈ શકે છે. રાખીએ બટન દબાવ્યું અને 14 લાખ રૂપિયા જીતી ગઈ. સાથે જ ઘરમાં અલી ગોની ઓછા વોટ મળવાને કારણે એલિમિનેટ થયા હતા અને સાથે જ વિનરની રેસમાંથી બહાર થઈ ગયા હતા. સલમાન ખાને ગિફ્ટ તરીકે અલી ગોની અને રાખી સાવંતને પોતાનું સિગ્નેચર બ્રેસલેટ પહેરાવ્યું. આ પછી ટોચ 3 ની રેસમાં શામેલ નીક્કી તંબોલી પણ આ શોમાંથી બહાર થઈ ગઈ હતી અને સલમાને તેને પણ આ બ્રેસલેટ ગિફ્ટ તરીકે આપ્યું.

નોંધપાત્ર વાત એ છે કે આ બધા ઉપરાંત સલમાને ટોચ 2 વિનર માટે સ્ટેજ પર એક ખૂબ જ ખાસ ગિફ્ટ મૂકી હતી. રુબીના દિલાઈક અને રાહુલ વૈદ્ય જ્યારે ફાઇનલી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે સલમાન ખાને બતાવ્યું કે તેમના માટે ચમકતી બીઈંગ હ્યૂમન સાયકલ તેમને તૈયાર રાખી છે, જે બંનેને ગિફ્ટ તરીકે આપવામાં આવશે. રૂબિના અને રાહુલ માટે આ એક ફની મૂમેંટ હતી.

તો સલમાન ખાને બંને ફાઇનલિસ્ટને લકી ચાર્મ બ્રેસલેટ પણ આપ્યું હતું. જણાવી દઈએ કે સલમાન ખાનના હાથમાં ઘણા વર્ષોથી તેનું લકી બ્રેસલેટ જોવા મળે છે. આ તો હવે ઘણા લોકો માટે સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બનેલું છે. સલમાન ખાનના ઘણા ચાહકો તેવું જ બ્રેસલેટ પહેરે છે. પરંતુ આ બ્રેસલેટ માત્ર સ્ટાઈલ માટે જ નથી, ખરેખર આ બ્રેસલેટને તે પોતાનું લકિ ચાર્મ માને છે. જણાવી દઈએ કે બ્રેસલેટ ફિરોઝા સ્ટોનથી બનેલું છે. આ બ્રેસલેટ સલમાન ખાનના પપ્પા સલીમ ખાને તેને ગિફ્ટમાં આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.