મુકેશ અંબાણીની પુત્રીને સસરાએ ગિફ્ટમાં આપ્યો હતો આટલા અધધ કરોડનો બંગલો, જુવો તેના આ લક્ઝરી બંગલાની તસવીરો

Uncategorized

જ્યારે પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિની વાત આવે છે ત્યારે મુકેશ અંબાણીનું નામ પહેલા યાદ આવે છે. મુકેશ અંબાણી લાંબા સમયથી એશિયામાં સૌથી અમીર વ્યક્તિ બની રહ્યા છે. તેની અમીરીને આખી દુનિયા સારી રીતે જાણે છે. અંબાણી પરિવાર દેશ-દુનિયાના સૌથી પ્રખ્યાત પરિવારોમાંથી એક છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વડા મુકેશ અંબાણીની સાથે તેમનો પરિવાર પણ ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. તેના પરિવાર સાથે જોડાયેલા દરેક સભ્યની ઘણી ચર્ચા થતી રહે છે. અંબાણી પરિવારના ઘરનું દરેક ફંક્શન ચર્ચાનો વિષય બને છે. આવી જ રીતે મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા.

જણાવી દઈએ કે ઇશા અંબાણીના લગ્ન વર્ષ 2018 માં આનંદ પીરામલ સાથે થયા હતા. લગ્નમાં ઈશાને સસરા અજય પીરામલ તરફથી ગિફ્ટમાં પાંચ માળનો લક્ઝરી બંગલો મળ્યો હતો. તેમના આ ઘરનું નામ ગુલિટા છે. ચાલો આજે અમે તમને આ બંગલાની તસવીરો બતાવીએ.

જણાવી દઈએ કે ઇશા અંબાણી અને આનંદ પીરામલ તેમના લગ્ન પછી આ ઘરમાં રહે છે. ઘર જોવામાં ખૂબ જ સુંદર છે. આ ઘર મુંબઇના વર્લીમાં આવેલું છે. ગુલિટા આખા 50000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. નોંધપાત્ર વાત એ છે કે, મુકેશ અંબાણીની પુત્રીના લક્ઝરી લગ્નમાં 100 મિલિયન ડૉલર ખર્ચ થયા હતા. આ વાત પરથી મુકેશ અંબાણીની અમીરીનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે.

વિશેષ વાત એ છે કે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટિલિયા’ એ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઇમાં રહે છે. તેનું ઘર 27 માળનું છે અને તે જોવામાં ખૂબ જ સુંદર છે. જ્યારે ઇશા અને આનંદનું ઘર ‘ગુલીટા’ પણ કોઈ મોટા મહેલથી ઓછું નથી.

ઇશા અંબાણી અને આનંદ પીરામલના આ લક્ઝરી ઘરની સુંદરતા અને ભવ્યતા જોતા જ બને છે. ગુલીટામાં પાંચ માળ છે. પાંચ માળમાંથી ત્રણ બેસમેંટ છે. ગુલીટાના બીજા અને ત્રીજા માળનો ઉપયોગ સર્વિસ અને પાર્કિંગ માટે કરવામાં આવે છે. ઘરમાં એક બગીચો અને એર વોટર બોડી પણ છે. જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર લોબીને જગ્યા આપવામાં આવી છે.

આનંદ પીરામલ અને ઇશા અંબાણીના લક્ઝરી ઘરમાં ઘણા રૂમ, બેડરૂમની સાથે સર્કુલર સ્ટડી રૂમ પણ બનેલા છે. ‘ગુલીટા’ માં લિવિંગ અને ડાઇનિંગ હોલ ઉપરના માળે આવેલા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇશા અંબાણીના સસરા અજય પિરામલે આ ઘર વર્ષ 2012 માં હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી લગભગ 10 અબજ ડોલર એટલે કે 452 કરોડમાં ખરીદ્યું હતું. અજય પિરામલે તી ઈશા અને આનંદના લગ્ન દરમિયાન ગિફ્ટમાં આપ્યું હતું.

ડિસેમ્બર 2018 માં ખૂબ જ ધામધૂમથી ઈશા અને આનંદના લગ્ન થયા હતા, જ્યારે આ પહેલા વર્ષ 2018 માં જ બંનેએ ઇટાલીમાં સગાઈ કરી હતી. જણાવી દઈએ કે અજય પીરામલ શ્રીરામ ગ્રુપ અને પિરામલ ગ્રુપના ચેયરમેન છે. તેના મિત્ર મુકેશ અંબાણીની જેમ અજય પણ ખૂબ જ અમીર છે. તેની પાસે કરોડો કરોડોની સંપત્તિ પણ છે.